છત્રપતિ શિવાજી મહારાજને આપી અનોખી રીતે ટ્રીબ્યૂટ, આકાશમાંથી દેખાય છે શિવાજી મહારાજનો ફોટો

મહારાષ્ટ્રનું એક ગામ સોશિયલ મીડિયા પર અચાનક વાયરલ થઇ ગયું. આ ગામને હાલમાં ગૂગલ મેપ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. તેની પાછળનું એક ચોક્કસ કારણ છે, હકીકતમાં મહારાષ્ટ્ર નાં એક ગામ નિલંગાને ગુગલ મેપ પર જોવા પર અહીં એક ખેતરમાં શિવાજી મહારાજનું ચિત્ર નજર આવ્યું.

આ ચિત્રને કલાકાર મહેશ નિપાનિકરે શિવાજીની જન્મજયંતિ માટે બનાવ્યુ હતું. આને તેઓએ 2,40,000 ચોરસ ફૂટ ખેતીની જમીન પર 2500 કિલોગ્રામ વિવિધ પ્રકારનાં બીજનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું. તમને જણાવી દઇએ કે આ પહેલા પણ અલગ-અલગ મોકા પર તેઓએ વિવિધ પ્રસંગોએ આવાં અદભુત પેઇન્ટિંગ બનાવી ચૂકેલ છે.

સોશિયલ મીડિયા પર @Madan_Chikna નામનાં ટ્વિટર હેન્ડલથી આને પોસ્ટ કરવામાં આવેલ છે. ત્યાર બાદ આ દેખતા જ સોશિયલ મીડિયા પર તે વાયરલ થઇ ગયું. આને ટ્વિટમાં કેપ્શન લખ્યું- મહારાષ્ટ્રનાં લાતુર જિલ્લાનું નિલંગા ગામ ખેડૂતોએ આ શિવાજી મહારાજની અદભુત ‘ક્રૉપ આર્ટ’ બનાવી.

દોઢ હજાર કિલો બીજ રોપીને ઉગાડ્યું હતું ઘાસઃ

છત્રપતિ વીર શિવાજીની જયંતીનાં અવસર પર આ ગ્રાસ પેઇન્ટિંગને બનાવનાર કલાકાર મંગેશ નિપાણીકરનું કહેવું એમ છે કે અંદાજે દોઢ હજાર કિલો બીજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આકૃતિની સાઇઝ નક્કી કરીને તેમાં સપ્તાહ પહેલા ઘાસ ઉગાડ્યું હતું. થ્રી ડી ઇફેક્ટ લાવવા માટે તેમાં ગ્રાફ્ટિંગ પણ કરવામાં આવ્યું. સામાન્ય લોકો આને સરળતાથી જોઇ શકે તે માટે ખેતરને ચારે તરફ મોટી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે.

ગયા વર્ષે પણ બનાવી હતી રંગોળીઃ

લાતુરમાં ગયા વર્ષે પણ શિવાજી જયંતિ પર દેશની સૌથી મોટી રંગોળી બનાવવામાં આવી હતી. અઢી એકરનાં ક્ષેત્રમાં રંગોળીમાં 50 હજાર કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 50થી વધારે લોકોએ આમાં સતત 72 કલાક સુધી રંગ ભરીને આને પૂર્ણ કર્યુ હતું. આને બનાવનારાઓમાં મંગેશ નિપાણીકર અને અરવિંદ પાટીલ બંને શામેલ હતાં.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો