UKમાં કાઉન્સિલરની ચૂંટણીમાં મૂળ કચ્છની પટેલ યુવતી ઝંપલાવશે

મૂળ કચ્છની યુવતી આગામી સમયમાં બ્રિટનમાં કાઉન્સિલરની ચૂંટણીમાં ઝંપલાવશે. બ્રિટનના રાજકારણમાં સક્રિય થનારી તે સંભવત: પ્રથમ મહિલા હોવાનું ગૌરવ પ્રાપ્ત કરશે. મૂળ માધાપરના ચેતનાબેન હાલાઇએ વાત કરતાં જણાવ્યું કે, આગામી દિવસોમાં આવનારી હેરો (ઇસ્ટ)ની કાઉન્સિલરની ચૂંટણીમાં તેમણે ફોર્મ ભર્યું છે. ગુજરાત અને કચ્છના 5થી 7 જેટલા લોકો વિદેશમાં રાજકીય રીતે સક્રિય છે, પણ મહિલા તરીકે તેઓ પ્રથમ હોવાનું ગૌરવ અનુભવે છે.

તેમના વોર્ડ હેઠળ આવતા 10 હજારથી વધુ મતદારો કે જેમાં ભારતીય સમુદાય પણ નોંધપાત્ર સંખ્યામાં છે તેમની સેવા કરવાનું લક્ષ્ય તેમણે સેવ્યું છે. યુકેમાં તેમનો પરિવાર બે પેઢીથી વસે છે અને માત્ર 30 વર્ષની ઉંમરે જ તેમણે રાજકારણમાં સક્રિય થવાનો જે ઉદ્દેશ્ય રાખ્યો છે તેમાં તેમને સફળતા મળશે જ તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર