ગ્લોબલ વોર્મિંગના વિરુદ્ધ અવાજ ઉઠાવી રહેલા લોકોમાં એક 8 વર્ષની ભારતીય બાળકી છવાયેલી છે. આ બાળકીનું નામ લિસિપ્રિયા કંગુજમ છે. હેરાન કરનારી વાત છે કે આ 8 વર્ષની બાળકી એક ખૂબ જ મોટું પ્રશંસાનું કામ કરી ચૂકી છે. લિસપ્રિયા 8 વર્ષની ઉંમરમાં જ 51,000થી વધારે છોડ રોપી ચૂકી છે.
લિસપ્રિયાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. તેણે લખ્યું, હું 3040 દિવસની છું (ઉંમર 8 વર્ષ, 4 મહિના, 1 દિવસ), અત્યાર સુધીમાં મેં 51,000થી વધારે વૃક્ષો વાવ્યા છે. એટલે કે લગભગ રોજના 16 વૃક્ષો લગાવ્યા છે.
I am living for 3,040 days (Aged: 8 years 4 months 1 day) of living in this World till today. I have planted approx. 51,000 trees 🌳 in total till date which is equivalent to planting 16 trees everyday since my birth for last 8+ years. pic.twitter.com/iWIrkDNsiW
— Licypriya Kangujam (@LicypriyaK) March 3, 2020
મણિપુરના ઈમ્ફાલની રહેનારી લિસપ્રિયા ગ્લોબલ વોર્મિંગ મુદ્દે વૈશ્વિક સ્તર પર પોતાની વાત રજૂ કરતી આવી છે. અહીં સુધી કે તે ઘણા દેશોની પણ મુલાકાત કરી આવી ચૂકી છે. પહેલીવાર તે 2018માં મંગોલિયામાં ગઈ. ત્યાં આપત્તિ પર એક સંમેલનમાં તેને બોલવાનું હતું. ત્યાંના લોકો સાથે મુલાકાત બાદ તેની જિંદગી બદલાઈ ગઈ. તેણે જણાવ્યું કે આપત્તિના કારણે લોકો પોતાના પરિવારથી અલગ થઈ ગયા, પરિવાર તૂટી ગયા.
આ બાદ લિસપ્રિયાના ગ્લોબલ વોર્મિંગ પ્રત્યે લોકોને જાગૃત કરવાના પ્રયાસોને જોઈને તેના પિતાએ તેને મદદ કરવાનું નક્કી કર્યું. તેમણે ‘ધ ચાઈલ્ડ મૂવમેન્ટ’ નામથી એક સંગઠન બનાવ્યું. તે આ સંગઠન દ્વારા વિશ્વના નેતાઓ સમક્ષ ગ્લોબલ વોર્મિંગ વિરુદ્ધ પગલા ભરવાની અપીલ કરે છે.
મોદી પાસે માગી હતી મદદ
લિસપ્રિયા સંસદ ભવનની બહાર પર હોર્ડિંગ બોર્ડ લઈને પહોંચી હતી. તેણે દેશના પીએમ નરેન્દ્ર મોદીને ગ્લોબલ વોર્મિંગ મુદ્દે કાયદો બનાવવા માટે અપીલ કરી હતી.
સ્કૂલ છોડવી પડી
લિસપ્રિયા વધારે સમય પોતાના શહેરથી બહાર રહેતી હતી. આ કારણે તેણે સ્કૂલ પણ છોડવી પડી હતી.
થોડા દિવસો અગાઉ સ્વીડનની 16 વર્ષની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટ થનબર્ગ સાથે તેની તુલના કરવામાં આવી હતી. જે બાદ લિસપ્રિયાએ કહ્યું, ‘હું મીડિયાને કહેવા ઈચ્છું છું કે મને ભારતની ગ્રેટા કહીને ન બોલાવશો.’ ગ્લોબલ વોર્મિંગ પર કામ કરી રહેલા આ બાળકી એકનું કાર્ય વખાણવા લાયક છે. જે જણાવે છે કે જિંદગીને સારી બનાવવા માટે આપણે પર્યાવરણ માટે કામ કરવું પડશે જેથી આગામી પેઢી સારી હવામાં જીવી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..