થરાદ (Tharad)માં એક યુવકે તેની પત્નીના આડા સંબંધોથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આપઘાત પહેલા યુવકે એક વીડિયો વાયરલ કર્યો હતો તેમજ નોટબુકમાં અલગ અલગ પાનામાં સુસાઇડ નોટ લખી છે. સુસાઈડ નોટમાં યુવકે ઉલ્લેખ કર્યો છે કે તેની પત્નીના આડા સંબંધથી તે પરેશાન હતો. આ ઉપરાંત તેની પત્ની આખી રાત અન્ય યુવકો સાથે મોબાઇલ ફોનમાં વાત કરતી રહેતી હતી. યુવકે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે તેણે લગ્ન ન કરવા હોવા છતાં માતાપિતાના દબાણને પગલે લગ્ન કરવાની ફરજ પડી હતી. પોલીસે આ મામલે યુવક પાસેથી મળેલી સુસાઇડ નોટ અને આપઘાત (Suicide) પહેલાના વીડિયોને આધારે તેની પત્ની અને અન્ય ચાર યુવકો સહિત કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકની સુસાઇડ નોટના અંશો નીચે પ્રસ્તૃત છે.
મારા લગન થયા હતા બરવાળા ગામમાં પાયલ જોડે અને પાયલ બીજાને પ્રેમ કરતી હતી. તો એણે મારી જોડે કેમ લગ્ન કર્યાં. પાયલને વિષ્ણુ લવ કરતા હતા. મને ખબર હતી. મેં બધાને કીધું તો કોઈ માનતું ન હતું.
પાયલ વિષ્ણુને પ્રેમ કરતી હતી. તોય એમની બેને સુર્યા જોડે સેટિંગ કરાવ્યું હતું અબાસણા ગામમાં. એમને પતિએ કીધું કે અનિલ સારો છોકરો છે. અનિલ જોડે પાયલનું ગોઠવાયું.
પાયલ એક વર્ષથી વાત કરતી હતી. પાયલ આખો દિવસ વાત કરી હતી, એ નંબર નીચે લખું છે. આ નંબરની વિગતો ખોલવા વિનંતી. (પાયલના બે નંબર લખ્યા છે. બાજુમાં અન્ય ચાર મોબાઇલ નંબર પણ લખ્યા છે.)
મરવાનું કારણ તો આ વિષ્ણુ-બરવાળા, અનિલ અબાસણા અને કિશન અબાસણાને કારણે મારે મરવું પડે છે. આ ત્રણેયને સજા પડવી પડે.
મને એક મહિના પહેલા ધમકી આપી હતી. વિષ્ણુએ કીધું હતું કે જે થાય એ કરી લેજે. મને મારવાની ધમકી આપી હતી. અનિલે મને ભાભરમાં ધમકી આપી હતી. તારી વહુ છે પરંતુ મારી તો લવર છે. એવું કીધું પછી મારા શર્ટના બટન તૂટી ગયા હતા. પછી મે નવું શર્ટ લીધું.
13 એપ્રિલના રોજ પાયલ રાત્રે 1 વાગ્યે વાત કરતી હતી. મેં કહ્યુ કોની જોડે વાત કરે છે તો મને કીધું કે કોઈની જોડે નહીં. મારી બેનપણી જોડે વાત કરું છું. મેં કહ્યું કે રાત્રે 1 વાગ્યાથી પાંચ વાગ્યા સુધી શું વાત કરે છે. મને ખબર પડી ગઈ પણ શું કરવું. મેં કીધું જે હોય એનું નામ આપી દે.
એ દિવસે મારે પાયલ જોડે એક કલાક મેસેજમાં વાત થઈ. પાયલે કહ્યું કે કોઈ જોડે નહીં, વિષ્ણુ જોડે રાત્રે 1થી 5 વાત કરી હતી. મેં અનિલ જોડે વાત કરી હતી. મને ખબર પડી ગઈ હતી. મેં સવારે બધાને વાત કરી પરંતુ કોઈએ મારી વાત સાંભળી નહીં.
મારા મમ્મી પપ્પાએ મને ખૂબ ગાળો આપી હતી. મને કહ્યું કે આ બધી વાત ખોટી છે. આ છોકરી તો સારી છે. પછી મારો ફોન લઈ લીધો અને કહ્યું કે ફોન નહીં આપીએ.
પછી હું ઘરને લોક મારીને ભાગી ગયો પછી ભાભર ગયો. હું બે કલાક બેઠો. પછી મારી બેનના ઘરે ગયો. મેં વાત કરી. મને બધાએ ગાળો આપી. પછી બીજા દિવસે સાંજે ઉચાસણથી રાભાભાઈ અને બરવાળાથી ગીતાબેન આવ્યા. મને ખૂબ બોલ્યા. પછી એવું કહ્યું કે એવું હોય તો મારી દીકરીને સળગાવી દઉં.
મારે લગ્ન તો નોતા કરવા પણ મારા પપ્પાએ એવું કહ્યું કે હું મરી જઈશ. મેં તો ખૂબ ના પાડી. પણ મારું કોઈ ન માન્યું. મેં ખૂબ કહ્યું પણ કોઈ મારું ન માન્યું. પછી મારા પપ્પાએ મને કહ્યું કે હું મરી જઈશ. પછી મારી સામે બધાય રોતા હતા.
બધા લોકો રોતા હતા. પછી મને કહ્યું કે લગ્ન કરવાની એક મહિનાની વાર હતી અને મેં ના પાડી હતી. એ દિવસે પપ્પા, મમ્મી, ભાઈ, બહને મારી સામે બેઠા હતા અને રોતા હતા. પછી હું પણ રડવા લાગ્યો હતો. રડતાં રડતાં મેં કહ્યું કે હું લગ્ન કરી લઈશ.
મારી ઇચ્છાનો તો નોતી પણ બધાને કારણે મારે લગ્ન કરવા પડ્યા. છોકરી બીજા છોકરાના પ્રેમમાં હતી તોય મારે લગ્ન કરવા પડ્યા. પાછી એક નહીં બે છોકરાના પ્રેમમાં હતી. વિષ્ણુ અને અનિલના બંનેના પ્રેમમાં હતી. આખી રાત વાત કરી કરતી હતી. એની બંનેને ખબર હતી.”
આ મામલે એક વીડિયો પણ વાયરલ થયો છે. અમરતે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં પત્નીના આડા સંબંધોથી કંટાળીને મજબૂર થઈ આ પગલું ભર્યું હોવાનું બોલી રહ્યો છે. આત્મહત્યા માટે તેણે તેની પત્ની સહિત અન્ય ચાર યુવકોને જવાબદાર ઠેરવ્યા હતા.
અમરતનો આ વીડિયો તેના પરિવારજનોને પાસે પહોંચતા જ તેના પરિવારજનો પોલીસ સાથે કલાપી હોટલ ખાતે પહોંચ્યા હતા. જે મામલે થરાદ પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી સુસાઇડ નોટ અને વીડિયોના આધારે મૃતકની પત્ની સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તમામ લોકો ભાભર તાલુકાના અબાસણ ગામના વતની છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..