ભાવનગર જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રિથી વરસાદ (Rain Fall)ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યારે ભાવનગર (Bhavnagar) જિલ્લાનાં પાલિતાણા (Palitana)નાં મોટી રાજસ્થળી રોડનાં શીતળા માતાજી મંદિર પાસે આવેલા કોઝવે પરથી માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતા એ દરમિયાન અકસ્માતે (Accident) કોઝવે પરથી ત્રણેય લોકો તણાઈ જતા જેમાં પુત્ર અને પુત્રીનાં મોત (Death by drowning) થયાં હતાં. જ્યારે ઘટનામાં માતાનો બચાવ થયો હતો.
ભાવનગર જિલ્લાનાં પાલિતાણામાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં અને મોટી રાજસ્થળીરોડ શીતળા માતાજી મંદિર પાસે આવેલા નાળા પાસેથી એક્ટિવા લઈને માતા બંને બાળકોને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતા. તે દરમિયાન નાળામાં એક્ટિવા તણાયું હતું. જેમાં ત્રણેય લોકો તણાયાં હતા. જો કે માતા મીનાબેનનો બચાવ થયો છે. જ્યારે પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.
ફાયર અને સ્થાનિક લોકોની કલાકોની જહેમત બાદ બાળકોના મૃતદેહો મળ્યા હતા. આ ઘટનાને લઈ તાત્કાલિક પાલિતાણા નગરપાલિકાની ફાયરબિગ્રેડને જાણ કરાતાં તેણે ઘટના સ્થળે પહોંચી તણાયેલી વ્યક્તિની શોધ ખોળ હાથ ઘરી હતી. એમાંથી બંને તણાયેલાં બાળકોની લાશ કલાકો ની જહેમત બાદ મળી હતી. જેમાં મૃતક જેઠવા કિરણ રાજુભાઈ (ઉ.વ.૧૨) તથા જેઠવા વિનય રાજુભાઈ (ઉ.વ.૧૮)ના મૃતદેહો મળ્યા હતા
આ ઘટના બાદ સ્થળ પર લોકોનાં ટોળેટોળા ઊમટી પડ્યાં હતાં. આ ઘટનાને લઈ પાલિતાણામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આ ઘટનાને જરૂરી કેસ-કાગળો કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..