ઈન્દોરમાં સામે આવેલા સેક્સ સ્કેન્ડલમાં હવે બીજી આફત સામે આવી છે. હકીકતમાં આ સ્કેન્ડલમાં ફસાયેલી 10માંથી 3 યુવતીઓ કોરોના પોઝિટિવ આવી છે. આ ઉપરાંત એક ગ્રાહકને પણ ચેપ લાગ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે થાઈલેન્ડની 7 છોકરીઓ પકડાઈ છે, જેમાંથી 4 લિંગ બદલીને છોકરીઓ બની છે. આ અગાઉ તે પુરુષ હતી. યુવતીઓ પાસેથી જપ્ત કરાયેલા પાસપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. પાસપોર્ટમાં 4 છોકરીઓનું જેન્ડર મેલ લખેલું છે.
નોંધનિય છે કે, ગુરુવારે રાત્રે પોલીસે વિજય નગર વિસ્તારમાં આવેલા એટમ સ્પા સેન્ટરમાં દરોડો પાડીને આ કૌભાંડ ઝડપ્યું હતું. જે 10 છોકરીઓ પકડાઈ હતી તેમાથી 7 થાઈલેન્ડની હતી. આ ઉપરાંત 8 ગ્રાહકો પણ પકડાયા હતા, જેમા 3 ખંડવાના ખાલવા મંડળના ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો છે. હરસુદ વિધાનસભા વિસ્તારના આ નેતા રાજ્ય સરકારમાં વનમંત્રી વિજય શાહના પણ નજીકના છે. ત્રણેય એટોમ સ્પામાં મસાજ માટે ગયા હતા, તે દરમિયાન દરોડો પડ્યો હતો. પોલીસે તેઓની ધરપકડ કરી હતી.
આ અંગે મહિલા સ્ટેશન ઈન્ચાર્જએ જણાવ્યું કે તપાસમાં ત્રણ યુવતીઓ અને યુવક કોરોના પોઝિટિવ આવ્યા છે. જેથી મહિલા પોલીસ સ્ટેશનને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. સ્ટાફનું પણ ચેકિંગ કર્યું હતું. જેમા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચના તમામ જવાનોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે.
દેહ વેપાર માટે છોકરાઓ છોકરી બન્યા
પૂછપરછ દરમિયાન થાઈલેન્ડની ચાર છોકરીઓએ જણાવ્યું કે તેઓ પહેલા છોકરા હતા. વેશ્યાવૃત્તિ માટે લિંગ પરિવર્તન કરાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ચારેયએ થાઈલેન્ડમાં જ લિંગ પરિવર્તન કરાવ્યું હતું. તેના પાસપોર્ટમાં નામની સાથે જેન્ડર મેલ લખવામાં આવ્યું છે. ભારત આવ્યા બાદ તેઓ દેહ વેપારમાં સંડોવાયેલા હતા. શુક્રવારે પોલીસે તમામને કોર્ટમાં રજૂ કરીને જેલ મોકલી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..