મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો આજે જન્મ દિવસ : ધારાસભાનું પ્રથમ પારણું ગુજરાતના આ રજવડામાં બંધાયેલું

અત્યારે દેશભરમાં કર્ણાટકની ત્રિશંકુ ધારાસભા અને કોનું શાસન તેમજ કેવી રીતે તડજોડ થશે તેની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આપણે આજથી 77 વર્ષ પહેલા ભાવનગર રાજ્યમાં કેવી શાસન પદ્ધતિ હતી તેનો ચિતાર મેળવીયે તો લાગે કે ભાવનગર સ્ટેટમાં કેવી પ્રજાવત્સલ રાજાશાહી હતી.

સૌરાષ્ટ્રમાં ધારાસભાનું પારણું ભાવનગર સ્ટેટમાં

હા, આ વખત છે ઇ.સ.1941 જ્યારે ભાવનગરમાં રાજ્ય ધારાસભાને ખુલ્લી મુકવામાં આવી અને પ્રજાને રાજાશાહી અને લોકશાહીના સુભગ સમન્વય જેવું શાસન મળ્યું અને આવું શાસન આપનારા ભાવનગરના પ્રજાવત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજીની તા.19 મેના રોજ જન્મ જયંતિ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ધારાસભાનું પારણું ભાવનગર સ્ટેટમાં બંધાયું હતુ.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો આજે જન્મ દિવસ : ધારાસભાની પ્રથમ બેઠક મોતીબાગમાં મળેલી

​હું તો મારી જાતને પ્રજાનો સેવક સમજું છું

19 મે, 1912ના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો હતો. તેઓ પહેલેથી જ એવી વિચારસરણીવાળા હતા કે મને પ્રભુએ તેમનું કામ કરવા માટે ટપાલી તરીકે અહીં મોકલ્યો છે. આવા પુણ્યશ્લોક રાજવીએ 1940માં દેશની બદલાતી પરિસ્થિતિમાં પ્રજાવત્સલતાનું એક ઉમદા દ્રષ્ટાંત આપ્યુ અને તા.20-10-1941ના રોજ ઠરાવ પ્રસિદ્ધ કરી ભાવનગરમાં ધારાસભાની જોગવાઇને અમલી બનાવી.
1 ડિસેમ્બર, 1941ના ઐતિહાસિક દિવસે મોતીબાગ ખાતે ભાવનગર ધારાસભાને ખુલ્લી મુકવામાં આવી હતી.

ધારાસભાનું પ્રથમ પારણું ગુજરાતના આ રજવડામાં બંધાયેલું

આ ધારાસભામાં ઘણા પ્રજાલક્ષી સુધારા વધારા થયા હતા. જેમાં ખેતી, વ્યાપાર, ઉદ્યોગ, શિક્ષણ, કાયદા, સામાજિક પ્રશ્નો, આરોગ્ય વિ.ક્ષેત્રોનો  સમાવેશ થતો હતો.પહેલી ધારાસભા બરખાસ્ત કરતા પહેલા મહારાજાએ ભાવનગરના ગામડાઓમાં આરોગ્યલક્ષી રાહત માટે તે સમયે રૂ.15 લાખ જાહેર કર્યા હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો,
તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

 આર્ટિકલ વાંચવા બદલ આભાર

આવીજ અન્ય માહિતી વાંચવા નીચેની લિંક પર ક્લીક કરો

– વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન

– દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે?

– લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…

– સવારે ઊઠવાથી લઈને સૂવા સુધી અપનાવો આ 9 નિયમો, ક્યારેય નહીં પડો બીમાર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર