ઘણા લોકો ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન રહે છે. યોગ્ય સમયે ઊંઘ ન આવવાને કારણે સવારે ઊંઘ ખુલતી પણ નથી. જબરદસ્તીથી ઉઠવાના કારણે આખો દિવસ બેચેની રહે છે અને સરખી રીતે કામ પણ કરી શકતા નથી. આ સમસ્યાને દૂર કરવા માટેનો ઉપાય છે તળિયાઓની માલિશ કરવી. જેના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે, સાથે સાથે આંખોની દ્રષ્ટિ પણ સારી થાય છે અને ગેસ, ઓડકાર, કબજિયાતથી પણ રાહત મળે છે. તળિયાની માલિશ કરવાથી ચહેરા પર પણ ચમક આવે છે. તો ચાલો જાણીએ તળિયાની માલિશ કરવાના ફાયદાઓ –
ઊંઘ માટે – જ્યારે તમે રાત્રે ઊંઘતા પહેલા સરસવનું તેલ લઈને તેનાથી પગના તળિયાની સારી રીતે માલિશ કરો. તેના કારણે પગના નર્વ્ઝ રિલેક્સ થઇ જાય છે. અંગૂઠા, આંગળીઓ પર તેલ લગાવો અને તેને હળવેથી દબાવો, પછી આંગળીઓની નીચે ગોળ ગોળ ફેરવતા મસાજ કરો. તમારી આંગળીઓથી થોડું દબાવીને મધ્ય ભાગની માલિશ કરો. આ રીતે મસાજ પૂર્ણ કરો. 5-10 મિનિટનો મસાજ તમામ થાક દૂર કરશે અને તમને આરામદાયક ઊંઘ મળશે. તમે સવારે ખૂબ જ તાજગી અનુભવશો. તમે મસાજ માટે સરસવ અથવા નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો.
ડિપ્રેશનથી છુટકારો – જે લોકોને તણાવ, ડિપ્રેશન જેવી સમસ્યાઓ હોય તેમણે પણ પગના તળિયાને તેલથી માલિશ કરવી જોઈએ. પગ અને હાથ પર તેલની માલિશ કરવાથી થાક જ નહીં પણ ટેન્શન પણ દૂર થાય છે. દિવસમાં બે વખત 3-4 મિનિટ માટે માલિશ કરવાથી ઘણી રાહત મળશે. તમે શારીરિક અને માનસિક રીતે હળવાશ અનુભવશો.
પગમાં રક્ત પરિભ્રમણ વધશે – આખો દિવસ, તમે ઉભા રહીને અથવા સતત બેસીને કામ કરો છો અને પગરખાં પહેરો છો, પગ મુક્તપણે શ્વાસ લેવામાં સક્ષમ નથી, જેના કારણે પગમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. તો આ માટે રાત્રે તેલથી પગની માલિશ કરવી જરૂરી છે. શરીરમાં લોહીનું યોગ્ય પરિભ્રમણ પણ ઘણી સમસ્યાઓ દૂર કરે છે. તે પગની ત્વચાને કોમળ પણ રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..