Browsing tag

સેવાકીય પ્રવૃત્તિઓ

પાન-માવા ખાનારને સમૂહલગ્નમાં નો એન્ટ્રી

સામાજિક જાગૃતિ માટે અગ્રેસર રહેતા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આ વર્ષે તમાકુ નિષેધ દિવસે એક અનોખો અભિગમ શરૂ કરાયો છે. દર વર્ષે સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમા વરઘોડો નહીં કાઢનાર દંપત્તિનુ સન્માન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે નવા અભિગમના ભાગરૂપે જે વરરાજાને પાન-માવાનું વ્યસન હશે તો તેનું લગ્નોત્સવમાં રજિસ્ટ્રેશન નહીં […]

સુરતઃ પાટીદારોના પાંચમા આંતરરાજ્ય સમૂહ લગ્નમાં 37 દંપતી જોડાયા

સુરતઃ અખિલ ભારતીય કુર્મિ ક્ષત્રિય મહાસભા અને સમસ્ત પાટીદાર સમાજ સુરત દ્વારા પાંચમા આંતરરાજ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 37 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. કુપ્રથાઓને તિલાંજલિ આપવા સંદેશો વહેતો કરાયો કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુંહતું. જેમાં 37 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યાં હતાં. ઓરિસ્સા, […]

શ્વાન યજ્ઞ: કૂતરાઓને 18 વર્ષથી રોજ 40 કિલો લોટના રોટલા ખવડાવે છે લોકો

પાલનપુર: હિન્દુ સંસ્કૃતિમાં દાન-પૂણ્યનું વિશેષ મહત્વ છે. ત્યારે પાલનપુરના લક્ષ્મીપુરામાં લક્ષ્મીપુરા રામ રોટી દ્વારા 18 વર્ષથી શ્વાનો માટે 80 કિલો લોટના રોટલા બનાવાય છે. જ્યારે બેચરપુરા કૈલાશધામ મંદિર ખાતે 17 વર્ષ અગાઉ શ્વાન માટે અઢી કિલો લોટના રોટલા બનાવવામાં આવતાં હતા. જ્યારે અત્યારે રોજના 40 કિલો લોટના રોટલા બનાવવામાં આવે છે. આ રોટલાઓ આજુબાજુના વિસ્તારોના લાકો […]

ગુજરાતના આ ગામના ખેતમજૂરના ઘરમાં 5 હજારથી વધુ પુસ્તક

લખતર: આજનાં જમાનામાં બાહ્ય આડંબર જ મનુષ્યને અધોગતિ તરફ દોરી જાય છે ત્યારે ઉચ્ચ વિચારો માટે જો કોઈ સાધન હોય તો તે છે પુસ્તક વાંચન. અને આ વાતને સાર્થક કરે છે. લખતર તાલુકાનાં નાના એવા ગામ ઘણાદનાં કાનજીભાઈ ચતુરભાઈ પટેલ. જેઓને પુસ્તક વાંચવામાં જ નહીં પરંતુ લોકોને પુસ્તક વંચાવવામાં વધુ આનંદ મળે છે. લખતર તાલુકામથકથી […]

નારી શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ- આ પટેલ યુવતી બની 10000 પરિવારનો ‘આધાર’

સમાજસેવાની વાત આવે એટલે મોટી-મોટી સંસ્થા અને મોટા મોટા હોર્ડિંગનો આભાસ થવા લાગે, પણ મૂળ મહેસાણાની અને આઈએએસ બનવાના સપના સાથે અમદાવાદ આવેલી મિત્તલ પટેલની સમાજસેવાની વાત જરા હટકે છે. VSSM(વિચરતા સમુદાય સંમર્થન સંઘ) નામની સંસ્થા તળે વિચરતી જાતિ માટે અનેક સેવાકીય પ્રવૃતિ કરતી મિત્તલ પટેલ સામે આજે ભલભલા ડફેરે પણ હથિયાર હેઠા મુકી સારી […]

અહીં માત્ર 1 રૂપિયામાં પાટીદાર યુવાનોને તૈયાર કરાય છે IAS-IPS માટે

અમદાવાદ: પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે તે દિશામાં ઘણા પ્રયાસો થઇ રહ્યાં છે. પાટીદાર યુવાનોને કોઇ અગવડ ન પડે અને તમામ સુવિદ્યાઓ મળી રહે તે માટે અમદાવાદમાં નિકોલ ખાતે આવેલા ‘કેળવણીધામ’માં માત્ર એક રૂપિયામાં IAS અને IPS માટેની તાલીમ આપવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં પાટીદાર યુવાનો સિવિલ સર્વિસસની પરીક્ષામાં પાસ થાય તે માટે […]

સત્યમ યુવક મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા યોજાયો અનોખો સેવાયજ્ઞ

જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા સીમ પ્રાથમિક શાળાના ૪૦૦ બાળકોને નાસ્તા સાથે શૈક્ષણિક કિટનું વિતરણ સત્યમ યુવક મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા યોજાયો સેવાયજ્ઞ જ્ઞાન થકી કર્મ કરવાની બાળકોને હરસુખભાઈ વઘાસીયાની અને મનસુખભાઇ વાજાની શીખ. જૂનાગઢ:- જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીમાં રહી અને સિમ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૪૦૦ બાળકોને સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ […]

ભંડુરીમાં બીમારી ભોગવતા પરિવારને પટેલ સમાજની સહાયે ‘હવે બસ’ કહેવડાવ્યું

માળિયા હાટીના: માળિયા તાલુકાનાં ભંડુરી ગામે છેલ્લા 20 વર્ષથી છાપા વિતરણનું કામ કરતા અને પોસ્ટ ઓફિસમાં હંગામી ધોરણે ફરજ બજાવતા કોળી નારણભાઇ રામભાઇ ગોરડને ગંભીર બિમારી લાગુ પડી. પરિવારમાં ચાર દિકરીઓ, પત્નિ અને પોતે એમ 6 સભ્યો છે સંતાનમાં પુત્ર ન હોવાથી છાપા વિતરણનું કામ હવે તેમની દિકરીઓ કરી રહી છે. ચાર પુત્રીઓમાં એક દિકરીને […]

સોમનાથમાં બનશે ખોડલધામ અતિથિભવન, એક’દી માં મળ્યું 26 કરોડનું દાન.

ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર હરિહરની ભુમિ સોમનાથનાં આંગણે વેરાવળ-સોમનાથ બાયપાસ ઉપર સાડા નવ વીઘા જમીનમાં ૩૦ કરોડનાં ખર્ચે બે વર્ષમાં અદ્યતન ખોડલધામ અતિથિભવનનું નિર્માણ થશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું. તેમજ મહાદેવની ધ્વજા-પુજા કરી હતી. લેઉવા પટેલ સમાજ તેમનાં સંગઠન, શિક્ષણ અને સંસ્કૃતિ સાથે સારા વિચારોને આવકારી સમાજના કાર્યમાં હંમેશા અગ્રેસર હોય એ […]

સમસ્ત લેઉવા પટેલ સમાજ અને મહિલા મંડળના ઉપક્રમે વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ

તા 2.2 18ના રોજ માખીયાળા ગામે સમસ્ત લેઉવા પટેલ સમાજ અને જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ ના ઉપ ક્રમે લેઉવા પટેલ સમાજની જરુયાત અને વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાતાના સહયોગથી આ કાર્યક્રમમાં ખાજહાજર રહેલ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, સુરતના ઉધ્ધ્યોગપતિ રમેશભાઇ ગજેરા, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ ગજેરા, […]