સલામ છે આવા શિક્ષકને: વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે એટલે ઉંટ પર 10 કિમીનું અંતર કાપી ભણાવવા પહોંચે છે શિક્ષક

કોરોનાના કારણે સૌથી વધુ નુકસાન બાળકોના અભ્યાસને થયું છે. કોરોનાની બીજી લહેર મંદ પડતા 21 જૂનથી રાજસ્થાન સરકારે ઓનલાઈન શિક્ષણ માટે સ્માઈલ-3 પ્રોજેક્ટ શરૂ કર્યો છે, પરંતુ રાજસ્થાનના થારના રણમાં મોબાઈલ નેટવર્ક એક મોટો પડકાર છે. આવામાં રણની વચ્ચે વસેલા ગામોમાં ઓનલાઈન એજ્યુકેશન બહુ દૂરનું સપનું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રેતના પહાડો વચ્ચે વસેલાં ગામો સુધી પહોંચવાનો રસ્તો ના હોવાથી ત્યાં પહોંચવું અઘરૂ છે. ત્યારે ઓનલાઈન એજ્યુકેશનથી વંચિત રહી ગયેલા બાળકો માટે એક સાહસી શિક્ષકે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. આ શિક્ષક રણમાં ઉંટ પર સવાર થઈને રેતથી ઘેરાયેલા ગામમાં પહોંચે છે અને બાળકોને અભ્યાસ કરાવે છે. આસપાસના મકાનોમાં રહેતા બાળકોને એકત્ર કરીને ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરાવે છે.

રાજસ્થાનના બાડમેરના રણમાં દૂર દૂર સુધી માત્ર રેતના પહાડ જોવા મળે છે. આવી સ્થિતિમાં પણ એક શિક્ષક બાળકોને અભ્યાસ કરાવવા માટે પહોંચે છે. અહીં પહોંચવા માટે પાકો રસ્તો નથી. કોરોના કારણે સ્કૂલો બંધ થતાં વિદ્યાર્થીઓ પણ સ્કૂલે આવતા નથી. મોબાઈલ નેટવર્કની વાત તો દૂર રહીં. નેટવર્કના અભાવે ઓનલાઈન એજ્યુકેશન પણ સંભવ નથી. આવામાં એક શિક્ષક રોજ ઉંટ પર સવાર થઈને રણમાં 10 કિલોમીટરનું અંતર કાપીને બાળકોને અભ્યાસ કરાવવા માટે પહોંચે છે.

રોજ 10 કિલોમીટરનું અંતર કાપીને પહોંચે છે શિક્ષક
લગભગ 10 કિલોમીટરનું અંતર કાપીને એક શિક્ષક આ ગામમાં પહોંચે છે. ઉંટ પરથી નીચે ઉતરે છે અને ગામના લોકોની મદદથી આસપાસના બાળકોને ભેગા કરે છે. બાદમાં ખુલ્લા આકાશ નીચે પોતાની સ્કૂલ શરૂ કરી બાળકોને અભ્યાસ કરાવે છે. શિક્ષક રૂપ સિંહ જાખડ જણાવે છે કે, બાળકોને અભ્યાસથી વંચિત ના રહેવુ પડે અને તેમને નુકસાન ના પહોંચે એ માટે આ નુસખો શોધી કાઢવામાં આવ્યો છે. તો બાળકો કહે છે કે, અમારા ગામમાં મોબાઈલ નેટવર્ક આવતું નથી. એટલા માટે અમારા શિક્ષક ઉંટ પર સવાર થઈને આટલું લાંબુ અંતર કાપીને અમને ભણાવવા માટે આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો