લેડી સિંઘમ તરીકે ઓળખાતા વાઘોડિયાના TDOની 4 મહિનામાં જ બદલી

વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી ઠક્કર સામે સરપંચોએ વિરોધ કરતાં તેમની બદલી કરીને કાજલ આંબલિયાને મૂકવામાં આવ્યા હતા. લેડી સિંઘમ તરીકે ઓળખાતા મહિલા અધિકારીએ જરોદના દલિત સમાજની સ્મશાનની ભૂમિ પરનું ગેરકાયદે શોપિંગ સેન્ટર તોડી, વાઘોડિયાના મેઇન રોડના દબાણો પણ દૂર કર્યા હતા.

આ ઉપરાંત ભાજપના જયસ્વાલ નામના કાર્યકરનું પણ દબાણ દૂર કરતાં તેણે જોઇ લેવાની ધમકી આપી હતી, જેથી મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વાઘોડિયાના દબાણો તૂટતાં રાજુ અલવાએ રેલી પણ કાઢી હતી. જ્યારે, TDOએ 28 તલાટીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની મંજૂરી માંગતા તલાટીઓએ TDO તેમનું અપમાન કરતા હોવાના અને માનસિક હેરાન કરતા હોવાના આક્ષેપો કરી સામૂહિક બદલી કરવાની માંગણી કરી હતી.

કેટલાક સરપંચોએ પણ વિરોધ કર્યો હતો. આખરે,વાઘોડિયાના TDOની આજે ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળમાં બદલીનો હુકમ થતાં ચકચાર વ્યાપી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો