Browsing tag

સમાચાર

મોરબી: ગ્રામજનોએ 1 કરોડના સ્વખર્ચે બનાવ્યો પુલ, કલેકટર કરશે ઉદઘાટન

મોરબી: વાંકાનેર તાલુકાના પાજ ગામમાં વર્ષોથી આજુબાજુના ગામમાં જવા માટે પુલની વ્યવસ્થા ન હોવાથી ચોમાસાના સમયે ભારે હાલાકી પડતી હતી. આ મુદ્દે તંત્રમાં અવારનવાર રજૂઆતો કરવા છતાં મચક ન આપતા ગ્રામજનોએ સ્વખર્ચે પુલ બનાવવાનું નક્કી કર્યું અને ગામલોકોને તેમજ સામાજીક અને અન્ય સંસ્થાઓના સહયોગથી રૂ.1 કરોડના ખર્ચે પુલ તૈયાર કર્યો છે જેનું 24 જુલાઇના રોજ કલેક્ટરના […]

રાજકોટ: ખોડલધામ વિદ્યાર્થી સમિતીએ આપ્યો અસરગ્રસ્તોને ખભો, જાણો લોકોને શું કરી અપીલ

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ખોડલધામ વિદ્યાર્થી સમિતી એટલે કે KDVS જે ખોડલધામની યુવા પાંખ છે. KDVS દ્રારા સમાજ ઉપયોગી અનેક પ્રવૃતિ કરવામા આવે છે. જે પૈકી હાલ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાથી અનેક લોકો ઘરવિહોણા થઇ ગયા છે. અને રહેવા કે જમવાનુ મળતુ નથી.ત્યારે આવા લોકોની સાથે ઉભા રહેવા KDVS આવ્યુ છે. KDVS […]

અ‘વાદની નીલુ પટેલની કળા લંડનમાં છવાઈ, પેઇન્ટિંગ ક્ષેત્રે છે સક્રિય

અમદાવાદની નીલુ પટેલે હસ્તકળા, માસ્ક મેકીંગ અને પેઇન્ટિંગ ક્ષેત્રે વિશ્વ સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. પર્યાવરણ પ્રેમી નીલુ પટેલે છાપાની પસ્તીનો ઉપયોગ કરી અલગ અલગ પ્રકારના આર્ટવર્ક બનાવે છે. આ કળા જીવંત રાખવા તેમજ આગળ વધે અને આજની યુવાપેઢી સુધી પહોંચે માટે હસ્તકળા ટ્રેનિંગ પ્રોગ્રામ સહીત દેશમાં અમદાવાદ, મુંબઇ અને દિલ્હીમાં હસ્તકળાનાં પ્રદર્શન અને […]

સુક્કાભઠ્ઠ પડધરી વિસ્તારને 2.18 લાખ વૃક્ષો વાવી આ યુવાને હરીયાળો બનાવ્યો

કોઇ એક માણસ જ્યારે મનમાં ગાંઠ વાળી લે છે ત્યારે કેવુ પરિણામ આવે છે તે જોવુ હોય તો રાજકોટ જિલ્લાનાં પડધરી તાલુકાનાં 60 ગામોની મુલાકાત લેવી જોઇએ. વરસાદ આધારિત ખેતી અને પીવાના પાણી માટે નર્મદા પર આધાર રાખતા આ સુક્કાભઠ્ઠ વિસ્તારમાં એક હરિયાળી ક્રાંતિ સર્જાઇ રહી છે અને આ હરિયાળીક્રાંતિ લાવનાર છે 36 વર્ષના યુવાન […]

જૂનાગઢ કૃષિ યુનિ.નું સંશોધન : ગૌમુત્રનો અર્ક કેન્સરનાં કોષોનો કરે નાશ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં બાયોટેકનોલોજી વિભાગ દ્વારા જૂદા-જૂદા સંશોધન કરવામાં આવે છે. બાયોટેકનોલોજી વિભાગનાં સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. રૂકમસીંગ તોમર, ડો. શ્રધ્ધાબેન ભટ્ટ, ડો. કવિતાબેન જોષીએ ગૌમુત્ર ઉપર મહત્વનું સંશોધન કર્યુ છે. ગૌમુત્રનાં અર્કમાં ચાર પ્રકારનાં કેન્સરનાં કોષોને નાશ કરવાની ક્ષમતા હોવાનું બહાર આવ્યું છે. વૈજ્ઞાનિકોએ વિવિધ જાતની ગાયનાં મુત્રનાં નમુના લઇ તેના પર પ્રયોગ કર્યા […]

પર્યાવરણ પ્રેમ: જૂનાગઢનું રેસ્ટોરાં ગ્રાહકોને આપે છે સ્વાદિષ્ટ ભોજન સાથે વૃક્ષનો છોડ

જૂનાગઢ: તમે રેસ્ટોરામાં જમવા જાવ, જમ્યા પછી બિલ મળે, તે ચૂકવ્યા પછી કોઇ વૃક્ષનો નાનો છોડ આપે તો કેવી અનુભૂતિ થાય! આવી અનુભૂતિ જૂનાગઢના અનેક સ્વાદપ્રેમીઓને થઇ રહી છે. શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઉત્સવ રેસ્ટોરાંમાં જમ્યા પછી રેસ્ટોરા દ્વારા તમને ફ્રિમાં એક નાનો છોડ આપવામાં આવે છે અને તેનું વાવેતર કરી જતન કરવા જણાવવામાં આવે […]

વાલમ ગામના ખેૂડતની પુત્રી વિધિ પટેલ દેશ-વિદેશમાં ક્રિકેટ રમશે

મહેસાણા: વિસનગરના વાલમ ગામની ખેડૂત પુત્રી બરાેડા ક્રિકેટ એસોસિયેશન તરફથી ભારત અને વિદેશની મહિલા સાથે ક્રિકેટ રમશે. તેની સિદ્ધિને બિરદાવાઈ હતી. વાલમ ગામના ખેડૂત પુત્ર અરવિંદભાઇ જેઇતારામની દીકરી વિધી પટેલ નાનપણથી જ ક્રિકેટમાં રસ ધરાવતી હાેઇ તેના પિતાએ હાલ મહેસાણા સુરેશ પટેલ (વાલમ)ના માર્ગદર્શન મુજબ ક્રિકેટ કાેચીંગની ટ્રનિંગ મેળવી હતી. ક્રિકેટમાં સારો દેખાવ કરી ગુજરાત અને […]

ગુજરાતના ખેડૂતે કોઠાસૂઝથી શોધ્યો ભૂંડ અને રોઝડાં ભગાડવાનો જુગાડ

જૂનાગઢના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામના ખેડૂતની કોઠાસૂઝે કમાલ કર્યો છે. આ ખેડૂતનું નામ છે, હરિભાઈ ઠુમ્મર. તેમણે પોતાની આગવી કોઠાસૂઝથી દેશી દીવાદાંડી બનાવી ભૂંડ અને રોઝડાંને ભગાડવા જુગાડ શોધ્યો છે. આ માટે તેમણે કંઈ ખર્ચ કર્યો નથી. માત્ર તેલના ડબ્બાને બન્ને બાજુએ કાપી અંદર ટોર્ચ મૂકી છે. આ ડબ્બામાં બેરિંગ અને સળિયો લગાવ્યા છે, જેથી […]

કેનેડાના AG એવોર્ડમાં પાર્થ પટેલને ‘અચિવમેન્ટ ઓફ ધ યર’ એવોર્ડ

કેનેડામાં ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એન્યુઅલ ગાલા એન્ડ એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ ગુજરાતી અને હાલ કેનેડામાં વસતા પાર્થ પટેલને ટેક્નોલોજી અચિવમેન્ટ ઓફ ધ યર 2018 એવોર્ડ મળ્યો હતો. છેલ્લાં 18 વર્ષમાં કોઇ પટેલ યુવકને આ એવોર્ડ મળ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. એન્યુઅલ ગાલા એવોર્ડમાં એડવાઇઝરી બોર્ડ દ્વારા અલગ […]

ઓસ્ટ્રેલિયાના નાનકડાં ગામની કાયાપલટ, પટેલ કપલની કમાલની કામગીરી

કોઇ યુવાન કે યુવા કપલ ગુજરાતના કોઇ ગામમાં પલાઠી મારીને ગામનો વિકાસ કરતા હોય તે નવી વાત નથી. આજે અંદાજિત 100થી વધુ કપલ ગુજરાતમાં જોવા મળે છે જેઓ શહેરની ઝાકમઝોળને છોડીને ગામડાંમાં રહેતા હોય અને ગામનો વિકાસ કરતા હોય. પરંતુ નવાઇની વાત અહીં એ છે કે, ગુજરાતના એક કપલે ઓસ્ટ્રેલિયાના ગામની કાયાપલટ કરી છે. અહીં […]