ભજન સહિતના કાર્યક્રમ ક્ષેત્રે આજે અનેક ગાયક કલાકારો દેશ-વિદેશમાં નામના ધરાવે છે. તેમાંનુ એક નામ છે ઉવર્શી રાદડીયા. મૂળ કાઠીયાવાડના અમરેલી જિલ્લાના નાનકડા ગામની ઉવર્શીએ પાંચ વર્ષની ઉંમરથી સંગીત ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. દાદા અને માતા-પિતાને ગરબા-લગ્નગીતના કાર્યક્રમમાં ગાતા જોઈ મોટી થયેલી ઉવર્શીએ પહેલો ચાન્સ મળ્યા બાદ પાછળ વળીને જોયું નથી.
સંઘર્ષ અને મુશ્કેલીનો સામનો કરી આગળ આવેલી ઉવર્શીએ 50 રૂપિયાની ફી દ્વારા ગરબાના કાર્યક્રમથી શરૂઆત કરી હતી
નાની ઉંમરે સંગીત ક્ષેત્રે સંઘર્ષ અને મુશ્કેલીનો સામનો કરી આગળ આવેલી ઉવર્શીએ 50 રૂપિયાની ફી દ્વારા ગરબાના કાર્યક્રમથી શરૂઆત કરી હતી. જો કે આજે ભજન-લગ્નગીત જેવા કાર્યક્રમ માટે ઉવર્શી 1.5 લાખથી વધુ ફી વસૂલ કરે છે. અમારી સાથેની વાતચીતમાં ઉવર્શીએ મહિલાઓને સંદેશો આપતા જણાવ્યું હતું કે, તમારી અંદર રહેલી કળાને ઓળખી બહાર લાવો, કેમ કે જ્યાં સુધી તમે આગળ નહીં આવો ત્યાં સુધી તમારી કળાને કોઈ ઓળખશે નહીં.
ગુજરાતની કોકિલ કંઠી લોક ગાયિકા ઉવર્શીબેન રાદડીયાએ કેવી રીતે મેળવી સફળતા
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.