ગુજરાતમાં કાપડિયા પરિવારે શ્રદ્ધાંજલિના બેનર્સ સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો

વડોદરા શહેરના કાપડિયા પરિવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા કાપડિયા પરિવારે શ્રદ્ધાંજલિના બેનર્સ સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. અને વરઘોડામાં લગ્ન ગીતોને બદલે દેશ-ભક્તિના ગીતો વાગ્યા હતા.

કાપડિયા પરીવારે અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું

1.વડોદરાના ગોત્રી રોડ પર રહેતા સ્વપ્નીલ રતિલાલ કાપડિયાના સુરતની એન્જલિકા સાથે વાસણા રોડ પર આવેલા એચએમ પાર્ટી પ્લોટ ખાતે આજે લગ્ન યોજાયા છે. જોકે લગ્ન પહેલાં જ ગઇકાલે ગુરૂવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા આરપીએફના જવાનો શહીદ થતા કાપડિયા પરિવારે લગ્નમાં જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું હતું.

લગ્નમાં મૌન રાખીને જાનૈયાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી

સ્વપ્નીલને એન્જલિકા સાથે પ્રેમ થયા બાદ એરેન્જ મેરેજ થયા

2.સ્વપ્નીલ રતિલાલ કાપડિયા વડોદરામાં જ્વેલરી શો-રૂમમાં નોકરી કરે છે. અને સ્વપ્નીલના પિતા રતિલાલ કાપડિયાનું એક વર્ષ પહેલાં મૃત્યું થયું હતું. અને સ્વપ્નીલને એન્જલિકા સાથે પ્રેમ થયા બાદ આજે એરેન્જ મેરેજ યોજાયા હતા. જોકે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં જવાનોની શહીદી બાદ પરિવારે લગ્નમાં લગ્ન ગીતોને બદલે દેશ ભક્તિના ગીતો વગાડીને શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી.

વડોદરામાં 44 શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ, વરઘોડામાં લગ્નગીતોના બદલે ગવાયા દેશભક્તિના ગીતો / કાપડિયા પરિવારે શ્રદ્ધાંજલિના બેનર્સ સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો, આતંકી હુમલામાં જવાનો શહીદ થતા પરિવારે જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું..

આ પણ વાંચો –

શહીદોને નમન, Bharat Ke Veer એપ પર તેમના પરિવારો માટે કરો ડોનેશન

ભારત માતાના જયકારા સાથે થયા શહીદના અંતિમ સંસ્કાર, પિતાની પીડા- પાકિસ્તાનને પાઠ ભણાવવો પડશે, પત્નીએ કહ્યું- મોટી પીડા આપી ગયા, કેવી રીતે ભૂલાવીશ

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત સમૂહ લગ્નને કરશે દેશને સમર્પિત,ચાંદલાના રુપિયા મોકલાવશે શહીદોના પરિવારને

સુરત ડાયમંડ વેપારીએ પુલવામા અટેકને કારણે લગ્નનો જમણવાર મોકૂફ રાખ્યો. જમણવારની રકમ શહીદોને 11 લાખ દાન કરશે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો