હવે આ તારીખથી ટીવી જોવું પણ મોંઘું પડશે, 50 ટકા ખર્ચ વધશે, જાણો વધુ વિગતે

જો તમે પણ ટીવી જોવાના શોખિન છો તો તમારા માટે જાણવું જરૂરી છે કે 1 ડિસેમ્બરથી ટીવી ચેનલ્સના બિલ વધી જશે.

1 સપ્ટેમ્બરથી ટીવી ચેનલ્સના ભાવ વધવાના છે. દેશના મોટા બ્રોડકાસ્ટિંગ નેટવર્ક્સ ઝી, સ્ટાર, સોની અને વોયકોમ 18ને અમુક ચેનલ્સ પોતાના બુકેથી બહાર કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ટીવી દર્શકોને 50% સુધી વધારે ખર્ચ કરવો પડી શકે છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના નવા ટેરિફ ઓર્ડર લાગુ કરવાના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જણાવી દઈએ કે TRAIએ માર્ચ 2017માં ટીવી ચેનલ્સની કિંમતોને લઈને ન્યૂ ટેરિફ ઓર્ડર (NTO) જાહેર કર્યો હતો. ત્યાર બાદ 1 જાન્યુઆરી, 2020એ NTO 2.0 જાહેર થયો. તેના કારણે બધા નેટવર્ક NTO 2.0ના અનુસાર પોતાની ચેનલના ભાવ બદલી રહ્યા છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI)નો વિચાર હતો કે એનટીઓ 2.0 દર્શકોને ફક્તએ ચેનલોની પસંદગી અને ચુકવણી કરવાનો વિકલ્પ અને સ્વતંત્રતા આપશે, જેમને તે જોવા માંગે છે.

જાણો શું છે કારણ
બ્રોડકાસ્ટિંગ નેટવર્કે આ બુકમાં ઓફર કરવામાં આવતી ચેનલની મંથલી વેલ્યુ 15-25 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી હતી. પરંતુ TRAIના જણાવ્યા અનુસાર ટેરિફ ઓર્ડરમાં તે ઓછામાં ઓછા 12 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. એવામાં જ ચેનલ્સ માટે રોતાની મોટાભાગની ચેનલ ફક્ત 12 રૂપિયામાં ઓફર કરવું ખૂબ નુકસાનકારક હોઈ શકે છે. આ નુકસાન ઓછુ કરવા માટે નેટવર્ક્સના અમુક પોપ્યુલર ચેનલ્સને બુકેતી બહાર કરીને તેમના ભાવ વધારવાનો રસ્તો વિચારે છે.

કેટલા રૂપિયા ખર્ચ થશે?
સ્ટાર પ્લસ, કલર્સ, ઝી ટીવી, સોની અને અમુક રીઝનલ ચેનલ જેવી લોકપ્રિય ચેનલોને જોવા માટે દર્શકોને 35થી 50 ટકા વધારે ચુકવવા પડે છે. નવી કિંમતો પર નજર કરીએ તો, જો કોઈ દર્શક સ્ટાર અને ડિગ્રી ઈન્ડિયાની ચેનલો જોવા માંગે છે તો 49 રૂપિયા દર મહિનાની જગ્યા પર હવે એટલીજ ચેનલ માટે 69 રૂપિયા ખર્ચ કરવાના રહેશે.

Sony માટે તમારે દર મહિન્ 39ની જગ્યા પર 71 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. ZEE માટે 39ની જગ્યા પર 49 રૂપિયા અને Viacom18 ચેનલો માટે 25 રૂપિયા દર મહિનાની જગ્યા પર 39 રૂપિયા દર મહિના ખર્ચ કરવાનો રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો