અમદાવાદના બાવળા વિસ્તારમાં UGVCLની ઘોર બેદરકારી સામે આવી, સામાન્ય પરિવારને રૂ. 4.75 લાખનું બિલ મોકલી આપતા પરિવાર મુંજવણમાં મુકાઈ ગયો છે
કોરોના જેવા મંદીના માહોલ વચ્ચે વીજ કંપનીઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના બાવળા વિસ્તારમાં UGVCLની ઘોર બેદરકારી સામે આવી છે જે પરથી લાગી રહ્યું છે કે બિલના નામે નાગરિકો સાથે વીજ કંપનીઓ દ્વારા લૂંટ ચલાવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બાવળાના ગોહિલ પરિવારને UGVCLએ લાખોનું બિલ આપતા પરિવારજનોના પગ નીચેથી જમીન ધસી ગઈ હતી. પરિવારના ઘરમાં ઘરમાં માત્ર 3 પંખા, ટ્યુબલાઇટ, ટીવી, ફ્રીજનો ઉપયોગ થાય છે, અને સામાન્ય રીતે જોવા જઈએ તો પરિવારને અંદાજિત 2500 રૂપિયા સુધીનું બિલ આવે છે ત્યારે આ વખતે UGVCLએ રૂપિયા 4.75 લાખનું બિલ મોકલી આપતા પરિવારમાં હડકંપ મચી ગયો હતો.
પરિવારને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનું રૂપિયા 4.75 લાખનું બિલ આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા, જોકે ઘરમાં કોઈ પણ પ્રકારના મોટા સંસાધનોનો નથી અને તેવા કોઈ સંસાધનોનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી ત્યારે લાખો રૂપિયાનું બિલ આવતા પરિવાર મુંઝવણમાં મુકાઈ ગયો છે. સમગ્ર મામલે પરિવારે UGVCLની કચેરીમાં લેખિતમાં કરી રજૂઆત છે તેમ છતા UGVCL દ્વારા કોઈ કાર્યવાહી કે રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..