અઠવાડિયાં પહેલાં પશ્ચિમ બંગાળમાં રાનાઘાટ રેલવે સ્ટેશન પર કામ કરતા એક વૃદ્ધ મહિલાનો ‘એક પ્યાર કા નગમા હૈ’ સોન્ગ ગાતો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઇરલ થયો હતો. આ મહિલાનો અવાજ સાંભળીને યુઝર્સ પણ બોલી ઉઠ્યા હતા કે, વાહ ક્યા આવાઝ હૈ! સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલા હાલ આ વૃદ્ધાને મુંબઈના એક રિયાલિટી શોમાં ગાવાની ઓફર મળી છે.
‘હું ગુજરાન ચલાવવા સ્ટેશન પર ગીત ગાતી હતી’
આ મહિલાનું નામ રાનુ મોંડલ છે. રાતોરાત સેલિબ્રિટી બનેલા રાનુનાં લગ્ન મુંબઈમાં બાબુલ મોંડલ સાથે થયાં હતાં. લગ્નના થોડી સમય પછી તે વિધવા બની ગયા અને પશ્ચિમ બંગાળ પરત આવી ગયા હતા. રાનુએ કહ્યું કે, અત્યાર સુધી તે ગુજરાન ચલાવવા માટે સ્ટેશન પર યાત્રિકોને ગીત સંભળાવતી હતી, પરંતુ હવે તેને એક મંચ મળી ગયું છે. મારો મુંબઈમાં રહેવાનો ખર્ચ પણ રિયાલિટી શોના ઓર્ગેનાઈઝર જ ઉઠાવશે.
‘મેકઓવર બાદ મને નવો ચહેરો અને નવી જિંદગી મળી’
‘બારપેટા ટાઉન ધ પ્લેસ ઓફ પીસ’ નામના ફેસબુક અકાઉન્ટે હાલમાં મહિલાને લઈને સમાચાર આપ્યા છે કે, તે મહિલાને મુંબઈના રિયાલિટી શોમાં પરફોર્મ કરવાનો ચાન્સ મળ્યો છે. રિયાલિટી શો તરફથી રાનુનું મેકઓવર પણ કરવામાં આવ્યું હતું. મેક ઓવર કર્યા પછી રાનુને ઓળખવા પણ મુશ્કેલ થઈ ગયા છે.
લતા મંગેશકરનું સોન્ગ ગાયું હતું
રાનુનાં વીડિયોને અઠવાડિયાં પહેલાં ‘બારપેટા ટાઉન ધ પ્લેસ ઓફ પીસ’ નામના ફેસબુક અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. ગ્રે હેર અને ચહેરા પર એક સ્માઈલ સાથે તેઓ કર્ણપ્રિયઅવાજમાં સિંગર લતા મંગેશકરે ગાયેલું ગીત ગાઈ રહ્યાં હતાં. ‘એક પ્યાર કા નગમા હૈ’ સોન્ગ વર્ષ 1972માં આવેલી ‘શોર’ ફિલ્મનું છે.
વીડિયો વાઇરલ થયા પછી ઓફરોનો ઢગલો થઇ ગયો
ફેસબુક પર તેમના વીડિયોને 40 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. આ રિયાલિટી શો સિવાય તેમને કોલકાતા, મુંબઈ, કેરળ અને બાંગ્લાદેશમાં પણ મ્યુઝિક ઇવેન્ટમાં પરફોર્મ કરવાની ઓફર મળી રહી છે. તો ઘણી કંપનીએ તેમનો મ્યુઝિક આલ્બમ રેકોર્ડ કરવાની ઓફર પણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.