ચાની દુકાન ચલાવતી યોગીની નાની બહેન CM ભાઈને 30 વર્ષથી રાખડી બાંધી શકી નથી; નામ સાંભળતાં યોગીની આંખમાં આંસુ આવી ગયાં

20 માર્ચ 2022ના રોજ હોળી નિમિત્તે ભાઈ-બહેનના તહેવાર તરીકે પણ ઊજવવામાં આવ્યો. આ દિવસે બહેનો તેના ભાઈઓના માથે તિલક લગાવે છે અને તેમના લાંબા તથા સફળ જીવનની શુભેચ્છા પાઠવે છે. જોકે એક બહેન એવી પણ છે, જે તિલક તો શું, તેના મુખ્યમંત્રી ભાઈને છેલ્લાં 30 વર્ષથી રાખડી પણ બાંધી શકી નથી. જોકે આ બહેને ભાઈના સફળ અને દીર્ઘાયુની શુભેચ્છા પાઠવી છે.

એક ટીવી ઈન્ટરવ્યુમાં યોગી આદિત્યનાથને પૂછવામાં આવ્યું કે શું તમને ખબર છે કે તમારાં નાનાં બહેન કેવી સ્થિતિમાં રહે છે? યોગીએ કોઈ જ જવાબ ન આપ્યો… એ સમયે ઈન્ટરવ્યુમાં બહેનની તસવીરો દેખાડવામાં આવી. તસવીરોમાં યોગીનાં બહેન ઘાસ કાપતાં જોવા મળ્યાં. પતરાંથી બનેલી એક નાની દુકાનમાં ચા વેચતાં દેખાય છે. આ તસવીરોને જોયા બાદ યોગી ખૂબ જ વ્યથિત થઈ ગયાં અને તેમની આંખમાં આંસુ આવી ગયાં.

અહીં અમે તમને યોગીની એ લાડલી બહેનની કહાની કહેવા જઈ રહ્યા છીએ, જેનું નામ સાંભળી યોગી ખૂબ જ ભાવુક થઈ જાય છે. 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના પંચૂર ગામમાં અજય બિષ્ટ એટલે કે આજના યોગી આદિત્યનાથનો જન્મ થયો હતો. યોગી 6 વર્ષના હતા ત્યારે તેમની બહેન શશિનો જન્મ થયો હતો. જે રીતે એક સામાન્ય પરિવારનાં ભાઈ-બહેનનો પ્રેમ હોય છે બસ એવી જ રીતે યોગી અને તેમની બહેનનો સંબંધ રહેલો. તેઓ હસતાં-રમતાં સાથે મોટાં થયાં.

વર્ષ 1992માં શશિના લગ્ન થઈ ગયા
યોગીનાં બહેન શશિ જ્યારે 14 વર્ષનાં હતાં ત્યારે તેમના લગ્ન થઈ ગયેલા. તેમના લગ્ન પંચૂર ગામથી 30 કિ.મી અંતરે કોઠાર ગામમાં કરવામાં આવેલા. બીજી બાજુ યોગી રામમંદિર આંદોલન સાથે જોડાઈ ગયા. મહંત અવૈદ્યનાથના સંપર્કમાં આવ્યા. તેમનાથી પ્રભાવિત થઈ ગુરુ પાસેથી દીક્ષા લીધી, તેમના શિષ્ય બની ગયા. હવે યોગી અવૈદ્યનાથની સેવામાં રહેવા ઈચ્છતા હતા.

અવૈદ્યનાથે કહ્યું, ઘરવાળાને જાણ કરીને આવ. યોગી ઘરે ગયા અને કહ્યું, ‘હું ગોરખપુરમાં રહીશ. લોકોની સેવા કરીશ.’ પિતા આનંદ સિંહ બિષ્ટને દીકરાની વાત યોગ્ય રીતે સમજમાં ન આવી, પણ તેઓ માની ગયા. માતાને લાગ્યું કે દીકરો નોકરી કરવા જઈ રહ્યો છે. કેટલાક દિવસ બાદ માલૂમ થયું કે દીકરો તો સંત બની ચૂક્યો છે, તો પરિવાર ચિંતિત થવા લાગ્યો.

ભિક્ષા માગતા સાધુઓમાં પોતાના ભાઈને શોધતી હતી શશિ
ગરીબ પરિવારમાં શશિ સાસરામાં પરિવારને જ પોતાની દુનિયા બનાવી ચુક્યા હતા. એક દિવસ ઓચિંતા જ સમાચાર મળ્યા કે તેમના મોટાભાઈ સાધુ બની ગયા છે. આ સમાચાર સાંભળતા જ શશિને ભારે આઘાત લાગ્યો. શશિની સ્થિતિ એવી થઈ ગઈ કે પોતાના ગામમાં ભિક્ષા માગવા આવતા સાધુઓમાં તેઓ પોતાના ભાઈ અજયને શોધતા હતા. આ ઘટનાક્રમમાં અનેક વર્ષો પસાર થઈ ગયા. તેમને જાણ ન હતી કે તેમનો ભાઈ ગોરક્ષનાથ પીઠનો મહંત બની ગયો છે.

ફૂલ, પ્રસાદ, ચા અને ભોજનની એક નાની દુકાન ચલાવે છે
ખેતીવાડી અને ભેંસ પાલનથી શશિનું ગુજરાન ચાલતુ ન હતું. શશિએ પતિ પૂરણ સિંહ પાયલ સાથે મળી ગામના જાણીતા માતા પાર્વતી મંદિર નજીક ફૂલ અને પ્રસાદની દૂકાન ખોલી.શશિના ઘરેથી આશરે અઢી કિમી અંતરે નીલકંઠ મહાદેવ અને માતા પાર્વતીનું મંદિર છે. અહીં મોટી સંખ્યામાં યાત્રી દર્શન કરવા માટે આવે છે. મંદિર નજીક આશરે 70 દુકાન છે, આ પૈકી એક ઝૂંપડીવાળી દૂકાન શશિની પણ છે. શશિ અને તેમના પતિ દરરોજ અઢી કિમી ચાલીને દૂકાન ચલાવવા આવે છે. આ દૂકાનમાં તે ફૂલ, માળા, પ્રસાદ અને ચા વેચે છે. ક્યારેક ક્યારેક યાત્રી ભોજનની માગ પણ કરે છે તો શશિ થોડી વધારે આવક માટે તેમને ભોજન બનાવી જમાડે છે. શશિ ત્રણ સંતાનના માતા છે. બે દીકરા અને એક દીકરી.​​​​​​​

વર્ષ 2017માં એક નાની દુકાન બહાર ઓચિંતા જ મીડિયાવાળાની લાઈન લાગી ગઈ
એક સાધારણ જીવન જીવતાં શશિએ તેમની દુકાનની બહાર કેમેરા અને માઈકથી સજ્જ ઊભેલા લોકોને જોયા. તેમના પતિને પૂછ્યું કે આ બધા કોણ છે. પતિ પૂરણ સિંહે કહ્યું કે યોગી UPના CM બન્યા છે. આ સૌ મીડિયાવાળા તેમની બહેનને શોધતા અહીં પહોંચ્યા છે. તારી સાથે વાત કરવા માગે છે. તને અભિનંદન પાઠવે છે.​​​​​​​

મીડિયાએ પૂછ્યું- યોગી પાસેથી શું મદદ જોઈએ છે?
જ્યારે મીડિયાએ શશિને પૂછ્યું કે તમે આટલી ગરીબીમાં જીવન વિતાવી રહ્યાં છો તો તમે CM ભાઈ પાસેથી શું મદદ ઈચ્છો છો? શશિએ કહ્યું-હું મારા જીવનથી ખુશ છું. મને કોઈ જ સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોઈતી નથી. તેઓ લોકોની સેવા કરી રહ્યા છે અને એક દિવસ દેશના વડાપ્રધાન બને, બસ હું એ જ ઈચ્છું છું.​​​​​​​

એક પત્રકારે પૂછ્યું, યોગીને ક્યારથી નહીં મળ્યા?
શશિએ કહ્યું છેલ્લાં 30 વર્ષથી તેમને રાખડી બાંધી શકી નથી. દરેક રક્ષાબંધને રાખડી મોકલું છું, પણ કોઈ જવાબ આવતો નથી. સંન્યાસી જીવનને લીધે અંગત સંબંધથી મુક્ત થઈ ગયા છે. વર્ષ 2017માં ચૂંટણીપ્રચાર માટે ઋષિકેશ, યમકેશ્વર અને રાયવાલા આવ્યા હતા. તે સમયે તેઓ અમારા ગામ પ્રચૂર પણ આવ્યા હતા ત્યારે તેમને મળ્યા હતા. ​​​​​​​તેઓ વધારે વાત કરતા ન હતા. બસ હસીને પૂછે છે કેમ છો? બાળકો સાથે સમય વિતાવે છે. તેમનું એટલું જ કહેવું છે કે બસ મહેનત કરો, કમાવો અને ખાવો. ​​​​​​​​​​​​​​

લોકો પૂછે છે કે શરમ નથી આવતી? યોગીના ંબહેન થઈને ચા વેચી રહ્યાં છો…

યોગી મુખ્યમંત્રી બન્યા બાદ અનેક લોકો કહે છે કે તમને શરમ નથી આવતી કે તમે મુખ્યમંત્રીના બહેન થઈને ચાની દુકાન ચલાવો છે. આ સ્થિતિમાં રહો છો? હું તેમને એક જ વાત કહું છું, હું ગરીબ છું એ મારું નસીબ છે. શરમ ત્યારે આવવી જોઈએ કે જ્યારે તમે કોઈ અયોગ્ય કાર્ય કરી રહ્યા હોય. કોઈના હક્કનું છીનવીને ખાતા હોય. હું તો મહેનત કરી મારું ગુજરાન ચલાવું છું.

હવે યોગીને વડાપ્રધાન બનતા જોવા ઈચ્છું છું….
યોગી ફરી મુખ્યમંત્રી બન્યા તે અંગે શશિએ કહ્યું, બીજી વખત UPના મુખ્યમંત્રી બનતા જોવાની મારી મનોકામના પૂરી થઈ. હવે હું તમને દેશના વડાપ્રધાન બનતા જોવા ઈચ્છું છું. જ્યાં સુધી મોદીજી PM છે તેઓ જ રહે, ત્યારબાદ તેઓ આ જવાબદારી યોગીને આપે.

વાતવાતમાં તેમણે મીડિયાને કહ્યું, હું UPથી આવતા-જતા લોકો પાસેથી UP અંગે માહિતી પૂછું છું. હું લોકોને એ જણાવતી નથી કે હું યોગીની બહેન છું. હું યોગીને ફરી વખત મળવા ઈચ્છું છું. સાંભળ્યું છે કે ગામની શાળામાં તેમના ગુરુ અવૈદ્યનાથની મૂર્તિનું વિમોચન કરવા આવવાના છે. હું તે દિવસની રાહ જોવું છું. ​​​​​​​શશિ ઉપરાંત યોગીની બે અન્ય બહેન છે,જેમના લગ્ન સમૃદ્ધ ઘરમાં થયા છે. શશિનો યોગી પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે, કારણ કે શશિ ઘરની સૌથી નાની દીકરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો