વડોદરામાં સસરાએ પુત્રવધૂને પુત્રી સમાન ગણી પોતાના ઘરઆંગણે જ લગ્ન યોજી સમાજમાં દાખલો બેસાડ્યો

લગ્ન પ્રસંગોમાં કરવામાં આવતા બિનજરૂરી ખર્ચ ટાળવા જોઈએ
દીકરીને ભણાવી-ગણાવીને મોટી કર્યા બાદ તેને બીજા ઘરે લગ્ન કરાવી સાસરે વળાવનાર પિતાને લગ્નમાં જ 25-30 લાખનો ખર્ચો થતો હોય છે. બોરસદના સિસવા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચે પુત્રવધૂને પોતાની દીકરી ગણી પોતાના ઘરઆંગણે તેના લગ્ન પોતાના દીકરા સાથે કરાવ્યાં હતાં. જેમાં યુવતીની જાન કલોલથી સિસવા ખાતે આવી હતી અને વર પક્ષ દ્વારા કન્યાની જાનનું સ્વાગત કરાયું હતું. સિસવાના પૂર્વ ડેપ્યુટી સરપંચે લગ્નનો ખર્ચ ઉઠાવી સમાજમાં દાખલારૂપ કિસ્સો બેસાડ્યો છે.

કન્યાપક્ષે પણ નિર્ણય સ્વીકાર્યો
બોરસદના સિસવા ગામે રહેતા કૌશિક મણીભાઈ પટેલ પૂર્વ ડેપ્યુટી સરપંચ છે અને હાલ ખેતી કરે છે. તેમણે જણાવ્યું કે, તેમના ઘરમાં 3 પેઢીથી દીકરીનો જન્મ થયો નથી. ઘરમાં દીકરી ન હોવાથી કન્યાદાન તેમજ તેનું લગ્ન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ન હતું. દરમિયાન મારા દીકરા હેનીલના લગ્ન કલોલ રહેતા ચંદુભાઈ પટેલની દીકરી બીજલ સાથે નક્કી થયા હતા. દરમિયાન મને વિચાર આવ્યો કે, મારે દીકરી નથી ત્યારે મારા ઘરમાં જે વહુ આવશે તેને હું દીકરી તરીકે ગણીને તેના લગ્ન મારા ઘરઆંગણે કરીશ. મારો પરિવાર મારી જોડે સહમત થયો. કન્યાના પક્ષે પણ મારા વિચારને આવકાર્યો.

લોકોમાં કૂતુહલ સર્જાયું
ગત 3 જાન્યુઆરીએ અમારા ગામની વાડીમાં લગ્ન કરવાનું નક્કી થયું હતું અને સામે પક્ષે દીકરીની જાન આવવાની હતી. હું મારી દીકરીના લગ્ન હોય તેમ તમામ તૈયારી કરી હતી. જેમાં જાનનો ઉતારો, વરરાજાને પોંકવા, દીકરીને લગ્ન મંડપ સુધી લાવવી, જમણવાર આમ લગ્નની તમામ તૈયારી કરી હતી. 3 જાન્યુઆરીએ કલોલથી કન્યાની જાન આવતાં જ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

હવે સમાજમાં ફેલાયેલાં દૂષણોને દૂર કરવાના હેતુ સાથે અભિયાન આદર્યું
સમાજમાં ફેલાયેલાં દૂષણોને દૂર કરવા અભિયાન ચલાવતા પાટીદાર સમાજના અગ્રણી હિતેશ પટેલની પ્રેરણાથી કૌશિક પટેલે વહુના દીકરીની જેમ લગ્ન કરાવ્યા હતા. હવે કૌશિક પટેલ પણ અન્ય લોકોને વહુને દીકરીની જેમ ગણવી અને એના શોખ આપણા ઘરે પૂરા કરાવવા જેવી શીખ આપીને સમાજને નવી રાહ ચીંધે છે. 22 ગામ ચરોતર લેઉવા પાટીદાર સમાજના અગ્રણી વડોદરાના હિતેશ પટેલ સમાજમાં ફેલાયેલાં દૂષણોને દૂર કરવા ગામેગામ લોકોને ભેગા કરીને સમજણ આપે છે. હિતેશ પટેલે પટેલ સમાજ લગ્ન પાછળ થતાં લાખોના ખર્ચ માટે પણ સમજણ આપે છે. જેમાં દીકરીનાં માતા-પિતા દીકરીને ભણાવીને મોટી કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો