હવે હોટલમાં નહીં ઘરે જ બનાવો ગરમા ગરમ ટોમેટો સૂપ, ઠંડીમાં પીવાની મજા પડશે, જાણો બનાવવાની રીત

તમે અનેક વખત હોટલમાં જમવા જાઓ છો ત્યારે તમે પહેલા સૂપ મંગાવો છો એમાં પણ ખાસ કરીને ટોમેટો સૂપ ઘણા લોકોનું ફેવરિટ હોય છે તો આજે અમે તમારા માટે ટોમેટો સૂપની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલું અને સ્વાદિષ્ટ હોય છે. ખાસ કરીને તમે શિયાળામાં ગરમા ગરમ ટોમેટો સૂપ ઘરે બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ટોમેટો સૂપ…

સામગ્રી

  • 5 નંગ – પાકા લાલ ટામેટા
  • 6 નંગ – લસણની કળી
  • 1/2 નંગ – બીટ સમારેલું
  • 1 નંગ – ડુંગળી, સમારેલી
  • 1/2 ચમચી – તેલ
  • 1/2 ચમચી – ઝીણું સમારેલું લસણ
  • 1 ચમચી – મરી પાવડર
  • 1 ચમચી – ખાંડ
  • 1/2 ચમચી – લાલ મરચું પાવડર
  • સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ ટામેટાને ધોઇને તેને સમારી લો તે બાદ ડુંગરીને મોટા ટુકડામાં સમારી લો. હવે એક ગ્લાસ પાણીમાં ટામેટા, લસણ બીટ અને ડુંગળીને 2 સીટી વગાડીને બાફી લો. હવે કુકરને ઠંડુ કરીને મિક્સરમાં ટામેટાની પ્યોરી બનાવી લો. હવે તેને ગરણીથી ગાળી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી લો તેમા ઝીણું સમારેલું લસણ સાંતળી લો. હવે તેમા ટામેટાની પ્યોરી ઉમેરીને લો. તે બાદ તેમા જરૂરિયાત મુજબ પાણી ઉમેરી લો. સૂપ ઉકળે એઠલે ચેમા મરી પાવડર અને મીઠું ઉમેરી લો. હવે તેમા લાલ મરચું પાવડર ઉમેરીને 5 મિનિટ હલાવી લો. ત્યાર પછી ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે ગરમા ગરમ ટામેટાનું સૂપ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો