Browsing tag

પ્રેરણાત્મક સ્ટોરી

પટેલ પરિવારની લગ્ન પ્રસંગે અનોખી પહેલ

દરેક પરીવાર માટે લગ્નનો પ્રસંગ એ મહત્વનો પ્રસંગ ગણાંય છે. લોકો પોતાની પ્રતિષ્ઠા મુજબ પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન મોટા પાયે અનેે ભવ્ય રીતે કરતા હોય છે. ગમઢા પરીવારે તેમના પુત્રના લગ્ન અવસરે પર્યાવરણની જાળવણી અને ગામને હરીયાળુ કરવાના સંકલ્પના સથવારે અને નવીન અભિગમ સાથે ગમઢા પરીવારના પુત્ર જેન્તીના શુભલગ્ન કરવામાં આવ્યા હતા . જેન્તીભાઈ […]

સૂરતના બિલ્ડર વિજય ઇટાલીયાએ પોતાની માતૃભૂમિ બોટાદમાં જઈને અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ.

સૂરતને કર્મભૂમી બનાવનાર આ બિલ્ડરે પોતાની માતૃભૂમિ બોટાદમાં જઈને અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ. તાજેતરમા બોટાદના વતની એવા વિજય ઇટાલીયા એ પોતાના ૩૪માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોટાદમાં પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાનગર પસંદ કર્યું. વિદ્યાની નગરી એવી વિદ્યાનગરમાં માધવગુરૂફૂળમાં કાળુ કાકાના પ્રીય વિદ્યાર્થી તરીકે રહીને ૧૧ […]

આ ખેડુત ભાઈએ બનાવ્યું એવું મશીન કે હજારો ખેડૂતોને મળશે રાહત

દેશી કપાસની ખેતી કરતા હજારો ખેડૂતો માટે આનંદના સમાચાર છે. હવે ખેડૂતોને કપાસ વીણવા માટે મજૂરોની અછત નડશે નહીં. કેમ કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના એરવાડા ગામના નટુભાઇ વાઢેરને 18 વર્ષની જહેમત બાદ કાલા વીણવાનું મશીન બનાવવામાં સફળતા મળી છે. આજે ગુરુવારે આ મશીનનું ડેમોન્સ્ટ્રેશન પણ રાખવામાં આવ્યું હતું. માત્ર 12 પાસ એવા નટુભાઇએ કાલા […]

માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?.

એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો. બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું […]

વેસ્ટ જમીનમાં બેસ્ટ રિસોર્ટ.. પટેલે બનાવ્યુ ગુજરાતનું સૌથી મોટું થીમ પાર્ક..

જો કંઇક કરવાની ઇચ્છા હોય તો જંગલને પણ નંદનવન બનાવી શકાય છે. આવુ જ કામ કર્યું છે વિસનગરના એક પાટીદારે. સાબરમતી નદીના કોતરોની બિનઉપજાઉ અને બંજર ગણાય તેવી જમીનમાં સ્વર્ગ ઉભુ કરનારા આ વ્યક્તિ છે જીતુભાઇ પટેલ.  જીતુભાઇ પટેલે વિસનગર નજીક તિરુપતિ નેચરપાર્ક અને વિજાપુર-હિંમતનગર હાઇવે પર દેરોલમાં તિરુપતિ રિસોર્ટ ઉભો કર્યો છે. આ રીતે […]

અંબાજી મંદિરથી લઇ સાપુતારા હિલ્સ બનાવનાર આ પટેલ છે વિશ્વભરમાં પ્રસિદ્ધ

ઇ.સ.1971માં સૌ પ્રથમ વખત સિદ્ધપુરના વતની અને મંદિરના મુળ પુજારીઓની મંદિરના જિણોદ્ધારની વાત સરકાર સુધી પહોંચી. સરકાર દ્નારા કલેક્ટરની અધ્યક્ષતા નીચે કમિટીની રચના કરાઇ જેમાં જે.ટી.પટેલ મેમ્બર હતા. આ મંદિરના જિણોદ્ધાર વાત થતા જ જે.ટી.પટેલે સરકાર પાસે જે તે વખતે છ મહિનાનો સમય માંગી પ્રાયોગિક ધોરણે કામગિરી કરવાની શરૂઆત કરી. તેઓ પ્રથમ વાર મુખ્ય મંદિર […]

ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને હાસ્યકલાકાર- તેજસ પટેલ

ભારત દેશ વિવિધ સંસ્કૃતિ માટે જાણીતો છે એમાંય ગુજરાત પોતાની આગવી સંસ્કૃતિ ધરાવેછે ગુજરાતી લોકસંગીત દુનિયા ના દેશોમાં પ્રસિદ્ધછે ગરબા હોય કે ડાયરો લોકસાહિત્ય હોય કે હાસ્ય દરબાર બધુજ સાંભળનારી મહાન જાતિ એટલે ગુજરાતી એમાંય ગુજરાતના લોકકલાકારો ગુજરાત હોય કે ગુજરાત ની બહાર બધેજ પોતાના કલાના કામણ પાથરતા આવ્યા છે. લોકસાહિત્ય ને હાસ્ય રસ માં […]

ખારેકના ઉત્પાદનથી કમાણી કરતો ખેડૂત, બીન ઉપજાઉ જમીનમાં પણ ખારેકનો પાક લઇ શકાય છે

ભાટીયા: કલ્યાણપુરના હરીપર ગામમા એક ખેડૂત દ્વારા ખારેકના છોડ ઉગાડવામા આવ્યા છે. ખારેકના વૃક્ષને પાણી કે માવજત વિના એક વૃક્ષ અંદાજે 5 હજાર જેટલી કમાણી કરાવી જાય છે. વૃક્ષ ઉગાડનાર ખેડૂત દિવ્યાંગ હોવાથી વગર માવજતે નાણા કમાઇ રહ્યા છે. આ ખેડૂત હાલમાં પાંચ ખારેકના વૃક્ષ દ્વારા કમાણી કરી રહ્યા છે હવે તેઓ બીજા 15 વૃક્ષ […]

ગુજરાતના આ ખેડુતની ખેતી જોવા આવે છે વિદેશીઓ, ઓછા ખર્ચે કરે છે વધુ કમાણી

પાલનપુર: ડીસા તાલુકાના રાણપુરના ખેડૂતએ ગુવાર અને કાકડીની ખેતી મલ્ચીંગ અને ગ્રો કવરનો ઉપયોગ કરી સફળતા મેળવી છે. જેમાં ગુવારમાં અડધા વિઘા જમીનમાંથી 15 હજારના ખર્ચ સામે બે લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવશે. જ્યારે કાકડીના ત્રણ વિઘાના વાવેતરમાં રૂ. 20 હજારના ખર્ચ સામે 3 લાખનું ઉત્પાદન મેળવશે. કનવરજી ઠાકોરની આધુનિક ખેતી જોવા માટે વિદેશીઓ, આજુબાજુ જિલ્લાના ખેડૂતો, […]

દેશનું સર્વોત્તમ મધ બનાવે છે સૌરાષ્ટ્રનો એક પટેલ યુવાન..

મૂળ કાલાવડના ખરેડી ગામના યુવાન દર્શન ભાલારાએ નોકરી છોડીને મધના ઉત્પાદનનો વ્યવસાય આદર્યો છે. એમ.બી.એ થયેલા આ યુવાને મધમાખી સાથે દોસ્તી કેળવીને વિવિધ પ્રકારના મધનું ઉત્પાદન શરૂ કર્યું છે. બજારમાં મળતું બ્રાન્ડેડ મધ વાસ્તવમાં તમારી હેલ્થ બગાડે છે: જાણો કે, અસલી મધ કોને કહેવાય! દર્શન ભાલારા મસ્ત મજાની નોકરી છોડી ને મધ ઉત્પાદન શા માટે […]