જાપાનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના માત્ર 16,569 કેસ નોંધાયા છે જે પૈકી 13,244 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અને કોરોના વાયરસના કારણે જાપાનમાં અત્યાર સુધીમાં કુલ 825 લોકોના મોત થયા છે. વર્ષ 2018ના આંકડા મુજબ જાપાનની કુલ વસ્તી 12 કરોડ 65 લાખની આસપાસ છે. જાપાન કોરોના વાયરસ પર કાબૂ મેળવવામાં મહદ અંશે સફળ થયો છે. તેઓ લગભગ આ જંગ જીતી ગયા છે. હવે જાપાનમાં લોકડાઉન નથી અને રેસ્ટોરન્ટ્સ તેમજ સલૂન ખુલી રહ્યા છે. ત્યાં મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ પણ નથી થયું તેમ છતાં તેઓ કોરોના પર કાબૂ મેળવવામાં કેવી રીતે સફળ થયા ચાલો જાણીએ.
જાપાનમાં ઝડપથી ઓછા થઈ રહેલા કોરોનાનાં કેસને જોતા ઇમરજન્સી ખત્મ કરવાનો નિર્ણય લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે કોરોના વાયરસને રોકવા માટે જાપાને પોતાના નાગરિકો પર કોઈપણ સખ્ત પ્રતિબંધો નહોતા લગાવ્યા. અહીં સલૂનથી લઇને રેસ્ટોરન્ટ સુદ્ધા ખુલ્લુ હતુ. અહીં ચીન જેવી કોઈ હાઇટેક એપ પણ નહોતી બનાવવામાં આવી જે લોકોને ટ્રેક કરી શકે. જાપાનમાં કોરોનાને રોકવા માટે કોઈ સ્પેશલ કેન્દ્ર પણ નથી. એટલું જ નહીં અહીં વધારે ટેસ્ટ પર પણ ભાર આપવામાં આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં 0.2 ટકા ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે વિકસિત દેશોમાં ટેસ્ટનાં સૌથી ઓછા દરોમાંથી એક છે. આખરે શું છે જેનાથી જાપાને પોતાના દેશમાં કોરોનાને રોકવામાં સફળતા મેળવી? વાસેદા યૂનિવર્સિટીનાં પ્રોફેસર મિકહિતો તનાકાનું કહેવું છે કે, “મોતની સંખ્યા જોતા કહેવામાં આવી શકે છે કે જાપાન કોરોના વાયરસને રોકવામાં સફળ રહ્યું, પરંતુ નિષ્ણાતો પણ આનું કારણ નથી જાણતા.” અહીંનાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માસ્ક પહેરવાનાં કલ્ચર, મેદસ્વિતાનો ઓછો દર અને સ્કૂલો જલદી બંધ કરવા જેવા કારણોનાં લીધા અહીં કોરોનાનું સંક્રમણ રોકવામાં સફળતા મળી.
કૉન્ટેક્ટ ટ્રેસિંગ
જાપાનનાં નિષ્ણાતો પ્રમાણે કોરાનાથી લડવામાં પોતાના દેશનાં કૉન્ટેક્ટ ટ્રેસરની ભૂમિકાની પ્રશંસા કરે છે. જાપાનમાં કોરોના વાયરસનો પહેલો કેસ આવવા પર જ કોન્ટેક્ટ ટ્રેસર્સે પોતાનું કામ શરૂ કરી દીધું હતુ. 2018માં જાપાનમાં સાર્વજનિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં 50 હજારથી વધારે નર્સોને નિયુક્ત કરવામાં આવી હતી, જે ઇન્ફેક્શન ટ્રેસ કરવામાં અનુભવી હતી. યૂએસ અને યૂકે જેવા દેશોમાં છેક હવે કૉન્ટેક્ટ ટ્રેસર્સની ભર્તી શરૂ કરવામાં આવી છે.
બર્નિંગ કાર
આખી દુનિયાનું ધ્યાન જાપાન પર કોરોનાને લઇને ત્યારે ગયું જ્યારે ફેબ્રુઆરીનાં મહિનામાં અહીં ડાયમંડ પ્રિન્સેસ જહાજમાં સૈંકડો લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા હતા. જહાજને એ વાતનો શ્રેય આપવામાં આવે છે કે તેણે જાપાનનાં નિષ્ણાંતોને કોરોના મહામારીનાં શરૂઆતનાં આંકડા ઉપલબ્ધ કરાવ્યા, જેમકે આ વાયરસ કઇ રીતે ફેલાય છે, સાથે જ આ ઘટનાને સાર્વજનિક કરવામાં આવી. આ જહાજે લોકોમાં જાગૃતતા લાવવાનું કામ કર્યું. પ્રોફેસર તનાકાએ કહ્યું કે, “જાપાનનાં લોકો માટે આ જહાજ તેમના ઘરની બહાર ઉભેલી બર્નિંગ કારની માફક હતુ. તમે કહી શકો છો કે અન્ય દેશોથી વિપરીત જાપાનનો દ્રષ્ટિકોણ નિષ્ણાત નેતૃત્વવાળો રહ્યો છે.”
થ્રી સીનો ફૉર્મ્યૂલા
જાપાનમાં કોરોના વાયરસનાં ઓછા કેસનો શ્રેય નિષ્ણાતો અહીંનાં થ્રી સી ફૉર્મ્યૂલાને પણ આપે છે. અહીં થ્રી સીનો મતલબ છે Closed Spaces, Crowded Spaces And Close – Contact Setting. એટલે કે બંધ સંસ્થા, ભીડવાળા સ્થળો અને નજીકનાં સંપર્કથી દૂર રહેવું. લોકોને એકબીજાથી સંપૂર્ણ રીતે દૂર રાખવાની જગ્યાએ થ્રી સી ફૉર્મ્યૂલા જ અપનાવવામાં આવે છે. હોક્કાઇદો યૂનિવર્સિટીનાં પ્રોફેસર કાજુટો સુઝુકીએ કહ્યું કે, “સોશિયલ ડિસ્ટન્સિંગ કદાચ કામ કરી જાય, પરંતુ આ સામાન્ય જીવન બનાવેલું રાખવામાં ખરેખર મદદગાર નથી. આની સરખામણીમાં થ્રી સી વાળો ફોર્મ્યૂલા વધારે વ્યવહારિક દ્રષ્ટિકોણવાળો અને વધારે અસરદાર છે.”
વાયરસનું ઓછું ખતરનાક સ્વરૂપ
શિગિરૂ ઓમી જેવા અનેક સંક્રામક રોગ નિષ્ણાતોએ એ સંભાવના વ્યક્ત કરી છે કે જાપાનમાં ફેલાયેલો કોરોના વાયરસ અલગ હોઈ શકે છે, જે અન્ય દેશોમાં મુકાબલે ઓછો ખતરનાક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..