શું તમે નસકોરાંની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ 6 ઘરેલુ ઉપાય અચૂક થશે ફાયદો

જો તમે ઊંઘમાં નસકોરાં લેવાની સમસ્યાથી પીડિત છો તો તમારે વજન ઘટાડવાની સાથે અનેક ઉપાયો કરવા પડશે. કેટલાક એક્સપર્ટના મત પ્રમાણે નસકોરાંના અનેક કારણો હોઈ શકે છે, તેમાંથી મુખ્ય કારણ વધારે વજન છે. એક સ્વસ્થ વ્યક્તિનો BMI (બોડી માસ ઈન્ડેક્ષ) 19થી 20ની આસપાસ હોવો જોઈએ. જો BMI 25થી વધારે છે તો તે વધારે વજન હોવાનો સંકેત આપે છે. નસકોરાંની સમસ્યા દૂર કરવા માટે વજન ઓછું કરવાની સાથે આ ઘરેલુ ઉપાયો કામ લાગી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આદું-મધની ચા

આદું-મધની ચા પીવાથી પેટમાં દુખાવો, ઉધરસ, શરદી અને હૃદય સંબંધિત કેટલીક સમસ્યાઓમાં રાહત મળી રહે છે. સાથે જ તેનાં સેવનથી વજન પણ ઓછું કરી શકાય છે. તે ગળાંને આરામ આપે છે અને નસકોરાંને રોકે છે. દિવસમાં 2 વાર આ ચાનું સેવન કરી શકાય છે.

લસણ-ડુંગળીનું સેવન

લસણ અને ડુંગળીનું સેવન કરવાથી ગળાંમાં દુખાવો અને સોજો ઓછો થાય છે. તેનાથી સ્લીપ એપ્નિયાથી પણ બચી શકાય છે. તમારાં ભોજનમાં તેને સામેલ કરો. જોકે તેની અસર ત્વરિત જોવા નહીં મળે પરંતુ તે લાંબાગાળે લાભદાયી સાબિત થશે.

ફુદીનાનું તેલ

ફુદીનો ગળાં અને નાકની નળીના સોજાને ઓછો કરે છે. તેનાથી તમને શ્વાસ લેવામાં સરળતા રહેશે. પાણીમાં ફુદીનાનાં તેલના કેટલાક ટીપા નાખો. સૂતા પહેલાં આ પાણીથી કોગળા કરો. આ પ્રક્રિયા વારંવાર કરવાથી જલ્દી આરામ મળશે.

ફળોનું સેવન

મેલાટોનિન હોર્મોન સારી ઊંઘ માટે મદદ કરે છે. આ હાર્મોન ઊંઘની ગુણવત્તા પણ સુધારે છે. અનાનસ, નારંગી અને કેળામાં સારી માત્રામાં મેલાટોનિન કન્ટેન્ટ હોય છે. તે નસકોરાં રોકવામાં મદદરૂપ થાય છે. તેથી દરરોજ આ ફળોનું સેવન કરવું જોઈએ.

જેતૂનનું તેલ

વનસ્પતિ તેલનો ઉપયોગ કરવાથી હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ રહે છે. ખોરાકમાં જેતૂન અર્થાત ઓલિવ ઓઈલનો ઉપયોગ પણ નસકોરાંની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે. સૂતા પહેલાં જેતૂનનાં તેલનાં થોડા ટીપાં પાણીમાં ભેળવી તેનું સેવન કરવું જોઈએ. તેનાથી ગળાં અને નાકમાં આરામ રહે છે.

નાસ લો

શરદી અને ઉધરસની સમસ્યામાં જેમ નાસ લેવાથી આરામ મળે છે. તેમ નસકોરાંમાં પણ આરામ મળે છે. શ્વસનમાર્ગ ખુલ્લો ન રહેવાથી પણ નસકોરાં આવે છે, તેથી સૂતા પહેલાં નાસ લેવો એ સારો ઉપાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો