Browsing tag

પ્રેરણાત્મક સ્ટોરી

ફુડ એન્જીનીયરીંગમાં ફેનિલ ડોબરીયાની ઝળહળતી સિધ્ધી.

રાજકોટના ઉદ્યોગપતિનો દિકરો યુરોપની યુનિવર્સીટીમાં કિ-નોટ સ્પીકર તરીકે છવાયો ફુડ અવેરનેશ અંગે સેમીનારો સંબોધી અનેક એવોર્ડ હાસલ કર્યા વિદેશનું શિક્ષણ મેળવી દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના હાઈજેનિક ફુડની જાગૃતિ લાવવાનો મનસુબો * ચોમેરથી મળી રહેલ અભિનંદન રાજકોટ,તા.૨૧: ફ્રાઈમ્સ ક્ષેત્રે વિશ્વ કક્ષાએ નામના મેળવનાર રાજકોટના ઉદ્યોગપતિ રાજેશ ડોબરીયાના કુળદિપક ફેનિલ ડોબરીયાએ યુરોપના હંગેરી દેશની ખ્યાતનામ યુનિવર્સીટી ઓફ ડેબરેશન […]

વિશ્વ પર્યાવરણ દિવસઃ આ સુરતીએ 5 હજાર વૃક્ષો ઉગાડી ઘરને બનાવી દીધું જંગલ

સુરત જેવા દોડધામ કરતા શહેરમાં વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. પંખીઓ, પ્રાણીઓ લીલા છમ વૃક્ષો શોધી રહ્યાં છે. જો કે નેચર ક્લબના સ્નેહલ પટેલે ક્રોંકીટના જંગલમાં રહેવાને બદલે ખેતી કરવાની જમીન પર એક જંગલ બનાવ્યું અને એમાં જ રહેવાનું નક્કી કર્યું. આજથી 20 વર્ષ પહેલા સ્નેહલે વૃક્ષો રોપ્યા હતાં, જે આજે ઘટાદાર વૃક્ષમાં પરિણમ્યા છે. […]

રૂ.70000ની નોકરી છોડી સરપંચ બનેલા યુવાને ગામની સૂરત બદલી નાખી

ગામનો સરપંચ ઈચ્છે તો ધારે તે કરી શકે છે.આ ઉક્તિને વસો તાલુકાના લવાલ ગામના સરપંચે સાર્થક ઠેરવી છે. કલકત્તામાં ૭૦૦૦૦ના પગારે નોકરી કરતા ગામના યુવાને નોકરીને ઠુકરાવી છે અને પોતાના વતનમાં પરત ફરી સરપંચની જવાબદારી સંભાળી છે.સરપંચ બન્યાને એક વર્ષ થયું છે.અનેક ઉતાર-ચઢાવ સાથેની આ એક વર્ષની સફરના અંતે ગામમાં ઘણું પરિવર્તન આવ્યું છે.આ બદલાવે […]

આધુનિક સુવિધાઓથી સજ્જ રાજકોટનું ડિજિટલ વિલેજ – શિવરાજપુર

રાજકોટ જિલ્લાના જસદણથી 7 કિલોમીટરના અંતરે શિવરાજપુર ગામ આવેલું છે. દેશના નાણામંત્રી અરૂણ જેટલીએ 100 ગામોને ડિજિટલ વિલેજ તરીકે જાહેર કર્યા હતા. જેમાં રાજકોટ જિલ્લાના બે ગામ શિવરાજપુર અને મંડલીકપુર ડિજિટલ વિલેજ જાહેર થયા છે. જેમાં શિવરાજપુર પહેલેથી જ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. શિવરાજપુર ગામના 50 ટકા લોકો ડિજિટલ બન્યા છે. તેમજ 5 પીઓએસ મશીન […]

ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકાર ની સારવાર વિનામૂલ્યે

મિત્રો ગુજરાતમાં એક પરબ સમાન હોસ્પિટલ ધમધમે છે. જ્યાં આવનારા તમામ દર્દીને તમામ પ્રકારની સારવાર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. નાની-મોટી નહીં…પરંતુ, ગંભીર બીમારીના મોટા મોટા ઓપરેશન પણ, કોઈપણ પ્રકારની ફી લીધા વિના કરી આપવામાં આવે છે. સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત. ‘નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ’ ની અમે વાત કરી રહ્યા છીએ… આ હોસ્પિટલ -ભાવનગર જિલ્લાના, […]

પગ વિનાના પાટીદારનો સંઘર્ષ, ટ્રેક્ટર સહિતના વાહનો ચલાવી કરે છે ખેતી કામ

નાની વાતથી ગભરાઇને નાસીપાસ થઇ જતાં કે જીવન ટુંકાવી દેતાં લોકો માટે પ્રેરણારૂપ બને એવી જીવતી કહાનીઓ આપણી આસપાસ જ હોય છે. મુશ્કેલીથી ડર્યા વગર, હામ ગુમાવ્યા વગર મક્કમ મનોબળથી લડીને ખરાં અર્થમાં પગભર થનારી એક એવી જ જીવતી જાગતી કહાની એટલે સાણંદના લાલજીભાઈ પટેલ. પાંચ વર્ષ પહેલાં માંદગીના કારણે એમણે હાથ-પગની ચેતના ગુમાવી દીધી […]

102 નોટ આઉટઃ સુરતના આ દાદા થઈ રહ્યા છે યુવાન,આવ્યા કાળા વાળ

102 નોટ આઉટ નાટક અને ફિલ્મમાં માત્ર બાપ દીકરાની જ વાત છે. પરંતુ સુરતના મોટા વરાછા વિસ્તારમાં શતાયુ વટાવી ચુકેલા ગોવિંદભાઈ ગોયાણીની ચાર પેઢી એક જ છત નીચે જીવી રહી છે. અને પરિવારમાં એક જ છત નીચે ચાર પેઢી આનંદ કિલ્લોલથી વસવાટ કરી રહી છે. છતાં તમામ સભ્યો મોકળાશ ભર્યા વાતાવરણમાં ખુશ છે. શતાયુ વટાવી […]

ગુજરાતનું આ ગામ છે ગોલ્ડન વિલેજ, ગ્રામ પંચાયત જ બની છે સંસદભવન

બગસરાથી માત્ર 12 કિમી દુર આવેલુ રફાળા ગામ આજે ગુજરાતભરમા ગોલ્ડન ગામ તરીકે જાણીતુ છે. માત્ર એકાદ હજારની વસતી ધરાવતા આ ગામની પાંચ વર્ષ પહેલા કોઇ ઓળખ ન હતી. પરંતુ અહીના વતની અને હાલમા સુરતમા ઉદ્યોગ ધંધો ધરાવતા સવજીભાઇ વેકરીયા અને અન્ય ગામ લોકોના સંયુકત પ્રયાસથી આ નમુનેદાર ગામને ગોલ્ડન વિલેજ તરીકે ઓળખ મળી છે. […]

મધર્સ ડે નિમિતે એક અનોખી પ્રેરક સત્યઘટના.

ગોંડલ તાલુકાના સગપર ગામના વતની પ્રાગજીભાઈ બુહાના દીકરા બિપિનના લગ્ન આજથી 7 વર્ષ પહેલાં દક્ષા નામની છોકરી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ પછી જ દક્ષાબેનને પેટમાં દુખાવો ઉપાડ્યો. રિપોર્ટ્સ કરાવ્યા તો બંને કિડની ડેમેજ. બીપીનભાઈ પર તો જાણે કે આભ તૂટી પડ્યું. પણ હિમતપૂર્વક આવી પડેલા દુઃખનો સામનો કરવાનું પતિ-પત્નીએ નક્કી કર્યું. પરિવારમાં બીજા […]

આ શાળાના બાળકો વર્ગખંડમાં હોય કે ગ્રાઉન્ડમાં, કરે છે રમતાં રમતાં અભ્યાસ

હાદેવપુરા પ્રાથમિક શાળાનાં બાળકો અન્ય શાળાનાં બાળકો કરતાં થોડાં વધુ નસીબદાર છે. તેમના માટે શિક્ષકોએ શાળામાં જ આગવું ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે. જ્યાં મધ્યાહન ભોજન પીરસાય ત્યાં સુધી કવિતાનું ગાન કરે છે અને પ્રાર્થના બાદ સમૂહ ભોજન લે છે. તો શાળાના રેમ્પ પર ચડતો-ઉતરતો ક્રમ, સાપસિડી અને રેલીંગ પર બનાવેલું પેરિસ્કોપ બાળકોને ચાલતાં ચાલતાં ગણિત […]