દીકરીની બહાદુરી: કૂવામાં ડૂબતા 6 લોકોને બચાવ્યા, સાતમાને બચાવવા જતા પોતાનો જીવ ગયો

ઉત્તર પ્રદેશના કુશીનગરના નોરંગિયા ગામના કૂવામાં થયેલી દુર્ઘટના 13 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં જે તે મહિલાના મોત થયા હતા તેમાં 21 વર્ષની પૂજા યાદવનો પણ સમાવેશ થાય છે. પૂજા યાદવનું નામ ચર્ચાઈ રહ્યું છે કારણ કે, તે સેનામાં ભરતી થવાની હતી પરંતુ તેનું સિલેક્શન થાય તે પહેલાં તેને જિંદગીને અલવિદા કહી દીધું. આ દુર્ઘટના સમયે પૂજા યાદવની બહાદુરીના કારણે તેને પાંચ લોકોના જીવ બચાવ્યા હતા.

આ દુર્ઘટનામાં જે લોકો ડૂબી રહ્યા હતા તેમાં પૂજાની માતાનો પણ સમાવેશ થતો હતો. પૂજા યાદવ એ પહેલા તો તેની માતાને બચાવી ત્યારબાદ અન્ય ચાર લોકોને બચાવ્યા હતા. આ 4 લોકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. પૂજાએ જ્યારે 5 વ્યક્તિને બચાવ્યા બાદ છઠ્ઠા વ્યક્તિને બચાવવા માટે કૂવામાં કૂદી ત્યારે તે મોતને ભેટી ગઈ. મહત્ત્વની વાત છે કે પૂજા યાદવના પિતા પણ આર્મીમાં છે. પૂજા યાદવના પિતા બળવંત યાદવ દીકરીના લગ્ન બાબતે ખૂબ જ ચિંતિત હતા પરંતુ દીકરીનું મોત થતાં તેઓ શોકમાં ગરકાવ થયા છે.

ઘટના બાબતે ઘટના સ્થળ પર હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું કે, આ કૂવો 13 લોકો માટે મોત બન્યો હતો. કારણ કે જર્જરિત કૂવાનો સ્લેબ તૂટતાં 13 લોકોના મોત થયા છે. જ્યારે લોકો કૂવામાં પડ્યા ત્યારે પૂજાની સાથે બીજી મહિલાઓ સતત બૂમ પાડવા લાગી હતી અને ઘટના સ્થળ પર ખૂબ જ અંધારું હતું. આ બૂમાબૂમના કારણે લોકોની ભીડ પણ ત્યાં એકઠી થઈ ગઈ હતી.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પૂજાએ વિપિનની મદદથી 5 લોકોને બહાર કાઢ્યા હતા. પૂજાએ પોતાને બચાવવાની જગ્યાએ તે લોકોને કહેતી હતી કે, એનો હાથ પકડી લો અને બાળકોને ઉપર નીકાળો.

પૂજા તેની માતાની સાથે કૂવામાં પડી હતી તે સમયે પોતાના જીવની પરવાહ કર્યા વગર પણ તેને અન્ય લોકોને બચાવ્યા હતા. પૂજાએ પહેલા તેને પોતાની માતાનો જીવ બચાવ્યો ત્યારબાદ પૂજાએ અનુપ, ઉપેન્દ્ર અને લીલાવતી સહિત પાંચ લોકોના જીવ બચાવ્યા હતા.

મહત્ત્વની વાત છે કે, પૂજા યાદવ BAના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. પૂજાના પિતા બળવંત યાદવ દિલ્હીમાં ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે. પૂજાની ઈચ્છા સેનામાં જોડાવાની હતી અને તે પોતાના ભાઈઓને પોલીસમાં ભરતી કરાવવા ઈચ્છતી હતી પરંતુ આ તમામના સપનાઓ પૂજાના અધૂરા રહી ગયા. પૂજાના મોતને લઈને પરિવારના સભ્યોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો