ટ્રાફિક નિયમો તોડનારા રીઢા ગુનેગાર નથી, માનવીય વર્તન કરવું: ગૃહમંત્રી હર્ષ સંઘવી

તાજેતરમાં રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડી પાસેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વાહન ચેકીંગની કામગીરી દરમિયાન ઘર્ષણ થયુ હોય તેમ જણાય છે. તેમાં અમદાવાદની ચાર મહિલાઓ અને પોલીસ કર્મી વચ્ચે ઘર્ષણ થયુ હતું. જેમાં ચેકીંગની કામગીરી કરતા પોલીસ કર્મીનું મહિલાઓ દ્વારા આઇકાર્ડ માંગવામાં આવતા મામલો બિચક્યો હતો. તેમાં જરૂરી કાગળિયાના અભાવનું કારણ બતાવી પોલીસ કર્મીએ મહિલાની કાર ટો કરાવી હતી. જેમાં કાર ટો થતા મહિલાઓ રસ્તા વચ્ચે રડી પડી હતી. જેમાં સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ મામલે સોશિયલ મીડિયા યૂઝર્સ આકરી પ્રતિક્રિયાઓ આપી એવા પણ સવાલો કરી રહ્યા છે કે, શું ગુજરાતના સામાન્ય નાગરિકોને પોલીસ પાસે આઇકાર્ડ માગી ના શકે.

આવામાં ગઇ કાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના એક કાર્યક્રમમાં કરેલ વાતને લઇ ચર્ચા થઇ રહી છે. ખરેખરમાં રાજ્યના ગૃહંમત્રી હર્ષ સંઘવીએ શહેર પોલીસના ગૌરવ સમારોહમાં કહ્યું હતું કે,‘પોલીસ ડિપાર્ટમેન્ટમાં સારી કામગીરી કરે તેને ભલામણ કરવા જવું નહિ પડે તે પ્રકારની અમે વ્યવસ્થા ગોઠવીશું અને જે લોકો ભલામણ-ઓળખાણથી આવેલા છે તેઓની પણ અમારી પાસે માહિતી છે’

સુરત શહેર પોલીસ દ્વારા સંજીવકુમાર ઓડિટોરિયમમાં ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પોલીસે સામાન્ય લોકો સાથે માનવીય અભિગમ દાખવવો જોઇએ. ખાસ કરીને ટ્રાફિકના નિયમો તોડનારા સાથે ગેરવર્તન થતું હોવાના કિસ્સા બને છે. ટ્રાફિકના નિયમો તોડનારા રીઢા ગુનેગારો નથી, તેઓ સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરવા તેમણે સૂચન કર્યુ હતુ.

વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું કે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે લોકો સારી કામગીરી કરે છે તેઓને ભલામણ કરવા નહિ જવું પડે તેવી વ્યવસ્થા કરવાનો વિશ્વાસ આપું છું અને જે લોકો સરકારના વિચારો સાથે કામ કરતા નથી પણ નેતા કે અધિકારીઓની ભલામણ-ઓળખાણ કરાવશે તો તેઓ અમારી વ્યવસ્થામાં સેટ નહિ થઇ શકશે એવી પણ ગૃહમંત્રીએ ટકોર કરી હતી. ગૃહમંત્રીએ ગુજરાત સહિત શહેર પોલીસે કોરોના કાળમાં કરેલી કામગીરીના વખાણ કર્યા હતા. સાથોસાથ શહેર પોલીસના ડ્રગ્સ નાબુદી અભિયાનની પણ પ્રશંસા કરી હતી. ગુજરાત પોલીસ સમગ્ર દેશમાં અવ્વલ હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતુ. પોલીસ માટે નવી હાઉસિંગ પોલીસી બનાવાઇ રહી હોવાની પણ ગૃહમંત્રીએ વાત કરી હતી.

ઉલ્લેખનિય છે કે, આજે રાજકોટમાં બનેલ સમગ્ર બનાવ અંગે રાજકોટ શહેર ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણાએ મીડિયાને નિવેદન આપતાં જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસના વાઇરલ વીડિયો મામલે તપાસ કરવામાં આવશે અને આ સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ઈન્કવાયરી બેસાડવામાં આવશે. જો કોન્સ્ટેબલનો વાંક હશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. જે પોલીસ ટ્રાફિક નિયમનું પાલન નહિ કરે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો