ચૂંટણી પ્રચાર દરમિયાન મત માગવા ગયેલા ભાજપના ધારાસભ્યને લોકોએ ઘેરી લીધા, પૂછ્યુ 5 વર્ષ કેમ દેખાયા નહોતા

ઉત્તર પ્રદેશમાં ભાજપના એક ધારાસભ્યને ચૂંટણી પ્રચારમાં લોકોએ પરચો બતાવ્યો હતો. એક ગામમાં પ્રચાર માટે પહોંચેલા ધારાસભ્યને લોકોએ ઘેરી લીધા હતા અને પુછ્યું હતું કે 5 વર્ષમાં એક વાર પણ ગામમાં કેમ નહોતા આવ્યા? ભાજપ નેતાને લોકોના સવાલના જવાબ આપવાના ભારી પડી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ભાજપના નેતા રામરતન કુશવાહ લલિતપુર બેઠકના ધારાસભ્ય છે અને ભાજપે તેમને આ વખતે ફરી એક વખત આ જ બેઠક પરથી ટિકિટ આપી છે. ચૂંટણી સમયે ગામ યાદ આવી જતા રામરતન કુશવાહા જેવા લલિતપુર પહોંચ્યા તો તેમને લોકોએ સવાલ પુછવાના શરૂ કરી દીધા હતા. લોકોએ તેમને ઘેરીને પછ્યું હતું કે 5 વર્ષ પછી આજે ટાઇમ મળ્યો? આટલા વર્ષોમાં તો કયારેય અહીં આવ્યા નહોતા. લોકોએ રીતસરનો તેમનો વિરોધ કર્યો હતો. વીડિયોમાં એક વ્યકિત એવું બોલતા સંભળાઇ છે કે ધારાસભ્યએ ધારાસભ્યએ પહેલેથી પોલીસને ગામના લોકો વિરુધ્ધ ફોન કરી દીધો છે. જો કે નફ્ફટ નેતાઓને આનાથી કોઇ ફરક પડવાનો નથી.

ઉત્તર પ્રદેશના લલિતપુર વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીએ રમેશ પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે તો ભાજપે રામ રતન કુશવાહાને ફરી ટિકિટ આપી છે. બહુજન સમાજ પાર્ટીએ ચંદ્ર ભૂષણ સિંહને આ બેઠક પરથ ટિકીટ આપી છે.

લલિતપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટી પહેલી જીતની શોધમાં છે. 1989થી માંડીને 1996 સુધી ભાજપે 4 વખત જીત હાંસલ કરી છે, જયારે વર્ષ 2002માં કોંગ્રેસના ઉમેદવારે લલિતપુરમાં જીત મેળવી હતી. વર્ષ 2007 અને વર્ષ 2012માં બસપાના ઉમેદવારે જીત મેળવી હતી. વર્ષ 2017માં રામરતન કુશવાહે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને સપાના ઉમેદવારને હરાવ્યો હતો. મતલબ કે લલિતપુરની બેઠક એવી છે જેમાં કોઇ પણ નેતા બદલાઇ શકે છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓનો પ્રચાર ચાલુ છે. ચૂંટણી પંચે કોરોનાને ધ્યાનમાં રાખીને ડોર ટુ ડોર કેમ્પેઇન અને નાની સભાની પરવાનગી આપેલી છે. બે દિવસ પહેલાં ચૂંટણી પંચે નવી સુચના આપી હતી, જેમાં ચૂંટણી પ્રચાર માટે કેટલીક ઢીલ આપવામાં આવી છે. હવે ઉમેદવાર 10 ને બદલે 20 લોકોને ડોર ટુ ડોર પ્રચારમાં સાથે લઇ જઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો