અદાણી CNG પંપના મીટરમાં ગરબડ થતી હોવાનો વીડિયો વાઇરલ, કારની ટેન્ક 12 કિલોની, અદાણીના પંપનું મીટર 12.50 કિલો બતાવે!

શહેરના હાથીજણના અદાણી સીએનજી ગેસ પંપમાં એક કારચાલકની કારમાં ગેસના બોટલની ક્ષમતા કરતાં અડધો કિલો વધુ ગેસ ભર્યાનું મીટર બતાવતું હોવાના આક્ષેપ સાથે ગ્રાહકે ગેસ પંપના મીટર સાથે વિડિયો વાયરલ કર્યો છે. જેમાં કારચાલક પંપ સંચાલકને આ મામલે ફરિયાદ કરે તે તેઓ ગેસનો પંપ ઓટો હોવાનું કહીને અદાણી કંપનીમાં ફરિયાદ કરવાનું જણાવીને હાથ અધ્ધર કરી દે છે. એટલે અદાણીના ગેસ પંપમાં થતી લોલંલોલ સામે કોઇ કાર્યવાહી કરાશે કે કેમ ?

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હાથીજણ અદાણી સીએનજી ગેસના પંપમાં એક કાર ચાલકની કારમાં 12 કિલોની ક્ષમતાનો ગેસનો બોટલ હોવા છતાં તેના બોટલમાં 12.50 કિલો એટલે અડધો કિલો ગેસ વધારે ભર્યો હતો. એટલે કાર ચાલકે ક્ષમતા કરતાં વધારે ગેસ ભર્યા અંગેનો વિડિયો બનાવીને સોશિયલ મિડિયામાં વાયરલ કરી દીધો છે. વાયરલ વિડિયોમાં કારચાલક ગેસ પંપના સંચાલકને રજુઆત કરીને કહે છે કે, મારી કારમાં 12 કિલોની ક્ષમતામાં સાડા બાર કિલો ગેસ ભરાય જ કેવી રીતે ? જો કે પ્રેશર હોય તો પણ ક્ષમતા કરતાં દોઢ કિલો ઓછો ગેસ ભરાય છે. તમારા ઉમા પેટ્રોલ પંપ, ધાગંધ્રા અને હાથીજણના પંપમાં ક્ષમતા કરતા વધારે ગેસ ભરવાની તકલીફ છે. આવું બીજી વાર થયું છે.

અદાણીમાં ફરિયાદ કરી તો તેઓ ટેક્નીકલ ફોલ્ટ હોવાનું કહીને ટેકનીકલના જાણકારને મોકલીને આ સમસ્યા સોલ્વ કરવાનુ કહે છે. પરંતુ ક્ષમતા કરતાં વધારે ગેસ બોટલમાં આવે જ નહીં, આ વ્યાજબી નથી. ચાલો ક્રિષ્ણાનગરના અદાણીના પંપમાં ત્યાં મારી જ ગાડીમાં 10.50 કિલો કરતાં વધારે ગેસ ભરાય તો તમને ડબલ નાણાં આપીશ. તો હું વધારાના દોઢ કિલો ગેસની રકમ કેમ ભરું ? ત્યારે ગેસ સંચાલક બચાવમાં કહે છે કે, આ ઓટો ગેસ પંપ છે અમે ભાવ નક્કી કરીને ગેસનો પંપ ચાલુ કરી ના શકીએ. અહીં ચાલુ કર્યા બાદ તમે સ્ટોપ કરવાનું કહો ત્યારે સ્ટોપ થાય. આમા અમે કંઇ જ કરી શકતાં નથી. તમે મીટરનો ફોટો પાડી લો અને પાકું બીલ લઇ જઇને અદાણીમાં ફરિયાદ કરી શકો છો. ત્યારે કાર ચાલકે આ બીલ અને વિડિયો સહિતની બાબત અદાણીમાં અને ગ્રાહક સુરક્ષામાં આપવાની વાત કરી હતી. તેને પંપ સંચાલકે હકારમાં કહીને અદાણીમાં ફરિયાદ કરવાનું કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. આ અંગે અદાણીના પ્રવકતા રોય પોલનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો