ગુજરાતમાં ધર્માંતરણનો કાયદો માત્ર કાગળ પર જ અમલી હોય તેવા કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યાં છે. ધર્મ પરિવર્તન માટે સત્તાવાર રીતે મંજૂરી મેળવવી ફરજિયાત હોવા છતાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં નથી આવતું. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત શહેરના સચિન વિસ્તારમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ તેલંગાણાની મહિલા અહીં આવીને ધર્મ પરિવર્તન કરાવતી હતી.
આ બાબતની જાણ થતાં હિન્દુ સંગઠનના આગેવાનોએ વચ્ચે પડીને મહિલાને પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં પૂછપરછમાં મહિલાએ પોતાના પુત્રના મોત માલમે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
ધર્મ પરિવર્તનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ બોલી રહ્યો છે કે, આ મહિલા આ યુવકનું ધર્મ પરિવર્તન કરાવી રહી છે. સમગ્ર દેશમાં અનેક ઠેકાણે આ પ્રકારે ધર્મ પરિવર્તનનો ધંધો ચાલી રહ્યો છે. મારી તમામ હિન્દુઓને વિનંતી છે કે, જે લોકો આ ધર્મ પરિવર્તનના ધંધામાં સંકળાયેલા છે, તેઓને કડકમાં કડક સજા કરવી જોઈએ. મારે માત્ર એટલું જ કહેવું છે કે, આવા લોકોને ધર્મ પરિવર્તન માટે માત્ર હિન્દુઓ જ કેમ મળે છે? હાલ તો પોલીસે આ મામલે પૂછપરછ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..