ઉદ્ધવ ઠાકરેએ વિવાદનો મધપુડો છંછેડતા કહ્યુ સેલિબ્રિટીને પકડી ઢોલ વગાડો છો, ચપટી ગાંજો સુંઘે તેને પકડો છો

છેલ્લા કેટલાયે સમયથી શાહરૂખના પુત્ર આર્યન ખાન (aryan khan case) અને ડ્રગ્સ કેસ (drug-case) ચર્ચાના ચકડોળે ચડ્યો છે. સેલિબ્રિટી હોવાની કિંમત ચુકવી રહ્યો છે કે NCBની પ્રશંસનીય કામગીરી કહેવાય આવા સવાલો સૌ કોઇના મનમા ગુંજે તે સ્વાભાવિક છે. NCB પર ગાળીયો કસાતો રહ્યો છે. ગુરૂવારે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઇ તો આર્યનના જામીન ના મંજૂર થયા. આગામી સુનાવણી હવે 20 ઓક્ટોબરે થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ તમામ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યુ છે. ઉદ્ધવ ઠાકરેએ NCB પર ભડાસ ઠાલવા કહ્યુ છે કે, સમગ્ર દુનિયામાં ફક્ત મારા મહારાષ્ટ્રમાં જ ગાંજો-ચરસ મળી રહ્યો છે? મહારાષ્ટ્રને બદનામ કરવા ઢોલ પીટવામાં આવી રહ્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતુ કે આપણી સંસ્કૃત્તિ છે કે આંગણામાં તુલસીજી લગાવવામાં આવે પણ હાલ તો તુલસીજીની જગ્યા ગાંજાએ લઇ લીધી હોય તેવુ લાગી રહ્યુ છે. આવુ સમજી વિચારીને ચિત્ર ઉભુ કરવામાં આવી રહ્યુ છે. એવુ નથી કે ફક્ત મહારાષ્ટ્રમાં જ ડ્રગ્સ મળ્યુ હોય મુંદ્રા બંદર પરથી કરોડોનું ડ્રગ્સ મળ્યુ હતુ મુંદ્રા ક્યા આવેલુ છે? ગુજરાતમાં જ ને? એવુ નથી કે પોલીસ કંઇ કરતી નથી.

ઉદ્ધવ ઠાકરેએ વિવાદનો મધપુડો છંછેડતા કહ્યુ કે અહી ચપટી ગાંજો સુંઘે તેને માફિયા કહો છો. કોઇ એક સેલિબ્રિટીને પકડી લો ફોટા પાડો ઢોલ વગાડી ચગાવો. અહીની પોલીસે 150 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ એ ન ભૂલશો. પોલીસ કામ કરે છે સમાચારો આવે જામીન મળ્યા કે નહી કોને મહત્ત્વ આપી રહ્યા છો તે તો જુઓ.

આર્યન ખાનને NCBએ એક ક્રૂઝ પર થઇ રહેલી ડ્રગ્સ પાર્ટીમાં 3 ઓક્ટોબરે 7 બીજા લોકો સાથે પકડ્યો હતો. NCBએ દાવો કર્યો હતો કે આર્યન ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે. જો કે આર્યન પાસેથી ડ્રગ્સ મળ્યુ ન હતુ. આ મામલે એનસીપીએ NCBની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો