સમસ્ત પાટીદારની એકતાનું ધામ- સરદારધામ અને શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ- કેળવણીધામના વડપણ હેઠળ સમાજના યુવા શક્તિના સર્વાંગી વિકાસ કા જે અને‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના સુત્ર પર કામ કરી રહેલા સિવિલ સર્વિસ કેન્દ્રમાં આજ રોજ તા.23-6-19 અને રવિવારે સાંજે 6 વાગ્યે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈરૂપાણી ઉપસ્થિતિમાં UPSC-GPSCના નવા સત્રના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે રાજનીતિજ્ઞ તાલીમ કેન્દ્ર, મીડિયા તાલીમ કેન્દ્ર અને GPBO સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું.
આ કાર્યક્રમથી સરદારધામ અને કેળવણીધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાનું સમાજના વધુ વધુમાં યુવાનોને શ્રેષ્ઠત્તમ અધિકારી બનાવી સમાજ અને દેશની સેવામાં મોકલવાના સપનામાં એક નવી ઉર્જા મળી છે.આ ધન્ય ક્ષણના સાક્ષી બનવા 1500થી વધુ મહેમાનો અને ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવાનું શ્રેય કેળવણીધામ યુવક મંડળને જાય છે. આ યુવાનોની ટીમ છેલ્લા 1 મહિના કરતાં વધુ મહેનતે આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.
કેળવણીધામ વહીવટી અને કૌશલ્યવર્ધન કેન્દ્ર
વિશ્વના અનેક દેશોમાં ડંકો વગાડનારો સમાજ એવો પાટીદાર સમાજ દેશની સુગમ્ય વ્યવસ્થામાં પોતાનાંથી બનતી વધુમાં વધુ સેવા આપે એ અર્થે આજથી ત્રણ વર્ષ પહેલાં સમસ્ત પાટીદારની એકતાનું ધામ- સરદારધામ અને શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ- કેળવણીધામના સંયુક્ત ભગીરથ પ્રયાસથી આ સિવિલ સર્વિસ કેન્દ્રની શરૂઆત થઈ. આ કેન્દ્રમાંથી અત્યાર સુધીમાં 4 હજારથી વધુ દીકરા-દીકરીઓએ UPSC અને GPSCની નિશુલ્ક ટ્રેનિંગ લીધી છે. જ્યારે હાલમાં 1132 દીકરા-દીકરીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે. જેમાં 140થી વધુ દીકરીઓને સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ 225થી વધુ વિદ્યાર્થીઓ UPSC અને 508થી વધુ વિદ્યાર્થીઓ GPSCની તૈયારી કરી રહ્યા છે. જ્યારે 400થી વધુ દીકરા-દીકરીઓ UPSC-GPSCની ફાઉન્ડેશન બેચના વિદ્યાર્થી છે.
કેળવણીધામના પ્રયત્નથી અત્યાર સુધીમાં અહિંથી 180થી વધુ દીકરા-દીકરીઓ ક્લાસ 1-2-3ની સરકારી પરીક્ષાઓ ઉતીર્ણ કરી અધિકારી બન્યા છે. જેમાં 50થી વધુદિકરા-દીકરી ક્લાસ 1 અથવા 2 તરીકે સરકારમાં ફરજ બજાવી રહ્યા છે. જેમાં 4 ડેપ્યુટી ક્લેક્ટરનો પણ સમાવેશ થાય છે. આ સાથે સિવિલ સર્વિસ કેન્દ્રમાં 450થી વધુવિદ્યાર્થી બેસી શકે તેવી લાઈબ્રેરીની વ્યવસ્થા પણ કરાઈ છે.
કેળવણીધામ હોસ્ટેલમાં 1150 દીકરા અને 100 દીકરીઓ નિવાસ કરી પોતાના ઉચ્ચ અભ્યાસ સાથે કારર્કિદી બનાવી રહ્યા છે. અહિં આર્થિક રીતે અસક્ષમ અને જરૂરિયાતમંત વિદ્યાર્થી માટે રહેવા અને જમવાની ફ્રી સુવિધા પણ ઉપલબ્ધ છે.
સરદારધામ કેળવણી સંગઠનના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે , અમદાવાદ શહેરમાં સમાજના ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને ભણે છે ત્યારે સમાજે વિદ્યાર્થીઓ માટે સુવિધા ઉભી કરી છે અને હજુ વધુ સુવિધાઓ ઉભી થશે , કેળવણીધામ પાંચ લક્ષ્ય બિંદુઓ સાથે કામ કરી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું .
મહાનુભાવો દ્વારા સંસ્થામાં નવીન રાજનીતિજ્ઞ તાલીમ કેન્દ્ર , મીડિયા તાલીમ કેન્દ્ર તથા ગ્લોબલ પાટીદાર બિઝનેશ ઓર્ગેનાઈઝેશન કેન્દ્રને ખુલ્લું મુકવામાં આવ્યું હતું .
કેળવણીધામના ડિરેકટર શ્રી સી. એલ. મીનાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે , સંસ્થાએ સમાજના યુવાનોના સર્વાંગી ઉત્કર્ષ માટે તાલીમ સત્ર યોજયું છે . આ સત્રમાં યુ. પી. એસ. સી. માટે ૨૦૦ અને જી. પી. એસ. સી. માટે ૫૦૦ વિદ્યાર્થીઓએ તાલીમ માટે પ્રવેશ મેળવ્યો છે . સંસ્થા દ્વારા આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન અપાયું હતું એમ તેમણે ઉમેર્યું હતું .
અત્રે ઉલ્લેખનીય છે કે , માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં કેળવણીધામના કુલ – ૨૨૪ ઉમેદવારો જી. પી. એસ. સી. ક્લાસ ૧ – ૨ સંવર્ગ સેવા તથા વર્ગ – ૩માં પસંદગી પામ્યા છે . આજથી શરૂ થઈ રહેલાં તાલીમ સત્ર માટે ૧ હજાર જેટલાં વિદ્યાર્થીઓ યુ. પી. એસ. સી. / જી. પી. એસ. સી. ની તાલીમ માટે પસંદ થયા છે.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતિ બિજલબેન પટેલ, સાંસદ શ્રી એચ. એસ. પટેલ , ધારાસભ્ય સર્વશ્રી વલ્લભભાઈ કાકડિયા, બાબુભાઈ જે . પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અમૂલ ભટ્ટ , સમાજના શ્રેષ્ઠી શ્રી ધરમશીભાઈ મોરડિયા, સમાજના અગ્રણીઓ – વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.’