ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં EVM ભરેલી કાર પકડાયા પછી થયેલી બબાલમાં મોટા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે. સમાજવાદી પાર્ટીના 300 લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટીના લોકો પર પત્થરમારો, તોડફોડની ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળેલી માહિતી મુજબ મંગળવારે વારાણસીમાં પહાડિયા માર્કેટમાંથી બે વાહનો ભરીને EVM લઇ જવાતા હતા જેને સપાના કાર્યકરોએ અટકાવીને ભારે બબાલ મચાવી હતી. તંત્રએ એવી ચોખવટ કરી હતી કે આ EVM મત ગણતરી સ્થળે અધિકારીઓને તાલીમ આપવા માટે લઇ જવામાં આવી રહ્યા હતા. મતદાન વખતે આ EVM સામેલ નહોતા.
પરિણામના 1 દિવસ પહેલા વારાણસીમાં EVM પકડાયા તો ચૂંટણી પંચે કહ્યું અમે તો તેને…
ઉત્તર પ્રદેશમાં આવતી કાલે એટલે કે 10 માર્ચે વિધાનસભાની ચૂંટણી પહેલાં વારાણસીમાં EVMની બબાલ ઉભી થઇ છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મુદ્દે ભાજપને ઘેર્યું છે. અખિલેશના આરોપ પર ચૂંટણી પંચે સ્પષ્ટતા તો કરી છે પણ તે ગળે ઉતરે એવી નથી. ચૂંટણી પંચે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે વારણસીમાં ગાડીમાંથી મળેલા EVM અધિકારીઓ માટે મતગણતરીની ટ્રેનિંગ માટે લઇ જવામાં આવતા હતા. આ મશીનો એવા છે જેનો મતદાનમાં ઉપયોગ કરવામાં નહોતો આવ્યો.
જો કે વારાણસીના કમિશ્નર દિપક અગ્રવાલે મંગળવારે સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે EVMને લાવવા લઇ જવામાં પ્રોટોકોલની ચૂક થઇ છે જો કે સાથે તેમણે એમ પણ કહ્યું કે આ મશીનો માત્ર ટ્રેનિંગના હેતુથી લઇ જવામાં આવતા હતા.
ચૂંટણી પંચે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે વારાણસીમાં 8 માર્ચે EVM ગાડીમાં લઇ જવાની ઘટના ધ્યાન પર આવી છે. જેની પર રાજકીય પાર્ટીઓ આપત્તિ બતાવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓના કહેવા મુજબ આ મશીનો મતગણતરીની ટ્રેનિંગ માટે લઇ જવામાં આવતા હતા. 9 માર્ચે મતગણતરીના પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે જુદી જુદી જગ્યાઓ પરથી EVM યુપી કોલેજમાં લઇ જવામાં આવ્યા હતા. દર વખતે ટ્રેનિંગ માટે આ મશીનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રાજકીય પાર્ટીઓ જે આરોપો લગાવી રહી છે તે માત્ર એક અફવા છે.
चोर चोरी से जाए, हेरा-फेरी से न जाए।
योगी सरकार अभी भी ई.वी.एम. मशीन की हेरा-फेरी कर जनादेश पर डकैती डालना चाहती है। अब समझ में आया कि सूपड़ा साफ होने के बाद भी भाजपा, सरकार बनाने का दम्भ क्यों भर रही है।
ईवीएम मशीन से भरी डीसीएम का वीडियो शिवपुर विधानसभा, वाराणसी।@ECISVEEP pic.twitter.com/FBWgaSysUy— Swami Prasad Maurya (@SwamiPMaurya) March 8, 2022
ચૂંટણી પંચે કહ્યું કે મતદાનમાં ઉપયોગમાં લેવામાં આવેલા EVM તો સ્ટ્રોંગ રૂમની અંદર સીલ કરીને રાખવામાં આવેલાં છે. આ મશીનો અર્ધસેનિક દળના 3 લેયર સુરક્ષાના ઘેરામાં સુરક્ષિત છે. ટ્રેનિંગમાં ઉપયોગમાં લેવામાં આવેલા મશીનોને એની સાથે કોઇ લેવા દેવા નથી. મતલબ કે ટ્રેનિગં માટે જ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે તે મતદાનના ઉપયોગમાં લેવામાં આવ્યા નહોતા.સ્ટ્રોંગ રૂમમાં જે EVM રાખવામાં આવેલા છે તે CCTVની નજર હેઠળ છે અને CCTV 24 કલાક ચાલું રહેતા હોય છે.
રહી છે. વારણસીમાં EVM ભરેલી 3 ગાડીઓ પકડાઇ હતી. બે ગાડીઓ પસાર થઇ ગઇ હતી પરંતુ એક ગાડીને સપાના કાર્યકરોએ પકડી લીધી હતી.
સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે ચૂંટણી પંચને પત્ર લખીને મતગણતરી સ્થળ પર મોબાઇલ પર ઝામર લગાવવાની માંગ કરી છે. તેમણે હેકીંગની આશંકા વ્યકત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..