ગરમીમાં ડિઓ કે સ્પ્રે નહીં પણ રસોડાની આ 5 ચીજોના ઉપયોગથી કરો પરસેવાની સ્મેલને ચપટીમાં દૂર, અચૂક મળશે રિઝલ્ટ

ઉનાળામાં થતા પરસેવાના કારણે તમારા શરીરમાંથી બેડ સ્મેલ આવે છે તેને દૂર કરવામાં તમે રસોઈની કેટલીક ચીજનો ઉપયોગ કરી શકો છે.

ભલે તમે ઘરની બહાર પણ ન જાઓ તો પણ તમારે પરસેવાની સ્મેલના કારણે ક્યારેક શરમમાં મૂકાવવાની સ્થિતિ આવે છે. આ સમયે તમે ડિઓ કે અન્ય સ્પ્રેનો ઉપયોગ કરો છો પણ આજે અમે આપને રસોઈની કેટલીક ચીજનો ઉપયોગ જણાવીશું જેનાથી તમે પરસેવાની સ્મેલને દૂર કરીને રાહત મેળવી શકો છો.

શરીરમાંથી આવતી પરસેવાની સ્મેલને નિયંત્રણમાં રાખવાની અનેક રીતો છે. જેમાં એમાં એન્ટી બેક્ટેરિયલ સાબુથી ન્હાવું, શરીરને સારી રીતે સાફ કરવું અને સાથે એન્ટીપર્સપરિંટનો ઉપયોગ કરવો. આ સિવાય રોજ પગ સારી રીતે ધોવા અને જૂતા અને મોજા પણ સાફ રાખીને આ સ્મેલ પર કાબૂ મેળવી શકાય છે.

જાણો પરસેવાની સ્મેલથી છૂટકારો મેળવવાનો ઘરેલૂ ઉપાય

સિંધવ મીઠું

રોક સોલ્ટ કે સિંધવ મીઠું ક્લિન્ઝિંગ ગુણ ધરાવે છે. જે પરસેવાની સ્મેલને ખતમ કરે છે. આ સાથે સ્કીન પર રહેનારા રોગાણુની ક્રિયાને પણ પ્રભાવિત કરે છે. હૂંફાળા પાણીને એક ટબ તકે ડોલમાં લઈને તેમાં સિંધવ મીઠું મિક્સ કરો અને સારી રીતે હલાવી લો. જ્યારે તે ઓગળી જાય તો તેનાથી સ્નાન કરી લો.

ટામેટાનો રસ

ટામેટામાં વિટામીન સી ભરપૂર હોય છે. આ સાથે ત એન્ટી ઓક્સીડન્ટ વિશેષતા માટે જાણીતું છે. તે વધારાના પરસેવાને રોકે છે. સાથે શરીર પર બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગ માટે ટામેટાના રસમાં એક કપડું ડુબાડી લો અને શરીરના પ્રભાવિત ભાગ પર લગાવો જ્યાં વધારે પરસેવો રહે છે. આ છિદ્રોને બંધ કરશે અને સાથે વધારે પરસેવાને રોકશે.

બેકિંગ સોડા

જેને તમે ખાવાનો સોડા પણ કહો છો તે અલ્કલાઈન હોય છે. તેમાં શરીરના પરસેવાની સ્મેલ દૂર કરવાને માટે બેક્ટેરિયા દ્વારા થતા પરસેવામાં એસિડને સંતુલિત કરવાનો ગુણ છે. પરસેવાની સ્મેલ દૂર કરવા માટે બેકિંગ સોડા અને પાણીની સાથે એક પેસ્ટ બનાવો. તેને સીધી બગલમાં લગાવો અને સૂકાય તો તેને ધોઈ લો.

ગ્રીન ટી બેગ્સ

એન્ટીઓક્સીડન્ટ અને ડિટોક્સિફાઈંગ ગુણોથી ભરપૂર ગ્રીન ટી બેગ પરસેવાના કારણે શરીરમાંથી આવતી સ્મેલને દૂર કરવામાં વરદાન સમાન છે. ગરમ પાણીમાં થોડી વાર સુધી ગ્રીન ટી બેગને ડુબાડીને રાખો. એક વાર તે પલળી જાય તો તેને અંડર આર્મ્સના એ ભાગ પર લગાવો જ્યાંથી પરસેવાની સ્મેલ આવે છે. 5 મિનિટ સુધી આ ટી બેગ રાખ્યા બાદ તેને હટાવી લો અને તે જગ્યા પણ સાફ કરી લો.

સફરજનનો વિનેગર

એસિટિક એસિડને માટે પર્યાપ્ત માત્રાથી પ્રભાવિત સફરજનના વિનેગરમાં સ્વાભાવિક રીતે એસિડિક વિશેષતાઓ હોય છે. જે શરીરમાં વિષાક્ત રોગાણુઓને નષ્ટ કરે છે. આ બેક્ટેરિયાને હટાવે છે જે દુર્ગંઘ જન્માવે છે. તમારે કોટન બોલ્ને એપલ સાઈડર વિનેગરમાં પલાળી લેવાના છે અને પછી પરસેવા વાળા ભાગ પર લગાવવાના છે. તેને સૂકાયા બાદ તેને ઠંડા પાણીથી સાફ કરી લેવાથી સ્મેલની પરેશાની રહેશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો