શિયાળામાં બાજરાના રોટલા ખાઈને કંટાળ્યા છો તો હવે ટ્રાય કરો આ ગરમાગરમ વાનગી, મળશે અઢળક ફાયદા

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તમે બાજરી ખાવાની શરૂઆત કરી હશે પણ શું તમે તેના રોટલા સિવાય કોઈ નવી ચીજ ટ્રાય કરી છે. આજે અમે તમારા માટે બાજરી મેથીના ઢેબરાંની રેસિપી લાવ્યા છીએ. આ બંને ચીજો શિયાળામાં શરીરને માટે લાભદાયી રહે છે. તો જાણો બાજરી ખાવાથી કયા ફાયદા મળે છે.

બાજરી-મેથીનાં ઢેબરાં

સામગ્રી

  • 11/2 કપ બાજરાનો લોટ
  • 1 કપ બારીક સમારેલી મેથી
  • 2 થી 3 નંગ લીલાં મરચાં
  • 1 ચમચી ધાણાનો પાઉડર
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/4 કપ દહીં
  • 1/2 ચમચી તલ
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ જરૂર મુજબ

રીત

સૌપ્રથમ એક બાઉલમાં બાજરાનો લોટ અને મેથીનાં પાન મિક્સ કરો. એમાં ધાણા પાઉડર, લાલ મરચું, હળદર, દહીં, તલ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને કડક લોટ બાંધો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. હાથ પર થોડું તેલ લગાવી તૈયાર કરેલા લોટમાંથી ગોળા બનાવો. ત્યાર બાદ હથેળી વચ્ચે લઈ આંગળીઓથી થેપી થોડા ફ્લૅટ કરો જેથી જાડા ઢેબરા જેવો શેપ આવે. તૈયાર કરેલા ઢેબરાને ગરમ તેલમાં બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. પછી એને પેપર પર કાઢો. એમાંનું તેલ શોષાઈ જાય એટલે સર્વિંગ-પ્લેટમાં કાઢીને ચા સાથે નાસ્તા તરીકે સર્વ કરો.

બાજરી ખાવાના ફાયદા

  • તેમાંથી કેલ્શિયમ મળે છે જે સાંધાના દુઃખાવવામાં રાહત આપે છે.
  • બાજરી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
  • બાજરી વજનને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
  • તેમાં ડાયટ્રી ફાઈબર હોવાથી હાર્ટની તકલીફનું જોખમ ઘટે છે.
  • આયર્ન વધારે હોવાથી લોહીની ખામી રહેતી નથી.
  • લિવર, હાઈબીપી અને અસ્થમા જેવા રોગોમાં લાભદાયી રહે છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો