માણસનો જન્મ માણસની શક્તિઓ સાથે થાય છે. કહેવાય છે કે ધરતી પર રહેતા તમામ પ્રાણીમાં મનુષ્ય સૌથી વધારે સમજદાર હોય છે. તે રંગ, સુગંધ, વગેરે વસ્તુ ઓળખી શકે છે, બોલી શકે છે, દેખી શકે છે, પારખી શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, માણસનું દિમાગ ખુબ શક્તિશાળી છે. પરંતુ આપણે આપણી શક્તિનો તેટલો ઉપયોગ નથી કરી શકતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, માણસ પોતાની શક્તિનો માત્ર પોતાના જીવનમાં 20થી 25 ટકા જ ઉપયોગ કરે છે.
તમને વિશ્વાસ નહી થાય પરંતુ દુનિયામાં કેટલાક એવા વ્યક્તિઓ છે જેમના દિમાગનો એ ભાગ પોતે અથવા કોઈ કારણસર જાગૃત થઈ ગયો હતો, જેમના કારનામા સાંભળી તેનો વિશ્વાસ કરવો આપણી સમજ અને વિચારની બહાર છે. આ રીતે આ લોકોના જીવનમાં બનેલી ઘટનાઓ કોઈ ચમત્કારથી ઓછી નથી. તો જોઈએ આ દુનિયાના ત્રણ એવા રહસ્યમય વ્યક્તિ જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી.
1 – શ્રીનિવાસ રામાનુજ
દક્ષિણ ભારતના નાના ગામ કુંભકોનમમાં જન્મેલા શ્રીનિવાસ રામાનુજ ખુબ મોટા ગણિતવિદ્વાન હતા. રામાનુજ ખુબ ગરીબ પરિવારમાં જનમ્યા હતા, તેમણે માત્ર 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, તેઓ 10માં ધોરણમાં અસફળ થયા હતા. પરંતુ તેમની ગણીતમાં એટલી જબરદસ્ત પકડ હતી કે મોટો-મોટા ગણિત વિદ્વાન પણ તેમની આગળ નિષ્ફળ સાબિત થતાં, આજદીન સુધી રામાનુજ કરતા મોટા ગણિત વિદ્વાન પેદા નથી થયા. આમ તો ગણિતના કેટલાએ વિદ્વાન થયા, પરંતુ તે લોકો પ્રશિક્ષિત હતા, પરંતુ રામાનુજ કોઈ પણ પ્રકારના પ્રશિક્ષણ વગર મહાન હતા. જે પ્રશ્નોનો જવાબ આપવા માટે ગણિત વિદ્વાનોને કલાકો લાગી જતા, તેનો જવાબ તે એક જ પળમાં આપી દેતા હતા. તેમની ધીમે ધીમે પ્રસિદ્ધી વધતી ગઈ તો દુનિયાના મહાન ગણિત વિદ્વાને તેમને મળવા બોલાવ્યા તેઓએ રામાનુજ સાથે મુલાકાત કરી પોતાનાથી મહાન ગણિત વિદ્વાન માની લીધા. વૈનિકોએ તેમના દિમાગ પર સંસોધન કર્યું, તો જાણવા મળ્યું કે, તેઓ મગજથી કોઈ પણ જવાબ નથી આપતા. કારણ કે દિમાગને વિચારવા માટે થોડો સમય જોઈએ છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ માની લીધુ કે રામાનુજના મગજનો કોઈ એક ભાગ જાગૃત થઈ ગયેલો છે, જે દરેક મનુષ્યના દિમાગમાં જાગૃત નથી હોતો.
2 – પ્રહલાદ જાની
ભારતના ગુજરાત રાજ્યના મહેસાણા જીલ્લામાં છારડા ગામમાં રહેતા હતા પ્રહલાદ જાની, તેમને ચૂંદડીવાળા બાબા તરીકે પણ ઓળખાતા હતા. આ બાબા આ દુનિયા માટે અને વિજ્ઞાન માટે રહસ્યમય હતા. જે ખરેખર એક કુદરતનો કરિશ્મા જ કહેવાય. તમને એમની વિશેષતા જાણીને નવાઈ લાગશે, પરંતુ ડોક્ટરો અને વૈજ્ઞાનિકોના ટેસ્ટમાં પણ સાબિત થઈ ગયું છે કે, આ બાબાએ 75 વર્ષથી ક્યારે કઈ ખાધુ પણ નથી કે પાણી પણ નથી પીધુ. એટલે કે અન્ન જળ વગર 75 વર્ષથી આ પૃથ્વી પર જીવી રહ્યા હતા.
બાબા પ્રહલાદ જાનીનું કહેવું છે કે, તેમણે 7 વર્ષની ઉંમરે જ આત્માનું જ્ઞાન મેળવવા ઘરનો ત્યાગ કરી જંગલમાં પ્રયાણ કર્યું હતું, તેમણે ખાધા-પીધા વગર 100 કિમીનું અંતર કાપ્યું. આ દરમ્યાન તેમને થાક પણ ના લાગ્યો કે ભૂખ પણ ના લાગી અને ઊંઘ પણ ના આવી. ચાર વર્ષ તેઓ જંગલમાં રહ્યા અને તપસ્યા કરી આ દરમ્યાન તેમણે ખાધા-પીધા વગર અહીં જીવન વિતાવ્યું. ત્યારબાદ તેમણે ધાર્મિક અનુબવ લેવાનું વિચાર્યું, તેમનું કહેવું હતું કે, મારા પર માતા અંબાજીનો આશિર્વાદ છે. આજ કારણસર હું 75 વર્ષથી ખાધા-પીધા વગર માત્ર હવા ખાઈને જીવી રહ્યો છું. તે અંબાજી માતાના મોટા ભક્ત હતા, જેથી તે કપડા પણ મહિલાઓની સાડીમાંથી પહેરે છે.
તેમના ખાધા-પીધા વગર માત્ર હવાથી જીવતા રહેવાના દાવાને કેટલાએ લોકોએ ના માની, આખરે 2003માં અમદાવાદની એક જાણીતી હોસ્પિટલના ડોક્ટરની ટીમે તેમનો ટેસ્ટ કર્યો આ ટેસ્ટ લગભગ ત્રણ અઠવાડીયા સુધી ચાલ્યો, તેમાં ખબર પડી કે આ બાબા કઈ પણ ખાધા-પીધા વગર જીવી રહ્યા છે. આજ રીતે ફરી 2010માં પણ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો, તેમાં પણ તેઓ સફળ રહ્યા. ટેસ્ટ લેનારા ડોક્ટરો પણ તેમના શરીરના રહસ્યથી આશ્ચર્યમાં છે.
3 – એડગર કાયસ
જા અસાધારણ વ્યક્તિ છે એડગર કાયસ. અમેરિકામાં જન્મેલા એડગર કાયસના જીવનમાં એક વિચિત્ર ઘટના બની જેમાં જ્યારે તે 25 વર્ષના હતા, ત્યારે તે ઝાડ પરથી પડી ગયા અને કોમામાં જતા રહ્યા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ડોક્ટરોએ ખુબ કોશિસ કરી, પરંતુ તેમને કોમામાંથી બહાર ન લાવી શક્યા. અચાનક એક દિવસ હોસ્પિટલમાં જ કોમામાં રહેતા તેઓ બોલવા લાગ્યા. આ જોઈ ડોક્ટરોએ તે ભાનમાં છે કે નહી તે તપાસ કરવા સોય, પીન લઈ તમામ પ્રકારના પ્રયત્ન કર્યા પરંતુ ડોક્ટરો નિષ્ફળ રહ્યા.
મહત્વની વાત એ છે કે, બેભાન અવસ્થામાં તે બોલવા લાગ્યા હતા. આ જોઈ ડોક્ટરો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. એડગર કાયસ બેભાન અવસ્થામાં બોલ્યા અને કહ્યું કે, તે ઝાડ પરથી પડી ગયા હતા, અને તેમની કમ્મરની હડ્ડી, અને માથામાં ઈજા થઈ હતી. આ કારણથી તેમના શરીરના અંદરના તંત્ર નષ્ટ થઈ રહ્યા છે, જો અગામી એક અઠવાડીયામાં આની સારવાર કરવામાં નહી આવે તો તેમનું મોત થઈ જશે. આ સમયે એડગરે ડોક્ટરોને કેટલીક જડીબુટ્ટીઓ વિશે જણાવ્યું, જેનો રસ તેમના લોહીમાં મોકલવામાં આવશે તો તે બચી જશે તેમ કહ્યું. આટલું બોલી તે પાછા કોમામાં જતા રહ્યા. આ જડી બુટ્ટીઓ માટે શોધ કરવામાં આવી, જે બ્રાઝિલના જંગલમાંથી મળી ગઈ.
હવે હેરાન કરવા જેવી વાત એ છે કે, ડોક્ટરોએ જેવી આ જડીબુટ્ટીઓનો રસ વેક્સીન દ્વારા તેમના લોહીમાં પહોંચાડવામાં આવ્યો. અને થોડી જ વારમાં તેઓ કોમામાંથી બહાર આવી ગયા અને સાજા પણ થઈ ગયા.
ચોંકાવનારી વાત એ છે કે, એડગર કાયસને મેડિકલ સાયન્સ કે આયુર્વેદ, જડીબુટ્ટી સાથે તો તેમને દૂર-દૂર સુધી કોઈ સંબંધ ન હતો. તેઓ જ્યારે કોમામાંથી બહાર આવ્યા ત્યારે પૂછવામાં આવ્યું તો, તેમને આ મુદ્દે કઈ જ ખબર ન હતી. આ ઘટના બાદ એડગરની જિંદગીમાં ખુબ મોટુ પરિવર્તન આવ્યું. તેઓ જ્યારે પણ આંખો બંધ કરી કોઈ પણ બિમારીની સારવાર માટે વિચારતા તો તેનો ઈલાજ તેમને મળી જતો હતો. તેમણે જીવનમાં લગભગ આ રીતે 30 હજાર લોકોને ગંભીર બિમારીમાંથી બહાર કાઢી જીવ બચાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..