ભાવનગર: સિમેન્ટ ભરેલી ટ્રક પલ્ટી- 12 મહિલા, 3 બાળકો સહિત 19ના મોત

ભાવનગર-અમદાવાદ શોર્ટ માર્ગે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી છે અને રંઘોળા બાદ જાણે ફરી કાળમુખા વધુ એક ટ્રકે મોતનું તાંડવ સર્જ્યું છે. જેમાં 19 જેટલા શ્રમજીવી લોકોને કાળ ભરખી ગયો હોવાની વિગતો મળી રહી છે. રાત્રે અઢી વાગે ભાવનગર-અમદાવાદ શોર્ટ માર્ગ બાવળીયારી નજીક સિમેન્ટ ભરેલો ટ્રક પલ્ટી મારી જતા ટ્રક નીચે દબતા 18 વ્યક્તિના ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયામ મોત નીપજ્યું છે. મૃતકોમાં 12 મહિલા, 3 બાળકો અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે.

અમદાવાદ બરોડા તરફ જતા સિમેન્ટના ટ્રકે પલ્ટી મારી છે, તળાજાના સરતાનપર ગામના શ્રમજીવી મજૂર લોકો દબાયા

અમદાવાદ-વડોદરા તરફ જતા સિમેન્ટના ટ્રકે પલ્ટી મારી છે અને જેમાં તળાજાના સરતાનપર ગામના શ્રમજીવી મજૂર લોકો દબાયા છે અને જેમાં 19 જેટલા લોકોના મૃત્યુ પામ્યા અને સાતેક ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. સરતાનપર ગામની મજૂરની ટુકડી હોવાનું જાણવા મળ્યું છે. હાલ બચાવ કામગીરી શરૂ છે, પોલીસ, 108 સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે.

તમામ મહુવાના સરતાનપર ગામના મજૂરો

મૃતકોની યાદી

1- કાજલબેન બારૈયા, ઉંમર- 22, રહે.તળાજા

2- શોભાબેન મેર, ઉ.32 રહે. સરતાનપર, તા.તળાજા

3- ભોલુ મેર, ઉ.6, રહે.સરતાનપર, તા.તળાજા

4- પાયલબેન બારૈયા, ઉ.25, રહે. પાદરી, તા.તળાજા

5- ભોલુભાઈ ડાભી, ઉ.14, રહે.સરતાનપર, તા.તળાજા

6- મમતાબેન ચૌહાણ- ઉ.17, રહે. તળાજા

7- હરીભાઈ બારૈયા, ઉ.28, રહે. પાદરી, તા.તળાજા

8- કાનુબેન વેગડ, ઉ.50, રહે. પાદરી, તા.તળાજા

9- લખીબેન મકવાણા, ઉ.52, રહે.સરતાનપર, તા.તળાજા

10- હંસાબેન બારૈયા, ઉ.40, રહે.તળાજા

11- કૈલાસબેન ડાભી, ઉ.32, રહે.સરતાનપર, તા.તળાજા

12- આશાબેન ડાભી, ઉ.32, રહે.સરતાનપર, તા.તળાજા

13- લાભુબેન વેગડ, ઉ.40, રહે.સરતાનપર, તા.તળાજા

14- મયુરભાઈ ડાભી, ઉ.33, રહે.સરતાનપર, તા.તળાજા

15- કમલેશભાઈ ડાભી, ઉ.12, રહે.સરતાનપર, તા.તળાજા

16- હીરલબેન વેગડ, ઉ.13, રહે.સરતાનપર, તા.તળાજા

17- મધુબેન ચુડાસમા, ઉ.40, રહે.સરતાનપર, તા.તળાજા

18-ભુરાભાઈ મકવાણા, ઉ.50, રહે.સરતાનપર, તા.તળાજા

મૃતકોમાં 12 મહિલા, 3 બાળકો અને 4 પુરૂષોનો સમાવેશ થાય છે

રાત્રીના અઢી વાગ્યાનો બનાવ, મૃતકો એક જ કુટુંબના

ધોલેર-ભાવનગર રોડ પર આવેલા બાવળિયારી ગામે રાત્રે અઢી વાગ્યાની આસપાસ વડોદરા તરફ જતો સિમેન્ટનો ટ્રક પલ્ટી મારી ગયો હતો. આથી ટ્રકમાં બેઠેલા 30 જેટલા મહુલાના સરતાનપર ગામના મજૂરો ટ્રક નીચે દબાઇ ગયા હતા. જેમાં ઘટનાસ્થળે જ 18 વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 7 વ્યક્તિને ઇજા પહોંચતા તમામને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતકો એક જ કુટુંબના હોવાનું જાણવા મળ્યું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર