કોરોના મહામારીના સમયમાં લોકો પોતાની હેલ્થને લઈને વધારે ચિંતિત રહે છે. આ સમયે શરદી, ખાંસી અને તકલીફનો ડર રહે છે. જો કે અનેક વાર આવું સીઝનના ફેરફાર અને અન્ય કારણોના લીઘે પણ બને છે. આવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ ગળામાં થતી ખરાશનું. તેને ઈગ્નોર ન કરો કારણ કે તે કેન્સર જેવી મોટી બીમારીનો ખતરો પણ હોઈ શકે છે. માટે તરતત જ ઘરેલૂ ઉપાયો કરો અને લક્ષણોને પણ જાણો.
જ્યારે તમારા ગળાનું દર્દ વધી જાય છે ત્યારે તમને બોલવામાં પણ તકલીફ પડે છે અને સાથે તેના દર્દના કારણે ખાવાનું ખાવામાં પણ તકલીફ પડે છે. તમે તેનાથી પરેશાન છો તો તમે ખાસ ઉપાયો કરી શકો છો. પણ એ પહેલાં જાણો કે આ કયા કારણોના લીધે થાય છે.
ગળાની ખરાશ માટે આ કારણો છે જવાબદાર
ગળામાં દર્દ થવું એ એક સામાન્ય વાત છે. અનેક વાર શરદી, ફ્લૂ અને વાયરલ સંક્રમણ તેનું કારણ બને છે.
ગળામાં ખરાશ, સંક્રમણ કે સૂકી હવાના કારણે તેવું થતું હોય છે. જ્યારે આ વધે તો મુશ્કેલી આવે છે.
બેક્ટેરિયાના સંક્રમણના કારણે પણ ગળામાં ખરાશ રહે છે.અનેકવાર આ એલર્જીના કારણે શક્ય બને છે.
સૂકી હવા મોઢા અને ગળાનો ભેજ શોષી લે છે. તેનાથી ગળું સૂકાય છે. તેનું કારણ શિયાળામાં ચાલતું હીટર છે. તેની હવા સૌથી શુષ્ક રહે છે.
અનેકવાર સિગરેટ કે તમાકુનો ધુમાડો, રસાયણો અને વાયુ પ્રદૂષણ પણ ગળામાં ખરાશ અને બળતરા જન્માવે છે.
ગળામાં ખરાશનું કારણ કેન્સર હોવાનો સંકેત પણ આપે છે. ગળા, જીભનું એક ટ્યૂમર ગળામાં ખરાશનું કારણ છે. આ કારણે તરત જ તેની સારવાર જરૂરી છે.
ગળામાં ખરાશ રહે છે તો કરો આ ઘરેલૂ ઉપાયો
એક રિપોર્ટ અનુસાર તમે ઘરે જ ગળાની ખરાશને સરળતાથી દૂર કરી શકો છો. આ માટે જરૂરી છે કે તમે તેને સંક્રમણથી લડવાનો અવસર આપવા માટે આરામ આપો.
ગળાની ખરાશને દૂર કરવા માટે ગરમ પાણી અને તેમાં 1 ચમચી મીઠું મીક્સ કરો અને તેનાથી કોગળા કરો.
ગરમ પીણા જેમકે ગરમ ચા, કોફી, સૂપ લીંબુ પાણી વગેરેનો ઉપયોગ કરો. આ સિવાય તમે હર્બલ ટી પણ યૂઝ કરી શકો છો અને તેનાથી પણ ગળાને આરામ મળે છે.
હવામાં ભેજ કાયમ રાખવા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો. આનાથી હવામાં ભેજ બની રહેશે અને સાથે જ ગળાને તરત આરામ મળશે.
જ્યારે તમારા ગળામાં ખરાશના કારણે દર્દ રહેતું હોય ત્યારે તમે વધારે બોલવાનું ટાળો. આમ કરવાથી દર્દમાં રાહત મળશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..