કોરોનાં મહામારી અને લોકડાઉનમાં લોકોને જીવન ચલાવવુ મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે પણ ખાનગી હોસ્પિટલોનાં સંચાલકો દર્દી અને તેના પરીવારજનો સાથે કસાઈ જેવું વર્તન કરી રહ્યાં છે. પોલીસ, ડોક્ટર, નર્સ મેડિકલ સ્ટાફને કોરોના વોરિયર્સ જેવા રુપાળા નામ સરકારે આપ્યા છે.
પરંતુ વાસ્તવિક્તા સાવ જૂદી છે. શહેરના એસજી હાઇવે પર આવેલી એસજીવીપી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ ગિરીશભાઈ બારોટનું ગઈકાલે મૃત્યું થયું હતું. પરંતુ એસજીવીપી હોસ્પિટલના તંત્રએ સાવ શરમ વગર તેનાં પરીવારજનોને કહી દીધું કે સારવાર પેટેનું રૂ.૧.૩૨ લાખનું બિલ બાકી છે. પહેલા આ બિલ ભરી દો. બિલ નહીં ભરો ત્યાં સુધી મૃતદેહ તમને મળશે નહી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કોરોનામાં લોકોને બચાવતા મોભી શહીદ થયાનું પરિવાર માની રહ્યો હતો પરંતુ તેના બદલે હોસ્પિટલના તંત્રનાં આવા શબ્દો સાંભળી પરિવારના મોભી એવા કોરોના વોરીયર્સ પોલીસના મોતની જાણે કોઈ કીંમત જ ન હોય તેવો અનુભવ થયો હતો. ત્યાર બાદ પરિવારના સભ્યોએ શહેરના સ્પેશિયલ કમિશનર અજયકુમાર તોમરને જાણ કરતા તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં આવી ગયાં હતાં.
તેઓએ કોર્પોરેશનના કર્મીઓને પણ બોલાવી લીધા હતા. અજયકુમારે પોતે પૈસા ચુકવવાની બાંહેધરી આપ્યા બાદ આખરે પરીવારજનોને મૃતદેહ સોંપાયો હતો. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ ગિરીશભાઇ બારોટને ન્યુમોનિયા અને લિવરની પણ તકલીફ હતી.
તેથી તેમને સૌ પ્રથમ વાડજની સ્પંદન હોસ્પિટલમાં ખસેડાયા હતા. તબિયત વધુ લડતા તેમને વૈષ્ણદેવી સર્કલ પાસે આવેલી એસજીવીપી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા હતા. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેની જાણ સ્પેશિયલ કમિશનરને કરાઈ હતી. જેને પગલે કમિશનરે એ સમયે કોર્પોરેશનનના અધિકારીઓ સાથે સંકલન કર્યું હતું. તેમજ એએસઆઈનાં પરીવારજનોને હવે પછીનું બિલ ન ભરવા જણાવ્યું હતું.
આમછતા હોસ્પિટલે બિલ માટે ત્રાગુ કર્યું હતુ. આ અંગે સ્પેશિયલ કમિશનરને જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી ગયા હતા આખરે તેમણે શહેર પોલીસ કમિશનર સાથે વાતચીત કરી જલદી થી જલદી પરિવારને મૃતદેહ મળે અને તકલીફ ન પડે તે માટે તે માટે વ્યવસ્થા કરી હતી. આખરે પરિવારની જેમ ઉચ્ચ અધિકારીઓ પોલીસકર્મીના પરિવારની મદદે ખભો મીલાવી આવી પહોચ્યા પરિવારમાં હિમ્મત આવી હતી.
પોલીસ કર્મીઓની દેખરેખનો આદેશ છે જ પરંતુ…
પોતાનો જાન જોખમમાં મુકીને ફરજ બજાવતાં પોલીસ કર્મચારીને જો કોઈ તકલીફ ઉભી થાય તો તેમને તમામ પ્રકારની મદદ કરવી એ પ્રકારનો આદેશ સ્થાનિક ડીસીપીને અપાયેલો છે. પરંતુ તાબાના પોલીસકર્મીઓની દેખરેખ રાખવાના આદેશ હોવાં છતાં તેઓ દેખરેખની જગ્યાએ ગુના શોધવામાં વધુ સક્રિય હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.
પોલીસકર્મી જ અમારો પરિવાર છે : તોમર
આ અંગે સ્પેશિયલ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આ પોલીસકર્મીઓ જ અમારો પરિવાર છે. પોલીસના હાથ, પગ, કાન આ લોકો જ છે. તેમની કાળજી રાખવી અમારી ફરજ છે. આ કુદરતી આફત મહામારીના સમયે લડવાનું છે અને અમે અને અમારી પોલીસ આ લડત લડી રહી છે.
લોકોને બચાવવા પોલીસકર્મીઓ વોરિયર્સની બની જંગ લડી રહ્યા છે : પોલીસ કમિશનર
મહામારીમાં પોલીસ કોરોના વોરિયર બની છે તે લોકો સામાન્ય લોકોને બચાવવા માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જ દેશની જનતાનું ધ્યાન રાખી રહ્યાં છે. નાનામાં નાના કોન્સ્ટેબલથી લઈ તમામ જવાનો અમારો પરિવાર છે. તેમને કોઈ મુશ્કેલી પડે તો અમે તેમની સાથે રહીશું અને આ જંગ તમામ પોલીસકર્મીઓ લોકોને બચાવવા લડી રહ્યાં છે તેમ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..