ડીસાના ધરપડા ગામે લગ્નમાં જઈ રહ્યા હતા, આસેડા પાસે બાઈક સ્લિપ થયું, એકનું પાલનપુર અને બીજાનું મહેસાણાના દવાખાનામાં મોત
બુધવારે લગ્નના ફેરા લેવાય એ પહેલાં જ મંગળવારે રાત્રે મહેસાણા દવાખાનામાં મોત થયું, છ માસના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી
સરસ્વતી તાલુકાના વાહણા ગામના બે મિત્ર ડીસા તાલુકાના ધરપડા ગામે રવિવારે સાંજે બાઈક લઈને લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે આસેડા નજીક અચાનક બાઈક સ્લિપ થઈ જતાં બન્ને જણા રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ખાનગી વાહનમાં સારવાર અર્થે ડીસા અને ત્યાર બાદ પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનાં વારાફરતી મૃત્યુ થયાં હતાં. ઇજાગ્રસ્ત ભરતજી બચુજી ઠાકોરનું પાલનપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ભરતજી પ્રધાનજી ઠાકોરનું મહેસાણા ખાતે મંગળવારે રાત્રે મોત થયું હતું. બન્ને મિત્રનાં મોત થતાં વાહણા ગામ હીબકે ચઢ્યું હતું.
પિતાના મોતથી 6 માસના દીકરાએ પિતાની છત્ર છાયા ગુમાવી
અકસ્માતમાં મોતને ભેટેલા ભરતજી બચુજી ઠાકોર પરિણીત હતા અને પરિવારમાં 6 માસનો દીકરો પણ છે. આ નાનકડા બાળકે પિતા અને પત્ની પિન્કીબેને તેમના પતિ ગુમાવતાં મા- દીકરો નોધારા બન્યાં હતાં. એકસાથે રોડ અકસ્માતમાં એક જ ગામના બે મિત્રનાં મોત થતાં ગામમાં ગમગીની છવાઈ હતી.
સરસ્વતી તાલુકાના વાહણા ગામના ભરતજી બચુજી ઠાકોર અને ભરતજી પ્રધાનજી ઠાકોર બન્ને મિત્રો ધરપડા ગામે રવિવારે સાંજના સમયે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે ડીસા તાલુકાના ધરપડા- આસેડા એકમાર્ગીય રોડ પર પસાર થઈ રહ્યા હતા, એ સમયે અચાનક બાઈક સ્લિપ ખાઈ જતાં બાઈક પિલરે ટકરાતાં બાઈકચાલક અને પાછળ બેઠેલા બન્ને જણાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખાનગી વાહનમાં ખસેડવામાં આવ્યા હતા.
25 વર્ષીય ભરતજી બચુજી ઠાકોર ખેતીકામ કરતા હતા, જેનું સારવાર દરમિયાન પાલનપુર હોસ્પિટલમાં સોમવારે રાત્રે મોત થયું હતું, જ્યારે ભરતજી પ્રધાનજી ઠાકોર કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતો, જેનું મહેસાણા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે રાત્રે મોત નીપજ્યું હતું .
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..