આજનાં યુવાનોનો પણ ખેતી તરફ ઝોક વધતો જાય છે. ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો અનેક યુવાનો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી નોકરી કરવાના બદલે વતનમાં આવીને ખેતીમાં જોડાયાં છે. આજનાં આધુનિક જમાનામાં યુવાનો ખાનગી કંપનીઓની નોકરી ઠુકરાવીને પોતાની પરંપરાગત જમીનમાં ખેતી કરતા થયા છે. ઉચ્ચ અભ્યાસ અને આગવી કુશળતાથી યુવાનો આધૂનિક ખેતી કરવામા સફળ થાય છે. નર્મદા જિલ્લામાં પણ આવા જ બે ભાઈઓ છે, જેણે ઉચ્ચ અભ્યાસ તો કર્યો પણ નોકરી કરવાના બદલે ખેતી કરીને સારા પગારની નોકરીને પાછી રાખી દીધી છે.
નર્મદા જિલ્લાના તૃષાલ પટેલે વર્ષ 2009માં ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન એન્જિનિયરીંગનો અભ્યાસ અધવચ્ચે છોડીને ખાનગી કંપનીમાં બે વર્ષ 25000ના પગારે માર્કેટિંગની નોકરી કરી હતી. જો કે બાદમાં પરંપરાગત ખેતી કરતા પિતાને મદદ કરવા માટે તૃષાલ પટેલે આધૂનિક ખેતીની વાટ પકડી હતી. આજે બીકોમ થયેલા તૃષાલના મોટાભાઈ પણ તેમની સાથે મળીને 70 એકર જેટલી જમીનમાં આધૂનિક ખેતી કરી રહ્યા છે. આજના સમયમાં ઉચ્ચ અભ્યાસ કરીને સારા પગારની નોકરી કરતા યુવાનોને પાછા પાડીને આ ખેડૂત પુત્ર લાખોની કમાણી કરી રહ્યો છે.
25 હજારની નોકરી છોડીને આધૂનિક રીતે ખેતી કરી લાખોની કમાણી કરતા તૃષાલ પટેલની સક્સેસ સ્ટોરી
» નર્મદજિલ્લાના વાઘોડિયા વિસ્તારના ખેડૂત પટેલ – પરિવારમાં તૃષાલનો જન્મ
» તૃષાલપટેલે અધવચ્ચે છોડયો ઈલેક્ટ્રોનિક – કોમ્યુનિકેશન એજી.નો અભ્યાસ
» ડ્રીપ ઈરીગેશન પદ્ધતિ વિકસાવી 35 એકર જમીનમાં કર્યું – શેરડીનું વાવેતર
» પહેલા વર્ષે જમળી સફળતા, એકરદીઠ થયું 55-60 ટન જેટલું ઉત્પાદન
» પરંપરાગતકેળની ખેતી કરતા હતા તૃષાલના પિતા કનકભાઈ પટેલ
» તૃષાલે 35 એકર જમીનમાં શરૂ કરે શેરડી, તરબૂચ, હળદરની ખેતી
» પરંપરાગત ખેતી કરતાપિતા સાથે ખેતીકામમાં જોડાયા તૃષાલના મોટાભાઈ
» અભ્યાસ છોડીને 25 હજારના પગારે બે વર્ષ તૃષાલે કરી – ખાનગી નોકરી
» 2007માં તૃષાલનામોટાભાઈએ બીકોમ કરી ઠુકરાવી સારા પગારની નોકરી
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.