અમેરિકન એરફોર્સમાં તિલક લગાવીને ડ્યૂટી કરી શકશે ભારતીય મૂળનો વ્યક્તિ, અમેરિકી એરફોર્સે આપી ખાસ છૂટ, જાણો સમગ્ર કિસ્સો

એફઈ વૉરેન એરફોર્સ બેસ પર ફરજ બજાવતા અમેરિકી વાયુ સેનામાં એરમેન દર્શન શાહને યૂનિફોર્મમાં તિલક લગાવવાની ધાર્મિક છૂટ આપવામાં આવી છે. જ્યારે શાહને તિલક લગાવવાની ધાર્મિક છૂટની માંગ કરવાના સમાચાર સામે આવ્યા છે. આ પછી દુનિયાભરથી ઓનલાઈન ચેટ ગ્રૂપ પર તેમને ભરપૂર સમર્થન મળી રહ્યું હતું. હાલમાં જ્યારે શાહને વર્દી સાથે તિલક લગાવવાની છૂટ મળવાથી તમામ લોકો ખુશી અનુભવી રહ્યા છે.

શાહને મળી રહ્યું છે સમર્થન
શાહે મીડિયાને કહ્યું કે ટેક્સાસ, કેર્લિફોર્નિયા, ન્યૂ જર્સી અને ન્યૂયોર્કમાં મારા અનેક દોસ્ત છે અને મારા માતા-પિતાને મેસેજ કરી રહ્યા છે. તેઓ ખુશ છે કે વાયુસેનામાં કંઈક નવું થયું છે. એવું કે જેના વિશે તેઓએ પહેલા ક્યારેય સાંભળ્યું કે વિચાર્યું પણ મન હતું. પરંતુ આ શક્ય બન્યું છે. શાહને માઈટી નાઈનટીમાં તેમના સહયોગીનું પણ સમર્થન મળી રહ્યું છે. શાહે કહ્યું કે તેને એક શબ્દમાં કહીએ તો રોજ કામ કરવાના સમયે તિલક લગાવવું એ અદ્ભૂત છે.

આ રીતે કરવો પડ્યો હતો સંઘર્ષ
દર્શન શાહને અમેરિકી એરફોર્સમાં તિલક લગાવવાની છૂટ મેળવવા માટેના પાયાના સૈન્ય પ્રશિક્ષણની સાથે લડાઈ લડવી પડી છે. બીએમટીમાં શિક્ષણ લેતી સમયે શાહને છૂટ માટે ટેક શાળા સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું. ટેક સ્કૂલમાં તેમને ત્યાં સુધી રાહ જોવા કહેવામાં આવ્યું જ્યાં સુધી તેઓ પોતાના પહેલા ડ્યૂટી સ્ટેશન પર પહોંચી જતા નથી.

શું કહ્યું શાહે…
શાહે કહ્યું કે મેં ફક્ત યૂનિફોર્મ પહેરી હતી જે વાયુસેનાના સભ્ય હોવાના નાતે મારી મુખ્ય ઓળખમાંની એક છે પરંતુ મેં મારું તિલક પણ લગાવ્યું હતું. શાહે કહ્યું કે આ એ જ છે જે હું છં. તેને લગાવવાનું ખાસ છે. આ જીવનમાં મુશ્કેલીઓ અને સંઘર્ષમાંથી બહાર આવવાની મારી રીત છે. તેનાથી મને માર્ગદર્શન મળે છે. તેણે મને સારા મિત્રો આપ્યા અને આ દુનિયામાં હું કોણ છું તેની પૂરી સમજ આપી છે. શાહે કહ્યું કે તેઓ આભાર વ્યક્ત કરે છે કે તેઓ એક એવા દેશમાં રહે છે જ્યાં તેમને વર્દીની અંદર અને બહાર તેમની ધાર્મિક આઝાદી સંપૂર્ણ રીતે વ્યક્ત કરવાની સ્વતંત્રતા ધરાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો