રાજસ્થાનના ફતેહપુર શેખાવટીમાં રહેતા એક સરકારી શિક્ષિકાએ પોતાની વિધવા વહુના બીજા લગ્ન કરાવી સમાજને એક ઉત્તમ દૃષ્ટાંત પુરૂ પાડ્યું છે. સાસુએ વહુને દીકરીની જેમ વિદાઈ આપી હતી. શિક્ષિકા કમલાદેવીના નાના દિકરા શુભમના લગ્ન 25 મે 2016 માં થયા હતા. લગ્ન થયા પછી શુભમ MBBS ના અભ્યાસ માટે કિર્ગિસ્તાન ગયો હતો. જ્યાં નવેંબર 2016 માં બ્રેન સ્ટ્રોકથી શુભમની મૃત્યુ થઇ હતી.
શુભમના મૃત્યુ પછી સાસુએ વહુની હિંમત વધાવી અને એણે આગળ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યુ. જેનું પરિણામ એ આવ્યું કે આજે એમની વહુ ગ્રેડ-1 ની લેકચરર બની. હવે 5 વર્ષ બાદ કમલાદેવીએ પોતાની વહુના બીજા લગ્ન ધામધૂમથી કર્યા. એમની વહુનું નામ સુનિતા છે. જેના લગ્ન મુકેશ નામના યુવક સાથે કરવામાં આવ્યા.
કમલાદેવીનું કહેવું છે કે એમનો દિકરો શુભમ અને સુનિતા એક-બીજાને એક કાર્યક્રમમાં મળ્યા હતા. શુભમે આ વાત ઘર પર કહી તો પરિવારનાં સભ્યોએ સુનિતાના પરિવાર સાથે લગ્નની વાત કરી હતી. લગ્નના સમયે સુનિતાના ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી. જેના કારણે કમલાદેવીએ એમના દીકરાના લગ્ન દહેજ લીધા વિના કરાવ્યા હતા. પરંતુ નિયતિને કઈંક અલગ જ મંજૂર હતું. શુભમ સાથે લગ્ન થયાના ટૂંક સમયમાં જ (મહિનાઓમાં) એનું મૃત્યુ થયું .
તેમણે વધુમાં કહ્યું કે, ‘સુનિતા એ પહેલા પોતાના માતા-પિતાનાં ઘરે જન્મ લઈને તેમના ઘરને ખુશીઓ સાથે ભર્યુ હતું. લગ્ન પછી અમારા ઘરે એક દિકરાની જેમ રહી. અત્યારે જ્યારે એના લગ્ન મુકેશ સાથે થઇ ગયા છે, તો એ તેના ઘરને પણ ખુશીઓથી ભરી દેશે.’
વહુને દીકરીની જેમ ઘરે રાખ્યું
ક્મલાદેવીના મોટો દિકરો રજત બાંગડવાએ જણાવ્યું કે, નાના ભાઈ શુભમની મૃત્યુ પછી માતાએ સુનિતાને ખુબ પ્રેમ આપ્યું અને બદલામાં સુનિતાએ માતાની કહેલી તમામ વાતોને સ્વીકારી હતી. શુભમના મૃત્યુ પછી માતાએ સુનિતાને M.A.B.ed કરાવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવી હતી. ગત વર્ષે સુનિતાની પસંદગી History ની લેકચરર તરીકે થઇ હતી. હાલ સુનિતા ચુરૂ જીલ્લાના સરદાર શહેર વિસ્તારમાં નૈનાસર સુમેરિયામાં શિક્ષિકા છે. સુનીતાએ અમારા ઘરનું ધ્યાન રાખ્યું અને સાથે જ પોતાના માતા-પિતાનું પણ પૂર્ણ ધ્યાન રાખ્યું હતું. સુનિતાએ પોતાના નાના ભાઈને પણ ભણાવ્યું.
સાસુએ દીકરીની જેમ પ્રેમ આપ્યો
સુનિતાએ કહ્યું કે, ‘પતિના મૃત્યુ પછી સાસુએ મને એક દીકરીની જેમ પ્રેમ આપ્યું. એક નવું જીવન મળે એ હેતુ સાથે મારા લગ્ન મુકેશ સાથે કરાવ્યા. તેમણે જ મારું કન્યાદાન કરાવ્યું છે. જેનાથી હું ખૂબ જ ખુશ છું.’
મુકેશના પત્નીની મૃત્યુ રોડ અકસ્માતમાં થઇ હતી
રજતએ કહ્યું કે સુનિતાના પતિ મુકેશ હાલમાં ભોપાલ કૈગ ઓડીટરનાં પદ પર કાર્યરત છે. મુકેશના પરિવારમાં માતા-પિતા અને ભાઈ છે. જે સીકરના ચંદપુરા ગામમાં રહે છે. મુકેશની પ્રથમ લગ્ન પીપરાલી ગામની રહેવાસી સુમન બગડિયા સાથે થઇ હતી. જેની રોડ અકસ્માતમાં મૃત્યુ થઇ હતી. સુમન રાજસ્થાન પોલીસમાં ASI હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..