ઝારખંડના પલામૂ જિલ્લાના કાદલકુર્મી ગામમાં સાપના ડંખવાથી એક બાળકનું મોત થયુ હતુ. આ વાતનો ફાયદો ઉઠાવવા માટે બે મદારીઓ નાંવ ગામ પહોંચ્યા અને પહેલાં બાળકને જીવતો કરવાનો દાવો કર્યો અને પછી આખા ગામમાં લગભગ 30 હજારના તાવીજ વેચી લોકોને છેતરીને ચાલતી પકડી. પ્રાપ્ત જાણકારી મુજબ, ગામમાં રહેતા પ્રમોદ રજવારના 6 વર્ષીય દીકરા શિવ કુમારને શુક્રવારની સવારે સાપ કરડ્યો હતો. એ પછી તેનું મોત નીપજ્યું હતું. ત્યારે પરિવારના લોકો તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાનું છોડીને મદારીઓની વાતમાં આવી જઈ જાદૂથી બાળકને જીવતો કરવાની વાતોમાં આવી ગયા.
કહેવામાં આવી રહ્યું છે કે, બાળકને પહેલાં હુસૈનાબાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રસ્તામાં જ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોએ પણ તેને મૃત જાહેર કર્યો હતો. એ જ બાળકને જીવતો કરવાનો દાવો કરતા બે મદારીઓ શનિવારે ગામમાં પહોંચ્યા હતા. બાદમાં મૃત બાળકને બે કલાકમાં જીવતો કરવાનો દાવો કર્યો અને પૂજા પાઠની સામગ્રી મંગાવી.
નાગ-નાગણના જોડાએ બાળકને ડંખ માર્યોઃ મદારી
ધીરે ધીરે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. દૂર દૂરથી લોકો ગામમાં પહોંચવા લાગ્યા હતા. મદારીઓએ કહ્યું કે, બાળકને જે સાપે ડંખ માર્યો હતો તે હજુ પણ ઘરમાં જ છે. તેને બહાર કાઢીને ઝેર પાછુ ચૂસવા માટે મજબૂર કરીશું. આ દરમિયાન એક મદારી તેનો થેલો લઈને ઘરમાં ગયો અને તેણે ઘરમાંથી બે સાપ કાઢ્યા. પછી કહ્યું કે આ એ જ નાગ-નાગણ છે, જેમાંથી એકે બાળકને ડંખ માર્યો હતો.
‘નહીં તો બાળક નાગ બની જશે’, ફિલ્મી સ્ટોરી સંભળાવી
સાપના જોડાને પકડ્યા પછી મદારીએ ફિલ્મી સ્ટાઈલમાં ગામના લોકો સામે એક જૂઠ્ઠી વાર્તા ઘઢી કાઢી અને કહ્યું કે, જો નાગ આ ઝેર ચૂસી લેશે તો તેનું મોત થઈ જશે, પછી એ બાળક જ નાગ બની જશે. નાગણ પોતાના પતિની મોતનો બદલો લેવા માટે આખા પરિવારના લોકોને ડંખ મારશે. એટલે એ સારૂ રહેશે કે બંને સાપોને ઘરમાંથી બહાર કાઢવામાં આવે. હવે બાળક જીવતું થઈ શકે એમ નથી.
આખા ગામના લોકોએ 30 હજારના તાવીજ ખરીદ્યા
આ દરમિયાન બંને મદારીઓએ પૂજા પાઠના નામે પરિવારજનો પાસેથી રૂપિયા પડવ્યા. બંને મદારીઓએ મૃત બાળકના પરિવારજનો સહિત અન્ય લોકોને પણ ઠગવાની યોજના બનાવી. તેઓએ દાવો કર્યો કે આખા ગામ પર કાળ યોગ છે. એનાથી બચવાનો એકમાત્ર રસ્તો છે કે ગામના લોકો તાવીજ પહેરી લે. એ પછી તાવીજ લેવા માટે ગામના લોકોએ પડાપડી કરી હતી. આ ગામના જ લોકો નહીં આસપાસના ગામના લોકો પણ તાવીજ લેવા પહોંચ્યા હતા. આ તમામ લોકોએ લગભગ 30 રૂપિયા આપીને તાવીજ ખરીદી લીધા. એ પછી લોકોને છેતરીને બંને મદારીઓ ત્યાંથી બિન્દાસ્ત નીકળી ગયા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..