કડક વલણ વચ્ચે પણ પોલીસ (Gujarat police)ના કુમળા હૃદયની ભાવનાઓની પ્રતીતિ થતી હોય છે. આવા જ દ્રશ્યો પંચમહાલના યાત્રાધામ પાવાગઢ (Pavagadh)માં જોવા મળ્યા હતા. આજના યુગમાં પોતાના સંતાનો મા બાપને જે રીતે દર્શન માટે ન લઈ જાય એવા હરખભેર રીતે પંચમહાલ પોલીસ (Panchmahal police)ના બે જવાનોએ મધ્યપ્રદેશની 80 વર્ષીય વૃદ્ધાને ગોદમાં ઊંચકી પગથિયાં ચડી ઉતરી દર્શન કરાવવા લઈ ગયા હતા. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ મુસ્લિમ (Muslim) સમુદાયના હતા. બંનેએ વૃદ્ધા પોતાની જ માતા હોય તે રીતે તેમને ઊંચકી નીજ મંદિરમાં લઇ જઇને દર્શન કરાવ્યા હતા. આ સાથે જ બંને જવાનોએ પોલીસનો ધર્મ ખરા અર્થમાં માનવ ધર્મ હોય છે તેનું જીવંત ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોલીસના માનવતા વાદી વલણના દ્રશ્યો અનેક સ્થળે જોવા મળતા હોય છે. એક તબક્કે કાયદો વ્યવસ્થા જાળવવા કડક વલણ અપનાવતી પોલીસ પ્રત્યે જન માનસમાં ઉદ્દભવતી છબી જરૂર ઝાંખી પડી જતી હોય છે. એવું જ કંઈક યાત્રાધામ પાવાગઢમાં જોવા મળ્યું હતું. આસો નવરાત્રીના પ્રથમ નોરતે (Navratri 2021 first day) જ મધ્યપ્રદેશ (Madhya Pradesh)થી માતાજીના દર્શન કરવા એક 80 વર્ષીય વૃદ્ધા કોઈ સહારા વિના છેક માચી સુધી પહોંચી ગયા હતા. પરંતુ પાવાગઢ ખાતે પ્રથમ નોરતે અંદાજીત એક લાખથી વધુ ભક્તોનો ધસારો હોવા ઉપરાંત વૃદ્ધા અશક્ત હતા. વૃદ્ધા સ્વમેળે પગથિયાં ચડી મંદિર સુધી પહોંચી શકે એમ ન હતા. એટલે માચીમાં એક સ્થળે આવી સવારે 11 વાગ્યાથી બેસી રહ્યા હતા.
બીજી તરફ પાવાગઢમાં નવરાત્રી દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા હાલ ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત રખાયો છે. જેથી ફરજ બજાવતાં કોન્સ્ટેબલ રિયાઝ ભારખાણી (Riyaz Bharkhani) જે હાલોલ પોલીસ મથક (Halol Police station)માં ફરજ બજાવે છે અને રિતેશ પટેલ (Ritesh Patel) જેઓ ગોધરા એસઆરપી ગ્રૂપ-5માં ફરજ બજાવે છે, બંનેની નજર વૃદ્ધા ઉપર પડી હતી. બંનેએ પૂછપરછ કરતાં જ વૃદ્ધાએ પોતે અગાઉ છવાર માતાજીના દર્શન કર્યા છે અને હવે મૃત્યુ પહેલાં માતાજીના દર્શન કરવાની એક મહેચ્છા છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પોતાના બે પુત્રો છે. જેઓને દર્શન માટે લઈ આવવા વિનવણી કરી પરંતુ લાવ્યા નથી. હું પણ હવે દર્શન કર્યા વગર તો પરત નહીં જ જાઉં, ભલે અહીં મોત કેમ ના આવે!
આ સમયે વૃદ્ધાની જીદ અને માતાજીના દર્શન કરવાની અતૂટ ભાવના જોઈને બંને પોલીસ કોન્સ્ટેબલે વૃદ્ધાને દર્શન કરાવવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ એક તરફ પોતાના પોઇન્ટ ઉપર ફરજ પણ હતી. જેથી આ બાબતને તેઓએ ઉચ્ચ અધિકારીઓને જણાવી હતી. દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ પણ સમજી ગયા હતા કે બાલ્ય અવસ્થા જેમ જ વૃદ્ધા અવસ્થામાં જીદ કરતી વ્યક્તિને સમજાવવું મુશ્કેલ છે. જેથીવૃદ્ધાને માતાજીના દર્શન કરાવવા માટે બંને કોન્સ્ટેબલને છૂટ આપી હતી.
મંદિરમાં ભક્તોની ભીડ ઓછી થતાં બંને કોન્સ્ટેબલ પોતાની સગી માતાની જેમ વૃદ્ધાને વારાફરતી ગોદમાં ઊંચકી નિજ મંદિર સુધી પહોંચી ગયા હતા અને દર્શન કરાવી પરત ઊંચકીને માચી સુધી લઈ આવ્યા હતા. બંને પોલીસ કોન્સ્ટેબલનું માનવતાવાદી વલણ જોતાં જ પગથિયાં ઉપર અવરજવર કરતાં અન્ય ભક્તોના મુખે એક જ ઉદ્દગાર સરી પડતા સાંભાળવા મળતાં હતા કે, કોઈ પોતાના સગા મા બાપને પણ આવી રીતે ઊંચકીને ન લઈ જાય. બીજી તરફ વૃદ્ધાએ પણ બંને કોન્સ્ટેબલને ગદગદિત સ્વરે આશીર્વાદ આપ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..