નારિયેળ ખાધા બાદ કાચલી-છાલને કચરો સમજી ફેંકી દેતા નહી, પણ આ રીતે ઉપયોગ કરી શકાય, જાણો અને શેર કરો

ભારતમાં નારિયેળ (Coconut)નો વ્યાપક ઉપયોગ થાય છે. ધાર્મિક વિધિઓથી લઈ ભોજનનો સ્વાદ વધારવા માટે નારિયેળ વપરાય છે. ઘણા લોકોને નારિયેળ ભાવે છે તો કેટલાક લોકો નારિયેળ પાણી પીવે છે. પણ નારિયેળ ખાધા-પીધા બાદ તેના તેની છાલ (Coconut Peels)ને ફેંકી દેવામાં આવે છે. મોટી ફેક્ટરીઓમાં નાળિયેરની છાલથી દોરડું, જ્યુટની થેલીઓ, સાદડીઓ જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. જ્યારે ઘણા ઘરમાં લોકો તેને કચરો સમજી ફેંકી દે છે. પણ, જો નારિયેળ છાલના ઉપયોગ (Various use of coconut peels) અંગે જાણી જાવ તો હવે તેને ફેંકતા અચકશો.

ખાતર તરીકે ઉપયોગ: નારિયેળની ભૂકીને કોકોપીટ તરીકે ઓળખવામાં આવે છે. છોડ લગાવતા પહેલા માટીમાં કોકોપીટનો ઉપયોગ કરવામાં આવે છે. કુંડામાં કોકોપીટને માટી સાથે મિક્સ કરવાથી માટી કડક થતી નથી. જેના કારણે છોડના પાંદડાને વધવામાં સરળતા રહે છે. આ સાથે જ કોકોપીટ છોડને પોષણ આપવાનું કામ પણ કરે છે.

વાસણ ધોવા: ઘણા સ્થળોએ નારિયેળની છાલનો ઉપયોગ વાસણ ધોવા માટે પણ કરવામાં આવે છે. તમારી પાસે સ્ક્રેબર ન હોય તો નારિયેળની છાલનો ઉપયોગ કરી શકાય છે. તેના ગુચ્છા બનાવીને વાસણ ધોવામાં આવે તો વાસણ સારી રીતે સાફ થાય છે અને વાસણ પરથી તેલ પણ દૂર કરી શકાય છે.

નારિયેળની કાચલીમાં છોડ ઉગાડો: ઇન્ડોર પ્લાન્ટ્સ માટે નારિયેળની કાચલીઓ કુંડાની ગરજ સારે છે. કાચલીને અડધી કાપી નાખો અને તેમાં છોડ લગાવી માટી ભરી દો.

રસોઈ બનાવવા ઉપયોગ: ગ્રામ્ય વિસ્તારોમાંમાં ચૂલો સળગાવી રસોઈ થાય છે. આવા ચૂલા માટે પણ નારિયેળની છાલનો ઉપયોગ થઈ શકે છે. નારિયેળની છાલ લાકડા કરતા વધુ ઝડપથી આગ પકડી લે છે. આ ઉપરાંત શિયાળામાં તાપણું કરવા પણ તેનો ઉપયોગ થઈ શકે છે.

નેચરલ ડાઈ તરીકે: ઘણા લોકો નેચરલ ડાઈ બનાવવા માટે નાળિયેરની છાલનો ઉપયોગ કરે છે. આ માટે લોખંડની તપેલી લો અને તેને ગેસ પર ધીમી આંચ પર ગરમ કરો. હવે તેમાં નારિયેળની છાલ નાખી એકાદ છાલને આગ લગાવી દો. ધીમે ધીમે બધી જ છાલમાં આગ લાગી જશે. બધી જ છાલને યોગ્ય રીતે સળગી જવા દો. ત્યારબાદ પાવડર તૈયાર થશે અને તે કોલસા જેવો દેખાશે. હવે તેના બે ચમચી સરસવનું તેલ કે, ઓલિવ ઓઇલ મિક્સ કરી દો. હવે તેને ડાઈને ઉપયોગમાં લઇ શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો