અનેક લોકોને કંઈ પણ જમ્યા બાદ ટૂથપિક (Toothpick) અથવા માચિસની સળીથી દાંત (Teeth) સાફ કરવાની આદત હોય છે. અનેક મહિલાઓ અને પુરુષોને આ પ્રકારે દાંતમાં કંઈ ભરાયેલું હોય તો તે કાઢવાની આદત (Habit) હોય છે. આ નાનકડી આદતના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ થઈ શકે છે.
ટૂથપિક અથવા માચિસની સળીથી દાંત કોતરવાથી દાંત અને પેઢાની અનેક પ્રકારની તકલીફ થાય છે. આ પ્રકારની આદતથી દાંત અને પેઢાની કયા પ્રકારની મુશ્કેલી ઊભી થાય છે, તે અહીં જણાવવામાં આવ્યું છે.
ટૂથપિકથી દાંત સાફ કરવાથી દાંત વચ્ચે જગ્યા થઈ શકે છે. દાંત વચ્ચે જગ્યા થઈ જવાથી દાંત ખરાબ લાગી શકે છે અને તે જગ્યામાં જમવાનું ફસાઈ જવાથી સડો પણ થઈ શકે છે.
દાંત નબળા પડી શકે છે
વારંવાર ટૂથપિક અને માચિસની સળીથી દાંત સાફ સાફ કરતા કરતા અનેક લોકો તેને ચાવવા પણ લાગે છે. જેના કારણે ઈનેમલના પડને નુકસાન પણ થઈ શકે છે અને દાંત નબળા પડવા લાગે છે.
દાંતના મૂળને નુકસાન થઈ શકે છે
વારંવાર ટૂથપિકનો ઉપયોગ કરવાથી દાંતના મૂળ નબળા પડી શકે છે. ઘણી વાર દાંત સાફ કરતા કરતા ટૂથપિક તૂટી જાય છે અને દાંતમાં ફસાઈ જાય છે. જેના કારણે ટિશ્યૂઝને નુકસાન પણ થઈ શકે છે.
પેઢામાંથી લોહી પણ નીકળી શકે છે
ટૂથપિક અને માચિસની સળીથી દાંત સાફ કરવાથી પેઢાને ઈજા થઈ શકે છે અને લોહી પણ નીકળી શકે છે. જે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
શું કરવું જોઈએ
ટૂથપિક અને માચિસની સળીથી દાંત સાફ કરવાની આદત છોડી દેવી જોઈએ. તમને આ પ્રકારે દાંત સાફ કરવાની આદત હોય તો માચિસની સળીની જગ્યાએ તમે લીમડાની સળીનો ઉપયોગ કરી શકો છો. લીમડામાં એન્ટીબેક્ટીરિયલ ગુણ હોવાના કારણે દાંતને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી.
ટૂથપિકથી દાંત સાફ કરવાની આદત છોડવા માટે ભોજન કર્યા બાદ કોગળા કરવાની આદત પાડવી જોઈએ. હુંફાળા પાણીમાં મીઠું નાંખીને તે પાણીથી કોગળા કરવા જોઈએ.
ભોજન કર્યા બાદ બ્રશ કરવાની આદત હોવી જોઈએ. બ્રશ કરવાથી દાંતમાં ભોજનના કણો રહેતા નથી અને દાંત સાફ થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..