લીવર આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. શરીરની જમણી બાજુ આવેલું લીવર લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત શરીરમાં હાજર રહેલા વિષાક્ત તત્વ અને હાનિકારક કેમિકલ્સને ફિલ્ટર કરીને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. સ્વસ્થ રહેવા માટે વ્યક્તિનું લીવર સ્વસ્થ રહેવું જરૂરી છે. શરીરના સંચલાનમાં લીવરનો મહત્વનો ફાળો છે. લીવરને સ્વસ્થ રાખવા માટે કયા કયા ફૂડ જરૂરી છે તેના વિશે તમને જણાવી રહ્યાં છે.
લસણ
લીવરને સ્વસ્થ રાખવા માટે લસણ સક્ષમ છે. લસણમાં એન્ટી ઓક્સીડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે લીવરને સાફ કરવામાં મદદ કરે છે. તેમા એલિસિન અને સેલેનિયમ નામના બે તત્વ હોય છે જે લીવરને સાફ કરે છે, સાથે લીવરનું રક્ષણ કરે છે. કોલેસ્ટ્રોલનું ઉચ્ચું પ્રમાણ લીવરની કાર્યક્ષમતાને પ્રભાવિત કરે છે, અને લસણ કોલેસ્ટ્રોલના સ્તરનું નિયત્રણ કરવામાં મદદ કરે છે.
બીટ
લિવરને સાફ કરવા માટે બીટને સર્વોત્તમ આહાર ગણવામાં આવે છે. શરીરમાં રહેલા કચરાને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ગાજર, ઍવકાડો, બ્રોકોલી, લીલા શાકભાજીડ પણ લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ખાટા ફળો
નારંગી, લીંબુ જેવા ખાટા ફળો લીવરને સાફ કરવામાં મદદ કરે છે. તે લીવરને સક્રિય રાખે છે અને લિવરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.
હળદર
હળદરમાં કર્ક્યૂમિન યોગિક મળી આવે છે. જેમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે. લિવરને સ્વસ્થ રાખવામાં હળદરને પણ શ્રેષ્ઠ ગણવામાં આવી છે. લિવરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. તે લિવરના ખરાબ કોશોને ફરી જીવીત કરવામાં મદદ કરે છે. અડધી ચમચી હળદરને દિવસમાં બે વાર લઈ શકાય.
સફરજન
લિવરમાં રહેલા વિકારોને દૂર કરે છે સફરજન. પ્રેક્ટિનનો જો કોઈ સારો શ્રોત હોય તો તે સફરજન છે. આ પ્રેક્ટિન પાચનશક્તિ અને કોલેસ્ટ્રોલને ઠીક કરે છે, જે લિવરની કામગીરી બચાવે છે.
ગ્રીન ટી
લિવરની કામગીરીને સુધારવામાં ગ્રીન ટી મદદ કરે છે. ગ્રીન ટીમાં પણ એન્ટી ઓક્સીડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં કેટેચિન્સ નામનું મહત્વનું પોલીફીનોલ પણ હોય છે. જે લીવરમાંથી વિષક્ત ચીજોને બહાર નીકળવામાં મદદરૂપ બને છે. ગ્રીન ટી ખોરાકના હાનિકારક પ્રભાવથી તે લિવરને બચાવે છે. આ લોકોને લિવર કેન્સરનું જોખમ ઘટી જાય છે.
અખરોટ
લીવરને ખરાબ તત્વોથી છૂટકારો અપાવે છે. લીવરને સાફ કરવામાં મદદ કરે છે. એગ્રિકલ્ચર એન્ડ ફૂડ કેમિકલ સાયન્સના એક જર્નલ મુજબ અખરોટમાં રહેલા પોલીફેનોલ્સ, કાર્બન ટેટ્રોક્લોરાઈડ અને ડી-ગ્લાક્ટોસેમિન લિવરને થતી ઈજાઓને અટકાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..