બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ સ્થાનિક લોકો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ નીવડી છે, તો કેટલાક લોકો માટે સ્યૂસાઈડ સ્પોટ પણ બની છે. જેમાં આજે અહીના પીલૂડા ગામના એક જ પરિવારના 4 સભ્યોએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી સામુહિક આપઘાત કરવાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, થરાદ તાલુકાના પીલુડા ગામમાં રહેતા કાળુભાઈ પંડ્યા, પત્ની ગીતાબેન પંડ્યા તેમજ પુત્રીઓ સાથે રહે છે. કાળુભાઈ રવિવારે બપોરના સમયે બાઈક પર પત્ની અને બે દીકરીઓને લઈને વામી નજીક નર્મદાની મુખ્ય કેનાલ પાસે આવ્યા હતા. જ્યાં તેઓએ પત્ની અને બન્ને દીકરીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું.
આ બાબતની જાણ થતાં થરાદ નગર પાલિકાની ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાંથી મૃતદેહ શોધવાની તજવીજ હાથ ધરી હતી. જો કે 4 કલાકની શોધખોળના અંતે 4 મૃતદેહ મળી આવ્યા છે.
પંડ્યા પરિવારે ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું? તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તો પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..