નોકરી-ધંધાની ભાગદોડમાં યોગ્ય ડાયટનો અભાવ અને ખરાબ લાઇફસ્ટાઇલ અનુસરવાથી ઘણા લોકોને હાઇ બીપી કે હાઇપરટેન્શન જેવા સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ હાઇ બીપી (High BP)ની સમસ્યા શરીરમાં બીજી અનેક સમસ્યાઓને નોતરે છે. ઘણા સંશોધનોમાં દાવો કરાયો છે કે, ખાણીપીણીની આદતોમાં સુધાર કરવાથી તમે શરીરની અનેક સમસ્યાઓથી બચી શકો છો. ગટ બેક્ટેરિયા અને ફ્લેવોનોઇડથી ભરપૂર ફૂડ્સનું સેવન હાઇ બીપીની સમસ્યામાં ખૂબ ફાયદાકારક છે. તેના માટે તમે નીચે જણાવેલ વસ્તુઓનું નિયમિત સેવન કરી શકો છો.
દરરોજ ખાવ સફરજન
સફરજન મોટાભાગના લોકોનું મનપસંદ ફળ હોય છે. તેમાં પ્રચૂર માત્રામાં ફ્લેવોનોઇડ્સ હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક ફળ છે તે આપણે જાણીએ છીએ અને તેથી જ કહેવાય છે કે દરરોજ એક સફરજનનું સેવન કરવાથી તમારે ડોક્ટર પાસે જવાની જરૂર રહેતી નથી. જોકે સફરજન યોગ્ય માત્રામાં ખાવા જોઇએ. તેમાં ફ્લેવેનોઇડ્સના ત્રણ અલગ અલગ પ્રકાર સબ ક્લાસ ફ્લેવોનોલ્સ, ફ્લેવોન અને ફ્લેવનોલ્સ મળે છે.
ફાયદાકારક છે સંતરા
શું તમે જાણો છો રોજ સંતરાનું સેવન કરવાથી તમે અનેક પ્રકારની શારિરીક સમસ્યાથી દૂર રહી શકો છો. એક રિપોર્ટ અનુસાર 100 ગ્રામ સંતરામાં લગભગ 19.6 એમજી ફ્લેવોનોઇડ્સ એગ્લિકોન રહેલ હોય છે. દરરોજ તાજા સંતરાનું સેવન તમને હ્યદય સાથે સંબંધિત બીમારીઓથી દૂર રાખી શકે છે. તેમાં રહેલ ફ્લોવોનોઇડ હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
ડુંગળી
રોજ ડુંગળીનું સેવન કરવાથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તેમાં સારી ક્વોન્ટિટીમાં ફ્લેવોનોઇડ્સની સાથે એંથોસાયનિન અને ક્વેરસેટિન જવા ફ્લેવોનોલ્સ પણ રહેલા છે.
કેલ
કેલમાં પણ તમને ભરપૂર માત્રામાં ફ્લેવોનોઇડ્સ મળી રહેશે. સ્વાસ્થ્ય માટે તેનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ પાંદડાવાળી સબ્જી ફ્લેવોનોઇડ્સની સાથે તમામ મિનરલ્સનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. તમે હાઇ બ્લડ પ્રેશર અને હાર્ટ સંબંધિત સમસ્યાઓમાં તેનું સેવન કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..