શિક્ષિકાનો આપઘાત: પાંથાવાડામાં દારૂ પીધેલા પતિને પોલીસે પકડી લેતાં આઘાતમાં પત્નીએ ગળેફાંસો ખાધો, પત્નીને અકસ્માત થતાં પતિ સારસંભાળ લેવા આવ્યો હતો

પાંથાવાડામાં શિક્ષિકાના પતિને પોલીસે દારૂ પીધેલી હાલતમાં પકડતા શિક્ષિકાએ આઘાતમાં ઘરમાં દુપટ્ટા વડે પંખે લટકી આપઘાત કર્યો હતો. આપઘાતના બનાવની જાણ થતાં પડોશી અને પાંથાવાડા પોલીસ તેમના ઘરે જઈને શિક્ષિકાની લાશનું પાંથાવાડા સીએચસીમાં પીએમ કર્યું હતું.

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં અમૃતાબેન ડામોર વર્ષોથી પાંથાવાડામાં મસ્જિદ પાસે ભાડાના મકાનમાં રહે છે. તેમના પતિ મનહરભાઈ ડામોર નોકરી અર્થે અમદાવાદ રહે છે. અમૃતાબેનને અકસ્માત થતાં તેમની સારસંભાળ લેવા માટે આવેલા મનહરભાઈ શુક્રવાર રાત્રે દારૂ પીધેલી હાલતમાં રસ્તા પર હંગામો કરતાં પાંથાવાડા પોલીસે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. જેની જાણ અમૃતાબેનને થતાં પડોશી સાથે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. ત્યાંથી અમૃતાબેન ઘરે ગેસ ચાલુ હતો તે બંધ કરેલ છે કે નહીં તે ચેક કરવાના બહાને પોતાના ઘરે આવી સમગ્ર બનાવથી દુ:ખી થઇ તેમજ ગામમાં માન મર્યાદા સારી હોવાથી પોતે મનમાં જ ઘૂંટાતા તેમને ઘરે દુપટ્ટા વડે પંખે લટકી આપઘાત કરતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

આપઘાતના બનાવની જાણ થતાં પડોશી અને પાંથાવાડા પોલીસ તેમના ઘરે જઈને અમૃતાબેનની લાશને પંખાથી ઉતારી પાંથાવાડા સીએચસીમાં લાવી પરિવારને જાણ કરતા પરિવાર પણ પાંથાવાડા આવી લાશનું પાંથાવાડા સીએચસીમાં પીએમ કર્યું હતું. પાંથાવાડા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘર નજીક ગાડીમાં બેસી દારૂ પીધા પછી હોબાળો કરતાં પોલીસે કાર્યવાહી
અમદાવાદ ખાતે રહેતો મનહરભાઇ ડામોર પોતાની શિક્ષિકા પત્નિ અમૃતાબેનની સંભાળ લેવા માટે પાંથાવાડા આવ્યો હતો. જે તેણીના ઘર નજીક ગાડીમાં બેસીને દારૂ પીધા પછી હોબાળો કર્યો હતો. જેના કારણે આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા. જ્યાં દોડી આવેલી પોલીસે કાર્યવાહી કરી હતી.

પતિએ દારૂ પી હંગામો કરતાં પત્નીને લાગી આવતાં આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન
પાંથાવાડા પીએસઆઈ આર.એસ.લશ્કરીએ જણાવ્યું કે શિક્ષકાના પતિએ પાંથાવાડામાં આવી દારૂ પી હંગામો કરતાં લોકો એકત્ર થઇ ગયા હતા. જ્યાં 20 વર્ષથી ગામમાં સારી ઇજ્જત હોવાથી શિક્ષિકાબેનને લાગી આવતાં તેમણે અંતિમ પગલું ભર્યુ હોય તેવું પ્રાથમિક અનુમાન છે. આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો